પોતાની પ્રેગ્નેન્સીને કમાણીનો સ્ત્રોત બનાવી લે છે આ સેલિબ્રિટીઓ, કરોડો હોય છે તેમની આવક

સોશિયલ મીડિયાનાં આ જમાનામાં ફ્રેન્ડ્સ પોતાના ફેવરિટ સેલિબ્રિટીને જોવાનું ખૂબ જ પસંદ કરે છે. ખાસ કરીને જ્યારે આ સિતારાઓનાં લગ્ન થાય છે અથવા તો તેઓ પ્રેગ્નન્ટ બની જાય છે, તો લોકોને દિલચસ્પી વધી જતી હોય છે. સેલિબ્રિટીઝ પણ ફેન્સનાં ઇન્ટરેસ્ટનો ફાયદો ઉઠાવે છે અને કરોડોની કમાણી કરી લેતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જ્યારે સિતારાઓ પ્રેગનેટ થાય છે, તો તેનાથી પણ તેઓ ખૂબ જ કમાણી કરી લેતા હોય છે.
હાલના દિવસોમાં કરીના કપૂર ગર્ભવતી છે અને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનાં ઘરમાં હાલમાં જ દીકરીનો જન્મ થયો છે. આ બંને એક્ટ્રેસ પોતાની ગર્ભાવસ્થામાં અલગ-અલગ માધ્યમોથી કરોડોની કમાણી કરી છે. હકીકતમાં આ લોકો પ્રેગ્નન્સી દરમિયાન અલગ અલગ પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરીને ખૂબ પૈસા કમાય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ સેલીબ્રીટી ગર્ભધારણ કરે છે તો તે નવ મહિનામાં ઘણા બેબી સાથે સંબંધિત પ્રોડક્ટનું માર્કેટિંગ કરી નાંખે છે. તેના બદલામાં તેમને ખૂબ જ મોટી રકમ પણ આપવામાં આવે છે.
ફક્ત બેબી પ્રોડક્ટ જ નહીં, પરંતુ સેલિબ્રિટી પ્રેગનેન્સીમાં જે કપડાં પહેરે છે તે પણ બ્રાન્ડ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. સિતારાઓની પ્રેગ્નન્સી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. ફેન્સ છે તેમના કપડા અને ફેશન સેન્સને ફોલો કરે છે. આ બધા સિવાય સિતારા સોશિયલ મિડીયા પર પોતાના એકાઉન્ટથી કોઈપણ બેબી અથવા મમ્મી રિલેટેડ પ્રોડક્ટની પોસ્ટ કરે છે, તો તેના પણ લાખો રૂપિયા કમાઈ લેતા હોય છે.
અમુક સેલિબ્રિટી તો પોતાની પ્રેગ્નન્સી આવવા પર નવી પીઆર ટીમ હાયર કરે છે. તે ટીમ તે સિતારાઓની આકર્ષક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરતી રહે છે, તેનાથી તેમની બ્રાન્ડ વેલ્યુ વધી જતી હોય છે. અમુક સિતારાઓ તો પ્રેગ્નન્સીમાં દવાઓનું પ્રમોશન પણ કરે છે.
જણાવી દઈએ કે પ્રેગ્નન્સીમાં પૈસા કમાવાનું આ ચલણ ભારતમાં પાછલા અમુક વર્ષોથી શરૂ થયું છે. પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં તે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. તે લોકો તો પોતાની પ્રેગ્નન્સી થી લઈને ડીલેવરી સુધી ઘણી બ્રાન્ડને પ્રોમોટ કરતા હોય છે.
હવે કરીના કપૂરનું જ ઉદાહરણ લઈ લો. પોતાની બીજી પ્રેગ્નન્સીનું એલાન કરીને તે જોનસન એન્ડ જોનસનનું વિજ્ઞાપન કરવા લાગી હતી. હાલમાં જ મમ્મી બની ગયેલ અનુષ્કા શર્માએ પ્રેગા ન્યુઝ પ્રેગ્નન્સી કીટનાં માધ્યમથી પોતાની ખુશી અન્ય લોકો સાથે વહેંચી હતી. આ કંપનીઓ પણ તેમને પોતાના દ્વારા પ્રેગનેન્સીની ઘોષણા કરવા બદલમાં ખૂબ જ સારી એવી રકમ આપે છે. કુલ મળીને દરેક બ્રાન્ડ સેલિબ્રિટીની પ્રેગ્નન્સી થી ખૂબ જ સારી રીતે કમાવવાની કોશિશ કરે છે.