હોટલ રૂમમાં પંખા સાથે લટકતી મળી આ અભિનેત્રી, ઘણા સમયથી તેનાં મંગેતર સાથે જ રહેતી હતી

૨૦૨૦ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વિશ્વ માટે ખૂબ જ ખરાબ રહ્યું છે .આ વર્ષે આપણે ઘણા સેલિબ્રિટીઝ ને ગુમાવ્યા છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માંથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. સાઉથ નાંફેમસ અભિનેત્રી વિજે ચિત્રા એ આજે ૯ ડિસેમ્બર નાં સવારે સુસાઇડ કર્યું છે. તેઓ ફક્ત ૨૮ વર્ષના જ હતા. તેમની લાશ ચીન ની નસર પેટ માં એક હોટલમાંથી મળી આવી છે. તેઓએ ફાંસી ખાઈને દુનિયાને અલવિદા કહી છે.ઘણા સમય પહેલા ચિત્રા ની સગાઈ ફેમસ બિઝનેસમેન હેમંત રવિ સાથે થઈ હતી.જાણકારી અનુસાર બંને સાથે જ રહેતા હતા.તમને જણાવીએ દઈએ કે, ચિત્રા ને આપણે ‘પાંડિયન સ્ટોર’ સિરીયલ માં જોઈ ચૂક્યા છીએ. આ શો થી તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ શો વિજય ટીવી પર ટેલીકાસ્ટ થયો હતો. આ શોમાં તેમણે મૂલઈ ની ભૂમિકા ભજવી હતી.
સૂત્રોનું માનવું છે કે, ચિત્રા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી તે જ કારણે તેઓએ સુસાઇડ જેવું પગલું ભર્યું છે. તેમનાં મૃત્યુ થી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દુઃખ નાં વાદળો છવાયા છે. ચિત્રા નાં મંગેતર હેમંત ના કહેવા મુજબ ઈવીપી ફિલ્મ સીટી માંથી શૂટિંગ કરીને ગત રાતે લગભગ ૨:૩૦ તે હોટલે આવી હતી. હોટલે આવ્યા બાદ ચિત્રા નાં મંગેતરે કહ્યું કે તે નાહવા ગઈ હતી. જ્યારે ખૂબ જ વાર લાગી અને તે બહાર ના આવી ત્યારે હેમંતે દરવાજો ખખડાવ્યો જ્યારે અંદરથી ચિત્રાએ કોઈ અવાજ ન આપ્યો ત્યારે હેમંતે તરત જ હોટેલ સ્ટાફને સૂચના આપી. હોટલનાં સ્ટાફે ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલ્યો ત્યારે અને ચિત્રા સીલિંગ સાથે લટકતી મળી.
ચિત્રા નાં મૃત્યુ ને લઈને તેનાં મિત્રો અને પરિવાર નાં સભ્યો એ હજી સુધી કોઈ માહિતી આપી નથી. અભિનેત્રીનાં મુત્યુ થી તેમના ફેન્સ ખૂબ જ દુઃખી છે. તેઓને વિશ્વાસ જ નથી આવતો કે પોતાની ફેવરિટ અભિનેત્રી આ દુનિયામાંથી ચાલી ગઈ છે. તેઓ સોશિયલ મીડિયા પર ચિત્રા ની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચિત્રા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમને ૧૫ લાખથી વધુ લોકો ફોલો કરતા હતા.