હોળાષ્ટક માં આ કામ કરવાથી ઘરમાં રહેશે નહી ધનની કમી, થશે પૈસાની રેલમછેલ

હોળાષ્ટક માં આ કામ કરવાથી ઘરમાં રહેશે નહી ધનની કમી, થશે પૈસાની રેલમછેલ

માર્ચ મહિનામાં હોળીનો પાવન તહેવાર આવી રહ્યો છે. તેની પહેલા હોળાષ્ટક શરૂ થઈ જશે. દરેક વર્ષે હોળીનાં લગભગ આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જાય છે. હિન્દુ પરંપરા મુજબ આ વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમની તિથિ થી હોળાષ્ટક શરૂ થશે. એવામાં ૨૨ માર્ચ થી શરૂ થઈને ૨૮ માર્ચ સુધી ચાલશે. હોળાષ્ટક સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.

જેમ કે જ્યારે હોળાષ્ટક ચાલી રહ્યા હોય ત્યારે લગ્ન, વાહન ખરીદી અથવા તો વાસ્તુ મુહૂર્ત અન્ય માંગલિક કાર્યો રાખી શકાતા નથી. પરંતુ હોળાષ્ટક માં ભગવાનની પૂજા પાઠ અને તેનું સમરણ ભજન વગેરે કરી શકાય છે. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત તમે હોળાષ્ટક દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરી શકો છો જેનાથી તમને ઘણા લાભ પ્રાપ્ત થઇ શકે છે. જે આ પ્રકારે છે.

સંતાન માટે

જો કોઈ કપલ્સને સંતાનપ્રાપ્તિ થઈ રહી ન હોયતો હોળાષ્ટક માં લડુ ગોપાલ ની વિધિ વિધાનથી પૂજા કરવી. આ દરમિયાન હવન કરવો. તેમાં ગાયનું શુદ્ધ ઘી અને સાકર નો ઉપયોગ કરવો. આ ઉપાય કરવાથી નિસંતાન લોકોને સંતાનની પ્રાપ્તિ થાય છે.

કરિયરમાં સફળતા મેળવવા માટે

જો તમને કરિયરમાં સફળતા મેળવવા ઇચ્છતા હોવ તો હોળાષ્ટકમાં આ ઉપાય કરવો. અને ઓફિસમાં જ જવ, તલ અને સાકર થી હવન કરાવો. એવું કરવાથી કેરિયરમાં આવનારી દરેક પરેશાનીઓને દૂર થાય છે. અને તમે જે ફિલ્ડમાં કામ સ્ટાર્ટ કરશો તેમાં તમને સરળતાથી સફળતા પ્રાપ્ત થશે.

ધન પ્રાપ્તિ માટે

જો તમે આર્થિક રૂપથી કમજોર હોવ અને ધન કમાવા ઈચ્છતા હોવ તો હોળાષ્ટક માં આ ઉપાય જરૂર કરવો. કરણ નાં ફૂલ, ગાંઠ વાળી હળદર, પીળા સરસવ અને ગોળ દ્વારા તમારા ઘરમાં હવન કરાવો એવું કરવાથી પૈસા સાથે જોડાયેલ દરેક પરેશાની દૂર થાય છે. એટલું જ નહીં સંપત્તિ સાથે જોડાયેલ બાબતોમાં લાભ પ્રાપ્ત થાય છે.

સારા સ્વાસ્થ્ય માટે

 

જો તમે તમારી હેલ્થ સારી રાખવા ઈચ્છતા હોવ તો હોળાષ્ટક દરમિયાન મહામૃત્યુંજય મંત્રનાં જાપ કરવા જોઈએ. આ જાપ કર્યા બાદ ગૂગળ થી હવન કરાવો. એવું કરવાથી અસાધ્ય રોગોથી પણ મુક્તિ મળે છે.

સુખમય જીવન માટે

જો તમારા જીવનમાં વધારે દુઃખ હોય અને તમે દુઃખ દૂર કરવા ઇચ્છતા હોવતો હોળાષ્ટક દરમિયાન હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામ નામનાં પાઠ શરૂ કરવા તેનાથી તમારા દરેક દુઃખો સમાપ્ત થશે. અને જીવનમાં ખુશીઓ નું આગમન થશે. તમારી લાઈફ સુખ અને સુવિધાઓથી ભરપૂર રહેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *