હનુમાનજીની પૂજા માટે આ પાંચ દિવસ ગણવામાં આવે છે વિશેષ આ સમય દરમ્યાન પૂજન કરવાથી મળે છે તુરંતજ ફળ

હનુમાનજીની ભક્તિ કરવાથી જીવન નાં તમામ દુઃખોથી મુક્તિ મળે છે. મંગળવારનો દિવસ હનુમાનજી ને સમર્પિત છે અને આ દિવસે હનુમાનજીની ભક્તિ કરવાથી મંગળ દોષ, ભૂત-પિશાચ, શનિ ગ્રહ અને ગ્રહ નાં વિધ્નો, કોર્ટ કચેરી તથા ઘટના દુર્ધટના અને ચિંતાથી મુક્તિ મળે છે વિશેષ દિવસે અને વિશેષ સમય પર હનુમાનજીની સાધના કે આરાધના કરવાથી તે તુરંતજ પ્રસન્ન થાય છે. જો કે મંગળવાર ઉપરાંત ઘણા એવા દિવસો છે જે દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો તેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ચાલો જાણીએ તે દિવસો વિશે. આ ૫ દિવસે એ જરૂર કરવી હનુમાનજીની પૂજા
શનિવારનો દિવસ
શનિવાર નાં દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અને તેને સરસવનું તેલ ચડાવવાથી શનિ ગ્રહ થી રક્ષણ મળે છે સાથે જ તે દિવસે સુંદરકાંડ હનુમાન ચાલીસા નાં પાઠ કરવાથી શુભ ગણવામાં આવે છે. જો કે એક કથા અનુસાર શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે જે લોકો શનિવાર નાં દિવસે હનુમાનજીની પૂજા કરશે તેને શનિદેવ ક્યારેય નુકશાન નહીં પહોચાડે તેથી શનિવાર નાં દિવસે હનુમાનજીનું પૂજન જરૂર કરવું જોઈએ.
આ રીતે કરવી પૂજા
શનિવાર નાં દિવસે હનુમાનજી ની પૂજા કર્યા બાદ હનુમાનજીની સામે એક લોટ નો દીવો કરવો. ત્યારબાદ તેને સરસવનું તેલ અર્પણ કરવું અને સુંદરકાંડ અને હનુમાન ચાલીસા નાં પાઠ કરવા.
મંગળવારનો દિવસ
મંગળવાર નાં દિવસે હનુમાનજીની પૂજા કરવી લાભકારી ગણવામાં આવે છે. આ દિવસે હનુમાનજી નાં પાઠ કરવા આ દિવસે હનુમાનજી નાં પાઠ કરવાથી દરેક પ્રકારનાં સંકટો દૂર થાય છે સાથે જ મંગળ દોષ પણ દૂર થાય છે. માંગલિક કાર્ય સિદ્ધ થાય છે અને કર્જ માંથી મુક્તિ મળે છે માટે આ દિવસે હનુમાનજીની આરાધના કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.
આ રીતે કરવી પૂજા
મંગળ દોષ દૂર કરવા માટે આ દિવસે હનુમાનજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા બની શકે તો હનુમાનજીને લાલ રંગ નો ચોલો અર્પણ કરવો ત્યારબાદ હનુમાનજી ની સામે સરસવ નાં તેલનો દીવો કરી અને પૂજા કરવી.
તેરશ નો દિવસ
શાસ્ત્ર અનુસાર માગશર મહિનામાં શુક્લ પક્ષની તેરશ નાં દિવસે હનુમાનજી નું વ્રત કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તે દિવસે હનુમાનજી સાથે જોડાયેલ પૂજા અનુષ્ઠાન આ વગેરે શરૂ કરવા ઉત્તમ ગણવામાં આવે છે.
આ રીતે કરવું પૂજન
તેરસ ની તિથી નાં દિવસે સવારે ઉઠી અને સ્નાન કરી હનુમાનજી નાં પાઠ અને અનુષ્ઠાન કરવું. તેમજ સાંજનાં સમયે હનુમાનજી નાં મંદિરે જઈને હનુમાનજીની સામે દીવો કરવો.
હનુમાન જયંતી
હનુમાન જયંતી નાં દિવસે વિશેષ રૂપથી બજરંગ બલી ની આરાધના કરવામાં આવે છે દર વર્ષે ૨ હનુમાન જયંતી આવે છે. પહેલી જયંતી ચૈત્ર શુક્લ પુનમ નાં અને બીજી જયંતિ કાર્તિક કૃષ્ણ ચોથ નાં દિવસે આવે છે બંને દિવસ હનુમાનજીની પૂજા માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે. જોકે પહેલી ચૈત્ર મહિના ની તિથિ વિજય અભિનંદન મહોત્સવ નાં રૂપમાં જ્યારે બીજી તેમનાં જન્મદિવસ નાં રૂપમાં મનાવવામાં આવે છે. ચૈત્ર સુદ પૂનમ નાં દિવસે હનુમાનજી એ સૂર્ય ને ફળ સમજી અને ખાવા માટે દોટ મૂકી હતી તે દિવસે રાહુ પણ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવા માટે આવ્યા હતા હનુમાનજી ને જોઈને સૂર્યદેવે તેમને બીજા રાહુ સમજી લીધા તેમજ બીજી તિથિ અનુસાર કાર્તિક કૃષ્ણ ચતુર્થી નાં દિવસે તેમનો જન્મ થયો હતો.
આ રીતે કરવી પૂજા
હનુમાન જયંતી નાં દિવસે મંદિરે જય બજરંગ બલી ની પૂજા કરવી અને તેને ભોગ ધરાવવો.
પૂનમ અને અમાસ નાં દિવસે
પૂનમ અને અમાસ નાં દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે તે દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી ચંદ્ર દોષ, દેવ દોષ, માનસિક અશાંતિ અને દરેક ઘટના દુર્ઘટના થી રક્ષણ મળે છે.
આ રીતે કરવી પૂજા
પૂનમ અને અમાસ નાં દિવસે સાંજે મંદિરે જઈને હનુમાનજીની સામે બે દીવા કરવા અને હનુમાનજી સાથે જોડાયેલ પાઠ કરવા.