હેમકુંડ સાહેબમાં ગુરુ ગોવિંદજી એ કરી હતી તપસ્યા, જાણો તેની સાથે જોડાયેલી કથા

હેમકુંડ સાહેબમાં ગુરુ ગોવિંદજી એ કરી હતી તપસ્યા, જાણો તેની સાથે જોડાયેલી કથા

ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં આવેલ હેમકુંડ સાહેબજી શિખ લોકોનું એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શિખો આ સ્થળ પર જાય છે. હેમકુંડ સાહેબજી સાથે  જોડાયેલી માન્યતા અનુસાર આ જગ્યા પર શીખો નાં દસ માં ગુરુ ગોવિંદસિંહે ઘણા વર્ષો સુધી ત્યાં તપસ્યા કરી હતી. આજે ત્યાં એક ગુરુ દ્વારા બનાવવામાં આવ્યું છે. અને ભક્તો દર્શન કરવા માટે તે જગ્યા પર જાય છે. ગુરુદ્વારાની સાથે જ એક પવિત્ર સરોવર છે જેને  હેમ સરોવર નાં નામથી ઓળખવામાં આવે છે જે લોકો ગુરુદ્વારામાં દર્શન કરવા માટે જાય છે તેઓ સૌથી પહેલા હેમ સરોવરમાં સ્નાન કરે છે અને પવિત્ર થઈને ગુરુદ્વારામાં જાય છે. આ જગ્યા પર લગભગ ૧૫ હજાર ૨૦૦ ફૂટ ઊંચાઈ આવેલી છે ત્યાં ભકતો માટે દરેક પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ જગ્યા ની પાસે એક મંદિર છે. જે ભગવાન લક્ષ્મણજીને સમર્પિત છે. આ મંદિરને વિષે કહેવામાં આવે છે કે, ત્યાં દર્શન કરવા માટે પહેલા ગુરુ ગોવિંદસિંહ ગયા હતા તેઓએ ત્યાં જઈને પૂજા કરી હતી તેથી જે પણ લોકો હેમકુંડ સાહેબજી જાય છે તે આ મંદિરમાં દર્શન કરવા જરૂર જાય છે. હેમકુંડ સાહેબજી છે માં બનેલ ગુરુદ્વારા ખૂબ જ ભવ્ય રીતે બનાવેલ છેઆ ગુરુદ્વારા ૧૦ ચોરસ ફૂટ નાં રૂમ માં બનેલું. આ જગ્યા નો ખ્યાલ આવ્યા બાદ ૧૯૩૭ માં ત્યાં એક ઝુંપડી જેવું બનાવીને ત્યાં શ્રી ગુરુ ગ્રંથસાહેબજી ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ત્યાં વર્ષ ૧૯૬૦માં ત્યાં લગભગ ૧૦ ચોરસ ફૂટ બનાવવામાં આવ્યો અને તેને ગુરુદ્વારા સાહેબ નું રૂપ દેવામાં આવ્યું.

દસ માં ગ્રંથ મુજબ પાંડુ રાજા આ જગ્યા પર આવીને યોગ કરતા હતા. સંત સોહનસિંહ  જે શીખ ધર્મનો ઉપદેશ આપતા હતા તેમને એકવાર ઉપદેશ દરમિયાન ગુરુ ગોવિંદસિંહ નાં તપસ્યા સ્થળ નો વિચાર આવ્યો જેથી ત્યારબાદ તેઓએ આ જગ્યાની શોધ કરી હતી તેમની શોધ સફળ થઈ હતી અને આ જગ્યા મળી ગઈ હતી અને ત્યારથી જ ભક્તોનું ત્યાં જવાનું શરૂ  થયું આ જગ્યા વિશે ગુરુ ગોવિંદસિંહજી ની આત્મકથા માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જગ્યા નું વર્ણન રામાયણમાં પણ મળે છે આ જગ્યા ગુરુ ગોવિંદસિંહજી નાં ત્યાં ગયા પહેલા પણ તીર્થ સ્થળ હતી. આ જગ્યા પહેલા લોકપાલ નાં નામે ઓળખાતી હતી  જેનો મતલબ વિશ્વનું રક્ષણ થાય છે.કથા અનુસાર લોકપાલ માં પહેલા લક્ષ્મણજી  ધ્યાન કરતા હતા. માટે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકો પણ આ જગ્યા પર જાય છે.

હેમકુંડ સાહેબજી પહોંચવું ખૂબ જ સરળ છે. જોષીમઠ બદ્રીનાથ નાં મુખ્ય રોડથી આ જગ્યા ૨૨ કિલોમીટર દૂર છે. ૨૨ કિલોમીટર નો આ રસ્તો પહાડો થી ઘેરાયેલ છે. જે ઊંચાઇ પર હોવાના કારણે ત્યાં દર વર્ષે ઠંડી રહે છે. જો તમે ત્યાં જવા ઈચ્છા હોવ તો તમારી સાથે ગરમ કપડાં જરૂર લઈ જવા. આ જગ્યા પર ઘણી હોટેલો અને ધર્મશાળાઓ છે જ્યાં તમે રોકાઇ શકો છે, જોકે તેમાં તમારે પહેલેથી બુકિંગ કરવાની રહે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *