હળદર નાં આ ચમત્કારિક ઉપાયો થી ખુલી જશે ભાગ્ય, જીવનમાંથી દરેક પરેશાની દૂર થશે

હળદર નાં આ ચમત્કારિક ઉપાયો થી ખુલી જશે ભાગ્ય, જીવનમાંથી દરેક પરેશાની દૂર થશે

હળદરનો પ્રયોગ ભોજન બનાવતી વખતે અવશ્ય કરવામાં આવે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ઘણા રોગો થી રક્ષણ મળે છે. એટલું જ નહીં ધાર્મિક કાર્યોમાં પણ હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં હળદરને શુભ માનવામાં આવે છે. અને કોઈપણ પ્રકારનાં માંગલિક કાર્યોમાં હળદરનો પ્રયોગ કરવો અનિવાર્ય છે. ગ્રંથો અનુસાર હળદર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તેથી તેની પૂજા કરતી વખતે હળદરનો પ્રયોગ જરૂર કરવો. હળદર ની મદદથી પરેશાનીઓ દૂર થાય છે. આજે તમને હળદર નાં થોડા ટોટકા વિશે જણાવીશું જેની મદદથી જીવન નું દરેક દુઃખ દૂર થઈ જાય છે. ગુરુ ગ્રહ નબળો હોવાથી જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થતી નથી. અને લગ્ન થવામાં પણ મુશ્કેલી આવે છે. ગુરુ ગ્રહ નબળો તેઓએ હળદરનો પ્રયોગ કરવો તેનો  પ્રયોગ કરવાથી આ ગ્રહ મજબુત બને છે. ગુરુવાર નાં દિવસે પૂજા કર્યા બાદ હળદરનું તિલક કરવું. અને હળદરનું દાન કરવું. આ ઉપાય કરવાથી ગુરુ ગ્રહ મજબુત બનશે.

રોજ પૂજા કર્યા બાદ હાથના કાંડા પર અને ગળા પર હળદર લગાવવી. ગળા પર હળદર નું તિલક લગાવવાથી વાણી મજબૂત બને છે. અને હાથ માં તિલક લગાવવાથી દરેક પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં રોજ હળદરવાળા પાણીનો છટકાવ કરવો જોઈએ. એવું કરવાથી વિષ્ણુજી અને માં લક્ષ્મીની કૃપા બની રહે છે. અને ઘરમાં ખુશી રહે છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જ્યારે પણ કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર જાવ ત્યારે તમારી સાથે હળદર જરૂર થી રાખવી. ઘરેથી નીકળતા પહેલા તમારી પાસે થોડી હળદર રાખવી. અથવા તમારા માથા પર હળદરનું તિલક લગાવવું. આ ઉપાય કરવાથી કાર્ય સારી રીતે પૂર્ણ થશે.

કોઇ પણ તહેવાર હોય ત્યારે ઘરનાં મુખ્ય દરવાજા પર હળદર જરૂર લગાવી. હળદર થી સવ્સ્તિક નું ચિન્હ દરવાજા પર બનાવવું. જે લોકોનાં  લગ્ન થવામાં વિલંબ થતો હોય તેવા લોકોએ રોજ પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું. આ પ્રયોગ કરવાથી તેનાં લગ્ન જલ્દી થઇ જાય છે. અને લગ્નમાં આવતી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય ત્યારે દરેક ખૂણામાં હળદર નો છટકાવ કરવો. એવું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. કોઈપણ ભગવાનની પૂજા કરતી વખતે તેને હળદરનું તિલક જરૂરથી લગાવવું. પૂજા પૂર્ણ થયા બાદ તમારા પરિવારન નાં લોકો અને અન્ય લોકોને હળદરનું તિલક લગાવવું. આમ કરવાથી ભગવાન ઘરનાં દરેક સભ્યો ની રક્ષા કરે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *