હવે આટલી મોટી અને સુંદર થઈ ગઈ છે બજરંગી ભાઈજાનની મુન્ની, ફોટોમાં જુઓ તેનો બદલાયેલો લુક

ફેમસ ફિલ્મ અભિનેતા સલમાન ખાન છેલ્લા ૩૧ વર્ષ થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. પોતાના ત્રણ દસકાથી વધારે લાંબા સમયમાં સલમાન ખાને ઘણા પ્રકારની ભૂમિકાઓ નિભાવી છે. ફેન્સ સલમાન ખાનના ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. સલમાન ખાને પોતાના કેરિયરમાં એક થી એક હિટ ફિલ્મ આપી છે. એવી જ તેમની એક સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાન વર્ષ ૨૦૧૫ માં આવેલી રીલીઝ થઈ હતી. ફિલ્મ બજરંગી ભાઈજાન બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકા ફેન્સ ને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ નું નિર્દેશક કબીર ખાને કર્યું હતું. સલમાન ખાનની સાથે અભિનેત્રી કરિના કપૂર અને અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી હતા. જયારે હર્ષાલી મલ્હોત્રા એટલે કે, બજરંગી ભાઈજાનની મુન્ની એ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
મુન્ની ની ભૂમિકા નિભાવનાર હર્ષાલી મલ્હોત્રા ખૂબ જ મોટી થઈ ગઈ છે. સાથે જ તે ખૂબ જ સુંદર દેખાય છે. ૩ જુન ૨૦૦૮માં મુંબઈમાં જન્મેલી હર્ષાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાની ફોટો શેયર કરતી રહે છે. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને પાંચ લાખથી પણ વધારે લોકો ફોલો કરે છે. બજરંગી ભાઈજાન થી હર્ષાલી ને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. પોતાની માસૂમિયત અને એક્ટિંગથી લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી. પાંચ છ વર્ષ બાદ હર્ષાલી નું લુક એકદમ બદલાઈ ગયું છે. ઉંમરની સાથે સાથે તે વધારે સુંદર લાગવા લાગી છે. તમે બજરંગી ભાઈજાનની અને અત્યારની હર્ષાલી ને જોશો તો બંનેમાં ઘણું અંતર જોવા મળશે.
હર્ષાલી સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેયર કરતી રહે છે. ફેન્સ તેમની ફોટો ખૂબ જ પસંદ કરે છે. સાથે જ તેમની પોસ્ટ પર ખૂબ જ કોમેન્ટ પણ આપે છે. હર્ષાલી સુંદર ફોટો શેયર કરવાની સાથે જ તેના પર શાનદાર કૈપ્શન પણ આપે છે. હર્ષાલીની ફોટો તે જોઈને તમે સમજી શકો છો કે, સુંદર હોવાની સાથે જ તે ખૂબ જ સ્ટાઇલિશ પણ છે. સોશિયલ મિડીયા પર પોતાના ગ્લેમરસ લુક થી તે ખુબજ પ્રશંસા મેળવી રહી છે.
જણાવી દઈએ કે, બજરંગી ભાઈજાન ૧૭ જુલાઈ ૨૦૧૫ માં રિલીઝ થઈ હતી. ૨૦૨૦ માં ફિલ્મને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે. ને હર્ષાલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું છે કે, ‘પાંચ વર્ષ પછી પણ હજી સુધી તે જાપાનના ઘણા ફિલ્મ સિનેમા ઘરોમાં ચાલી રહી છે. બજરંગી ભાઈજાન પર તમે લોકોએ જે પ્રેમ બતાવ્યો છે. તેના કારણે તે મારા માટે ખૂબ જ ખાસ રહેશે. સતત પ્રશંસા માટે ધન્યવાદ.’