હાઈટ વધારવામાં મદદગાર સાબિત થાય છે આ ફુડ્સ, જાણો હાઈટ વધારવાનાં ઘરેલુ ઉપાયો

સામાન્ય રીતે એક નિશ્ચિત સમય કે ઉંમર સુધી જ લોકો ની લંબાઈ વધે છે. પરંતુ ક્યારેક અનુવાંશિક કારણો અને ઘણી વાર હેલ્ધી ડાયટ કે કોઈ બીમારીનાં કારણે ઓઅન લંબાઈ એટલી નથી વધી શકતી. એવામાં હાઈટ વધારવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે. એટલું જ નહીં લોકો દવાઓનો ઉપયોગ કરવાનું પણ ચૂકતા નથી. જોકે તે આ રીતે શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. વિશેષજ્ઞો નું માનવું છે કે, સારી ડાયટ લંબાઈ લંબાઈ વધારવામાં મદદરૂપ થાય છે. એવામાં આજે અમે તમને ખાણીપીણી સાથે જોડાયેલી ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારી હાઈટ વધારવા માં મદદગાર સાબિત થશે.
હેલ્થ વિશેષજ્ઞો અનુસાર લોકોએ હેલ્ધી ડાયટ ફોલો કરવું ખૂબ જ આવશ્યક છે લોકો જે પણ ખાય છે તેમાંથી મળતાં પોષક તત્વો નું શરીર નાં વિકાસ માં ખુબ જ યોગદાન હોય છે. એવામાં જરૂરી છે કે, બેલેન્સ ડાયટ નું સેવન કરવું. જેમકે કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન અને પ્રોટીન મોજુદ હોય સાથે જ કોશિશ કરવી કે મીઠાઈ ઓછી ખાવી અને યુવાવસ્થામાં સિગરેટ, શરાબ પીવાથી બચવું. સાથે જ દૂધ અને જ્યુસ જેવા તરલ પદાર્થો નું વધારે સેવન કરવું.
પાનવાળા શાકભાજી
પાનવાળા શાકભાજી માં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન કે ની પ્રચુર માત્રા હોય છે. તે દરેક તત્વો હાડકાઓની ધનતા વધારવામાં મદદરૂપ થાય છે. જેનાથી હાઈટ વધવામાં મદદ મળે છે. જેમ કે પાલક, મેથી , મૂળો ,કોબી ને તમારી ડાયટમાં સામેલ કરવા.
ઈંડા
ઈંડાને પોષક તત્વો નો ખજાનો ગણવામાં આવે છે. વિટામીન સી ઉપરાંત દરેક પ્રકારન નાં ન્યુટ્રિઅન્સ તેમાં મોજુદ હોય છે. જે હાડકાંને મજબૂતી પ્રદાન કરે છે. સાથે જ એક શોધ મુજબ રોજ ઈંડા ખાવાથી હાઈટ વધે છે.
ભરપૂર પીવો પાણી
હેલ્થ ખાવાની સાથે છો પાણી પીતા રહેવું જરૂરી છે. વિશેષજ્ઞો જણાવે છે કે, વધારે પાણી પીવાથી શરીરમાં મોજુદ ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે જેનાથી શરીર ને ગ્રોથ મળે છે. એટલું જ નહીં પાણી પીતા રહેવાથી શરીરમાં ગેસ ઓછો થાય છે. જેનાથી હોર્મોન ને એક્ટિવિટી વધારવામાં મદદ મળે છે. આ ઉપરાંત બદામ, માછલી ખાવાથી પણ હાઈટ વધે છે. સારી ડાયટની સાથે સાથે શારીરિક ગતિવિધિઓ વધારવી જોઈએ અને ભરપૂર ઊંઘ લેવી જોઈએ.