હિમોગ્લોબીન ઓછું હોવાથી કિડની પર પડે છે ખરાબ અસર, જાણો કયા ફુડ થી વધેછે તેનું સ્તર

જ્યારે હીમોગ્લોબિન નું સ્તર નીચું જાય છે. એટલે કે, શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઓછી થાય છે ત્યારે આ સ્થિતિને એનીમિયા કહેવામાં આવે છે. આ કોઈ બીમારી નથી પરંતુ ઘણી બીમારીનું કારણ બની શકે છે. આયર્ન ની કમી સંધિવા, કેન્સર કિડની નાં રોગનું કારણ બની શકે છે. જણાવી દઈએ કે, હિમોગ્લોબીન નું મુખ્ય કામ ફેફસા માંથી ઓક્સીજન લઈને શરીર નાં દરેક ભાગમાં પહોંચાડવાનું છે. આ ઉપરાંત ની હિમોગ્લોબીન માત્રા ઓછી હોવાને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા, સોજાની સમસ્યા પણ થાય છે. ચાલો જાણીએ તેની પરેશાની અને તેને નિયંત્રણમાં લાવવાના ઉપાયો
કોને થાય છે
પુરુષોની તુલનામાં મહિલાઓ માં વધારે જોવા મળે છે. ખાસ કરીને પ્રેગ્નેટ મહિલાઓની સ્થિતિ વધારે ખતરનાક હોય છે. હેલ્થ એકસ્પટ મુજબ હિમોગ્લોબીન ની કમી ને કારણે શારીરિક દુર્બળતા વધે છે. અને તેની ખરાબ અસર બાળક પર પણ થાય છે. આ ઉપરાંત પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ થવાના કારણે હિમોગ્લોબીન ની કમી થઇ શકે છે. યુનિસેફ મુજબ ભારતમાં ૧૫ થી ૧૯ વર્ષ ની ૫૬ ટકા છોકરીઓ અને ૩૦ ટકા છોકરાઓ એનિમિયા થી પીડિત છે. જણાવી દઈએ કે, પુરુષોમાં સામાન્ય સ્તર ૧૩.૫ થી ૧૭.૫ ગ્રામ પ્રતી ડેસીલીટર હોય છે જ્યારે મહિલાઓમાં ઓછામાં ઓછુ ૧૨ થી ૧૫.૫ ગ્રામ પ્રતિ ડેસી લીટર હિમોગ્લોબીન ની માત્રા ને યોગ્ય ગણાય છે.
લો હિમોગ્લોબીન નાં લક્ષણો
ચક્કર આવવા, થાક લાગવો, ત્વચા પીળી પડી જવી, માથાનો દુખાવો થવો, પગ નાં તળિયા અને હથેળી ઠંડા પડવા. સતત માથામાં દુખાવો, શરીરમાં તાપમાન ની કમી અને આંખોની નીચે કાળા કુંડાળા હીમોગ્લોબિન ની કમીના સાધારણ લક્ષણો છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબીન ની માત્રા ઓછી થાય છે ત્યારે આ લક્ષણો જોવા મળે છે.
કઈ રીતે વધારવું હીમોગ્લોબિન નું સ્તર
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ જીવનશૈલીમાં પરિવર્તન લાવીને હિમોગ્લોબીન ની કમીને દૂર કરી શકાય છે. સ્વસ્થ ખાન-પાન હીમોગ્લોબિન નું સ્તર યોગ્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આયર્ન થી ભરપુર ફુડ નો તમારી ડાયટમાં સમાવેશ કરો. સાથેજ ડાયટમાં ફળ અને શાકભાજી, આંબળા, પિસ્તા, લીંબુ, સુકી કિસ્મસ, કેળા, અંજીર, બદામ, કાજુ, અખરોટ, તુલસી, ચણા અને તલ લેવાથી લોહીની ઊણપ દૂર થાય છે.