હિમાચલમાં સ્થિત છે દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ, દર્શન માત્ર થી થાય છે દરેક મનોકામના પૂર્ણ

હિમાચલમાં સ્થિત છે દુનિયાનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ, દર્શન માત્ર થી થાય છે દરેક મનોકામના પૂર્ણ

હિમાચલ પ્રદેશમાં આ દિવસોમાં ૧૧ હજાર ફૂટ ઊંચાઈ પ્રાકુતિક શિવલિગ ચર્ચા નો વિષય બનેલ છે અને લોકો દૂર-દૂરથી આ શિવલિંગ જોવા માટે આવી રહ્યા છે. આ શિવલિંગ મનાલી થી ૨૫ કિલોમીટર દુર સોલાનાળા ની પાસે અંજની મહાદેવ માં બન્યું છે. આ શિવલિંગનો આકાર ૩૦ ફૂટથી વધારે ઊંચો છે. આ પ્રાકૃતિક શિવલિંગ ને જોવા માટે લોકોની ભીડ મનાલીમાં આવી રહી છે. અંજની મહાદેવ પરથી પડતા ઝરણા એ બરફ નું સ્વરૂપ ધારણ કરી લીધું છે જે શિવલિંગ નાં આકારનું છે અને તેનો આકાર દિવસેને દિવસે વધી રહ્યો છે કહેવામાં આવે છે કે, શિવલિંગનો આકાર ફેબ્રુઆરી નાં છેલ્લા અઠવાડિયા સુધી વધશે અને તે સમયે ત્યાં નું તાપમાન શૂન્ય પર હશે જેના કારણે શિવલિંગ નાં આકારમાં સતત વધારો થતો રહેશે. માનવામાં આવે છે કે, આ શિવલિંગ એપ્રિલ, મે અને જૂન સુધી બની રહેશે અને તે સમય દરમિયાન લાખોની સંખ્યામાં લોકો તેનાં દર્શન કરવા જાય છે.

અંજની મહાદેવ પાસે આ પ્રાકુતિક શિવલિગ બન્યું છે અને આ જગ્યા ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ છે. માન્યતા છે કે, ત્રેતાયુગમાં માતા અંજની એ  પુત્રની પ્રાપ્તિ અને મુક્તિ મેળવવા માટે આ જગ્યા પર તપસ્યા કરી હતી. ઘણા વર્ષો સુધી ત્યાં અંજની માતા એ ધ્યાન કર્યું હતું અને તપસ્યા થી ખુશ થઈને ભગવાન શંકરે તેમને દર્શન આપ્યા હતા. ત્યારથી ત્યાં પ્રાકૃતિક રીતે બરફનું શિવલીંગ બની રહ્યું છે. માન્યતા છે કે આ શિવલિગ નાં દર્શન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ખુલ્લા પગે આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ

અંજલી મહાદેવ નાં દર્શન કરવા માટે અન્ય રાજયોમાંથી લોકો આવી રહ્યા છે આ શિવલિગ નાં દર્શન કરવા માટે લોકો ખુલ્લા પગે ત્યાં જાય છે એટલી ઠંડી હોવા છતાં પણ લોકો ની ભક્તિ પર કોઈ અસર પડી રહી નથી. લોકો ઠંડીની દરકાર કર્યા વિના સો મીટર સુધી ખુલ્લા પગે આવી રહ્યા છે ત્યાંના સ્થાનિય નિવાસીઓ નાં મત મુજબ આ કોઈ દિવ્ય ચમત્કાર જ છે કે, બરફમાં ખુલ્લા પગે ચાલવાથી પણ શ્રદ્ધાળુઓને કોઇ નુકસાન થતું નથી. આ દિવસોમાં ત્યાં યાત્રાળુઓની ભીડ જોવા મળે છે.

કઈ રીતે જ પહોંચવું

અંજની મહાદેવ સરળતાથી પહોંચી જઈ શકાય છે. મનાલીથી સોલાનાળા સુધી ૧૫ કિલોમીટરની મુસાફરી ટેક્સી થી કરી શકાય છે સોલાનાળા થી અંજલી મહાદેવ સુધી પાંચ કિલોમીટર તમે પગપાળા કે ઘોડા પર સવારી કરી શકો છો. અંજલિ મહાદેવ નજીક એક એડવેન્ચર પાર્ક પણ બની રહ્યું છે. જેથી ત્યાં જનાર યાત્રિકો ને ત્યાં વધુ સમય પસાર કરવાની તક પ્રાપ્ત થાય.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *