હું 26 વર્ષની છું, મારો પતિ નપુંસક છે, આજ દીન સુધી મને શરીર સુખ આપ્યું નથી, પરંતુ હવે..

સાહેબ, મારો પતિ નપુંસક છે, મને પરણ્યા પછી આજદિન સુધી તેને કોઈ શારીરિક સુખ આપ્યું નથી અને તે અન્ય એક ઈસમ સાથે સજાતિય સબંધ ધરાવે છે. ઘડીકવાર પોલીસ પણ અચંબામાં પડી ગઈ. નપુંસક પતિ સામે મહિલાએ જે રીતે વાકબાણ તીર છોડયાં છે તેને લઈને સનસનાટી મચી ગઈ છે.
હવે એવું લાગે છે કે દિકરીઓ ધરાવતા મા-બાપએ ભાવિ જમાઈના તમામ શારીરિક ટેસ્ટ કરાવ્યા પછી જ પરણાવી રહી. સુખી સંપન્ન પરિવારની પરપ્રાંતિય યુવતીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરણાવામાં આવી. પરણાવી તે દાડે જ યુવતીને ખ્યાલ આવ્યો કે તેનો પતિ નપુંસક છે. ખાનદાન પરિવારની યુવતીએ ભાગ્યમાં જે લખ્યું હશે તે ખરૃં.. તેમ માની જેવો હતો તેવો પતિ સ્વીકારી લીધો.
પરંતુ જેમ દિવસો પસાર થયા તેમ કંઈક વિચિત્ર હરકતો યુવતીના ધ્યાન પર આવી પછી તો યુવતીના પિતાની મિલ્કત પચાવી પાડવા માટે જ આ લગ્ન કરવામાં આવ્યું હોય તેવી ગંધ આવી ગઈ. જેથી પરણિતાને ત્રાસ આપવામાં આવ્યો. જેમાં મૂંગા મોંઢે પરણિતાએ ત્રાસ સહન કર્યો પરંતુ તેથીય આગળ વધી તેનો પતિ હોમોસેક્સ્યુઅલ છે અને અન્ય એક યુવાન સાથે અનૈતિક સબંધ ધરાવે છે
તેવી શંકા ઉપજી જેથી તેને વોચ ગોઠવી અને આખરે તેની શંકા સાચી ઠરી. નપુંસક પતિને અન્ય યુવાન સાથે સજાતિય સબંધો તોડી નાખવાની પણ વાત કરી પરંતુ ઉલ્ટાનું પતિ તથા તેનાં સાસરીયાંએ ઉશ્કેરાઈ પરણિતાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો. જો કે આખોય મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. પોલીસ પણ સમગ્ર કેસની ભીંતરમાં ઉંડી ઉતરી તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.