હનુમાનજી ની આ સમયે અને આ વિધિથી પૂજા કરવી, દરેક મનોકામના થશે પૂર્ણ

હનુમાનજી ની આ સમયે અને આ વિધિથી પૂજા કરવી, દરેક મનોકામના થશે પૂર્ણ

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે, બજરંગ બલી હનુમાનજી દરેક દેવી દેવતાઓમાં સૌથી શક્તિશાળી દેવતા ગણવામાં આવે છે. હનુમાનજી શ્રી રામજી નાં પરમ ભક્ત છે અને તે જલ્દીથી પ્રસન્ન થનાર દેવતા ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી તેની આરાધના કરી તો તેનાં જીવનની દરેક પરેશાની દૂર થાય છે. હનુમાનજીની આરાધના કરનાર લોકોનાં જીવનમાંથી મોટામાં મોટા કષ્ટો દૂર થાય છે. એટલું જ નહીં દરેક ગ્રહ દોષ માંથી પણ જલદીથી મુક્તિ મળે છે.

કળિયુગ માં બજરંગ બલી હનુમાનજી ની આરાધના કરવાથી જલ્દીથી ફળની પ્રાપ્તિ થાય છે. એવું જાણવામાં આવે છે કે, હનુમાનજી ની કૃપા થી શનીદેવ નાં ખરાબ પ્રભાવથી પણ છુટકારો મળે છે. શાસ્ત્રો અનુસાર જીવનમાં પરેશાનીથી છુટકારો મેળવવા માટે હનુમાનજી ની આરાધના અને રામબાણ ઉપાયો વિશે વર્ણન કરવામાં આવ્યું છે. હનુમાનજી હમેશા શ્રી રામજીની ભક્તિ માં લીન રહે છે. પૌરાણિક માન્યતા અનુસાર જયારે બજરંગ બલી વિશ્રામ કરવા માટે જાય છે ત્યારે એ સમય દરમિયાન જો કઈ માંગવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. આજે અમે આ આર્ટીકલ નાં માધ્યમથી હનુમાનજી ની કઈ રીતે આરાધના કરી જીવનની દરેક પરેશાની માંથી મુક્તિ મેળવી શકાય છે તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

 ગ્રહ દોષ થી મુક્તિ મળે છે

જો  તમારે જીવનમાં કોઈ ગ્રહ નાં ખરાબ પ્રભાવથી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય એવી સ્થિતિમાં રાત્રિનાં સમયમાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે તો તેનાથી તમને વિશેષ ફળ ની પ્રાપ્તિ થાય છે અને ગ્રહદોષથી છુટકારો મળે છે. રાત નાં સમયમાં હનુમાન ચાલીસા નાં પાઠ કરવા એકવાર નહીં ત્રણ વાર કરવા. હનુમાન ચાલીસા નાં પાઠ કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

વિદેશમાં કામ મેળવવા માટે

આજકાલના સમયમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે વિદેશમાં જઈને કામ કરે અને એટલું જ નહીં ઘણા વિદ્યાર્થીઓ એવું ઇચ્છે છે કે, તે વિદેશમાં જ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે તમે પણ વિદેશમાં કામ કરવા કે અભ્યાસ પ્રાપ્ત કરવા ઇચ્છતા હોવ તો દરરોજ સૂર્યાસ્ત બાદ રાતનાં ૮.૩૦ કલાકે હનુમાન ચાલીસા નાં પાઠ કરવા. નવ દિવસ સુધી ૧૦૮ વાર હનુમાન ચાલીસા નાં પાઠ પૂર્ણ કરવા પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે, આ કામ ૯ દિવસની અંદર પૂર્ણ થઈ જવું જોઈએ અને હનુમાન ચાલીસા નાં  પાઠની સંખ્યા ૧૦૮ થવી જોઈએ આ કાર્ય કરવાથી વિદેશમાં કામ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સફળતા મળેછે.

તમારું બાળક તમારી વાત ન માનતું હોય

હંમેશા જોવામાં આવે છે કે સંતાનની સાથે કોઇ ને કોઇ પ્રકારે દરેક માતા-પિતાને પ્રોબ્લેમ રહે છે અથવા તો તમારું સંતાન તમારી વાત માનતું ન હોય ત્યારે આવી સ્થિતિમાં રાત્રીના ૮ કલાકે હનુમાન ચાલીસા નાં પાઠ કરવા હનુમાનજી ને તમારા જીવનની પરેશાનીઓ નું સમાધાન કરવાની પ્રાર્થના કરવી. આ ઉપાય દરરોજ કરવો. જો રોજ ન કરી શકો તો મંગળવાર અને શનિવાર નાં દિવસે તો અચૂક કરવો. મંગળવાર અને શનિવાર નાં દિવસે આ ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *