હવે ભક્તો એ માં અંબાજી નાં દર્શન કરવા માટે, પાંચ હજાર દાદર ચડવા પડશે નહી

હવે ભક્તો એ માં અંબાજી નાં દર્શન કરવા માટે, પાંચ હજાર દાદર ચડવા પડશે નહી

ગુજરાત માં જૂનાગઢ નાં ગિરનાર પર્વત પર એશિયા નો સૌથી લાંબો રોપ-વે તૈયાર છે. હવે અંબા માતા નાં દર્શન કરવા માટે ભક્તો ને પાંચ હજાર સીડીઓ ચડવી નહિ પ.ડે હવે ગિરનાર ની તળેટી પરથી જ થોડી જ ક્ષણો માં મંદિર સુધી પહોંચી શકશો. પ્રધાનમંત્રી મોદીજી એ શનિવાર નાં દિવસે તારીખ ૨૪ ઓકટોબર નાં રોજ ઓનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું.ગુજરાત માં વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા દુનિયાનાં સૌથી વિશાળ એક લાખ દસ હજાર બેઠક ની ક્ષમતા વાળા મોટેરા સ્ટેડિયમ પછી હવે સૌરાષ્ટ્ર નાં જૂનાગઢ માં એશિયા ની સૌથી મોટી રોપ-વે તૈયાર થઈ છે.જેની લંબાઈ 168 મીટર છે. ૬૮ મીટર ઉંચા ટાવર દ્વારા રોપ-વે ની ટ્રોલી સીધા ગિરનાર પર્વતની તળેટી થી અંબાજી નાં મંદિરે પહોંચશે. એક કલાક માં ૮૦૦ લોકો જઈ શકશે ૨.૩ કિલોમીટર ની મુસાફરી કરવા માં એક ટ્રોલી માત્ર આઠ મિનીટ નો સમય લે.શે રોપ-વે માટે નો પહેલો વિચાર વર્ષ ૧૯૫૮ માં રાજરન કાલિદાસ શેઠ ને આવ્યો હતો. ત્યાર પછી ૧૯૬૮ માં તેને મંજૂરી મળી પરંતુ કામ શરૂ થઈ શક્યું નહીં.

Advertisement

૧૯૮૩ માં જૂનાગઢ નાં જિલ્લા કલેક્ટરે રાજ્ય નાં પર્યટન નિગમ ને તેની દરખાસ્ત મોકલી હતી. ગુજરાત વિધાનસભા માં પ્રોજેક્ટ નો પ્રસ્તાવ સૌપ્રથમ ૧૯૯૦ નાં સમય માં ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ઉઠાવ્યો હતો.૧૧૦ કરોડ નાં ખર્ચે બનાવામાં આવેલ એશિયા નો સૌથી લાંબો રોપ-વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ ગુજરાત નાં મુખ્ય પ્રધાન પદે આ પ્રોજેક્ટ સંભાળ્યો. વનવિભાગ ની જમીન પર્યટન વિભાગ ને સોંપવામાં આવી હતી. અને૧૬ માર્ચ ૨૦૦૭ નાં રોજ જમીન સંપાદન નું કાર્ય પૂર્ણ થયું હતું. ૧ મે ૨૦૦૭ નાં રોજ ગુજરાત નાં સ્થાપના દિવસે મોદીજી એ ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી કરી રોપ વે નો શિલાન્યાસ કર્યો. ટેકનિકલી સમસ્યા ને લીધે પાછળથી રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ  ઉત્તર પ્રદેશ નાં ગાઝિયાબાદ ની ઉષા બ્રેકો લિમિટેડ ને આ પ્રોજેક્ટ નું કામ સોંપ્યું. તથા ઓસ્ટીયા નાં એન્જિનિયરો ની મદદ થી રોપ-વે ની કામગીરી ઝડપથી આગળ વધી હતી. આશરે ૧૨૦ કરોડ રૂપિયા નાં ખર્ચે બનાવેલા એશિયા નો સૌથી લાંબો રોપ-વે તારીખ ૨૬-૧૦-૨૦૨૦ નાં રોજ કાયદેસર રીતે શરૂ થયો.

આ યોજનાને મંજૂરી મળી

૩૧ મે ૨૦૦૮ નાં રોજ ગિરનાર ને અભ્યારણ જાહેર કરવામાં આવ્યો. ત્યાર બાદ આ સમગ્ર બાબત રાજ્ય સરકાર નાં હાથ માંથી નીકળી અને કેન્દ્ર સરકાર નાં પાસે ડિસેમ્બર ૨૦-૨૧ ૨૦૧૦ નાં રોજ સેન્ટ્રલ વાઈલડ બોર્ડ ની સ્ટેન્ડિંગ કમિટી નાં સભ્યો સંભાવના ની તપાસ કરવા ગિરનાર આવ્યા હતા. અને ગીધ ને નુકસાન થાય તેવો રિપોર્ટ કેન્દ્ર સરકારને આપ્યો હતો.૧ ડિસેમ્બર ૨૦૧૦ નાં રોજ સંસદ સભ્ય ભાવનાબેન ચિખલીયા નેચરલ કલબ નાં અમૃત દેસાઈ  કેન્દ્ર સરકાર નાં તત્કાલીન વનમંત્રી કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે મળ્યા અને તેની મંજૂરી માટે ચર્ચા કરી. ત્યારબાદ પછી જ્યારે મંત્રી જયરામ જૂનાગઢ આવ્યા ત્યારે આ બધા તેઓને ફરીથી મળ્યા અને રોપ-વે બાબત મુદ્દો ઉઠાવ્યો. ત્યારબાદ તરત જ કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે તેને મંજૂરી આપી દીધી.

એક દિવસમાં આઠ હજાર યાત્રીઓ કરી શકશે રોપવે ની  સફર

 

ગુજરાત માં અગાઉ અંબાજી મંદિર ૧૯૯૮ થી પાવાગઢ ૧૯૮૬ થી સાપુતારા માં એક ખાનગી રોપ-વે કાર્યરત છે. ગિરનાર પર્વત પર રાજ્ય નો ચોથો રોપ-વે છે. તે સિમેન્ટ અને સ્ટીલ થી બનેલા નવ સ્પોર્ટ્સ પર નિર્માણ કરેલો છે. કેબલ નું કદ ૫૦ એમએમ છે. અને તેની લંબાઈ માં બે સ્ટેશનો બનાવામાં આવ્યા છે. આઠ લોકો ને બેસવાની ક્ષમતા વાળી  ૨૫ ટ્રોલીઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દર કલાકે ૮૦૦ મુસાફરો ને મંદિર માં પહોંચાડી શકશે. એક દિવસ માં લગભગ ૮૦૦૦ મુસાફરો રોપ-વે ની મજા લઇ શકશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *