હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે બાળકનું મુંડન સંસ્કાર, જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ

હિન્દુ સનાતન ધર્મમાં મનુષ્ય નાં પુરા જીવનકાળ દરમ્યાન ૧૬ સંસ્કાર બતાવવામાં આવ્યા છે. જેમાંથી એક મુંડન સંસ્કાર પણ મુખ્ય સંસ્કાર છે. હિન્દુ ધર્મમાં મુંડન સંસ્કાર ની પરંપરા ખૂબ જ પહેલેથી ચાલી આવે છે. કોઈપણ બાળકો નું મુંડન સંસ્કાર પવિત્ર સ્થળ પર કરવામાં આવે છે. માતા નાં ગર્ભમાંથી જન્મ લેનાર બાળક નાં માથા પર જે વાળ હોય છે તેને દુર કરવાની પરંપરા ને મુંડન સંસ્કાર કહેવામાં આવે છે. મુંડન સંસ્કાર કરવા પાછળની ઘણી માન્યતાઓ અને તર્ક છે. નવજાત બાળક નું મુંડન સંસ્કાર કરવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ બન્ને છે. આમ ફક્ત ધાર્મિક કારણ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે મુંડન સંસ્કાર પાછળ તો ચાલો જાણીએ, મુંડન સંસ્કાર નું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
હિન્દુ ધર્મમાં શા માટે કરવામાં આવે છે મુંડન સંસ્કાર
હિંદુ ધર્મ શાસ્ત્ર ની માન્યતા અનુસાર બાળકનું બળ, આરોગ્ય અને તેજ ને વધારવા અને ગર્ભાવસ્થાની અશુદ્ધિઓને દૂર કરવા માટે મુંડન સંસ્કાર ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્કાર ગણવામાં આવે છે. મુંડન સંસ્કાર કરવા પાછળ પૌરાણિક માન્યતા છે કે, તેનાથી બાળકને બુદ્ધિ માં વૃષ્ટિ થાય છે જેનાથી બૌદ્ધિક વિકાસ સારી રીતે થઈ શકે છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે, ગર્ભ નાં વાળ નું વિસર્જન કરવાથી બાળકને પૂર્વજન્મ નાં શ્રાપથી મુક્તિ મળે છે.
મુંડન કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ
નવજાત બાળકનું મુંડન કરવા પાછળ નું એ તર્ક છે કે, જ્યારે પણ બાળક જન્મ લે છે ત્યારે તેના વાળ માં ખૂબ જ કીટાણું અને બેક્ટેરિયા હોય છે અને માથા ની ત્વચામાં ખુબ જ ગંદગી હોય છે જેના કારણે તેની સારી રીતે સફાઈ કરવા માટે તેના જન્મ નાં વાળને દૂર કરવામાં આવે છે.
જન્મ નાં કેટલા સમય બાદ કરવામાં આવે છે મુંડન
શિશુ નાં જન્મ બાદ એક, કે ત્રણ વર્ષ અથવા પરંપરા અનુસાર પાંચ અથવા સાત વર્ષે મુંડન સંસ્કાર ની પ્રથા છે. આ ઉપરાંત જો કોઈ બાળક ને સવા માહીનો પૂર્ણ થયા બાદ પણ ધાર્મિક સ્થળ પર લઈ જાઈને મુંડન કરવામાં આવે છે.અથવા કુળ દેવી નાં મંદિરે લઈ જઈને મુંડન કરવામાં આવે છે.