હવે ફોન કરવા પર નહીં સંભળાય અમિતાભ બચ્ચન નો અવાજ, જાણો કોણ લેશે તેની જગ્યા

કોરોના ને રોકવા માટે અને તેનાં પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સરકારે ઘણા બધા પગલાં લીધા છે. તે બધામાંથી સરકારનું એક મોટું પગલું હતું. કોલર ટ્યુન ની મદદથી જાગૃતતા લાવવાનું. કોરોના ને લીધે કોલર ટ્યુન ને હિન્દી સિનેમાનાં દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનનાં અવાજમાં બદલવામાં આવી હતી. જોકે, અમિતાભ નાં અવાજ ને લઈને સમય સમય પર વિવાદ થતો પણ જોવા મળ્યો છે.અદાલતે અમિતાભ બચ્ચનનાં અવાજ વાળી કોલર ટ્યુન પર મોટો નિર્ણય લીધો છે. હવે કોઈપણ ને ફોન કરવા પર કોલર ટ્યુન નાં રૂપમાં અમિતાભ બચ્ચનનો અવાજ સાંભળવા મળશે નહીં. જણાવવામાં આવ્યું છે કે, હવે અમિતાભ બચ્ચન ની જગ્યાએ કોઇ મહિલાનો આવાજ સાંભળવા મળી શકે છે. પરંતુ તે હજુ પૂરી રીતે જાણી નથી શકાયું કે અમિતાભ બચ્ચન ની જગ્યાએ કઇ મહિલાનો અવાજ સાંભળવા મળશે.
અવાજ બદલવાની સાથે હવે કોલર ટ્યુન દરમિયાન આપવામાં આવતો સંદેશ પણ બદલવામાં આવશે. હવે લોકોને કોરોના થી બચાવ નહિ પરંતુ વેક્સિન નાં અભિયાન વિશે જાણકારી આપવામાં આવશે. કોરોના મહામારી થી નીપટવા માટે ભારત સરકારે વેક્સીનનું નિર્માણ કરી લીધું છે અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી દેશભરમાં અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. તેવામાં મોટાપાયે તેનો પ્રચાર અને પ્રસાર શરુ થઈ ગયો છે. આ સંબંધને અનુલક્ષીને સ્વાસ્થ્ય મંત્રાલય નાં સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવે છે.
જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનનાં અવાજને લઈને સમય સમય પર મુસીબત બતાવવામાં આવી છે. કોલર ટ્યુન માટે ની આવાજનાં વિરોધમાં વીતેલા દિવસોની ઘટનાઓનો ઉલ્લેખ પણ હતો. તેમાં એ કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતે કોરોના સંક્રમિત રહી ચૂક્યા છે. તેથી તેમનાં આવાજ નો ઉપયોગ કોરોના પ્રતિ જાગૃતતા માં ન થવો જોઈએ. અમિતાભ બચ્ચનની સાથે તેનો પૂરો પરિવાર જુલાઈ મહિનામાં કોરોના સંક્રમિત રહી ચુક્યો છે. એક જયા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો હતો.
જાણકારી અનુસાર અમિતાભ બચ્ચનનાં આવાજનાં વિરોધમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નાં એક રાકેશ નામના સામાજીક કાર્યકર્તા એ કહ્યું હતુ કે, સરકારશ્રી નો ધ્યેય આ કોલર ટ્યુન દ્વારા લોકોને કોરોના બચાવ પ્રત્યે જાગૃત કરવાનો છે જયારે અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સ્થિતિને જોતા અમિતાભ બચ્ચનનાં અવાજ નો ઉપયોગ કરવો ઉચિત નથી.
વર્કફ્ર્ન્ટ ની વાત કરીએ તો અમિતાભ બચ્ચન આ દિવસોમાં પોતાના કરોડો ચાહકોનો પોતાના ટીવી શો “કોન બનેગા કરોડપતિ” દ્વારા મનોરંજન કરી રહ્યા છે. કેબીસી ૧૨ ઓક્ટોબર થી ચાલી રહ્યું છે. અમિતાભનો આ શો અંતિમ પડાવે પહોંચી ગયો છે. આ ઉપરાંત ૭૮ વર્ષીય અમિતાભ બચ્ચન જાહેરાતોમાં પણ કામ કરી રહ્યા છે.તેમની ફિલ્મો વિશે વાત કરીએ તો છેલ્લી વાર તેઓ આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ “ગુલાબો સીતાબો” માં નજર આવ્યા હતા.તેમની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મ બીગ-બી ની સાથે મુખ્ય ભૂમિકાઓમાં અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોવા મળશે.