ઈંડા ની સાથે આ વસ્તુ નું સેવન કરવાથી,ઝડપથી ઘટી શકે છે તમારું વજન

૨૦૨૦ નાં લોક ડાઉન નાં કારણે લોકોનું વજન ખૂબ જ વધી ગયું છે આ સમય દરમ્યાન બધા લોકો એ ખૂબ ખાધુ પરંતુ કંઈક ફરવા જવાનું ના થયું જો તમે પણ આ લોકોમાં ના એક છે તો ટેન્શન ના લો. આજે અમે તમને ખાવાના એવા કોમ્બિનેશન જણાવીશું કે જેનાથી તમારું વજન ઝડપથી ઘટવાનું શરૂ થઈ જશે તો ચાલો જાણીએ સિક્રેટ ફુડ કોમીનેશન વિશે
ઈંડા અને પાલક
વજન ઓછું કરવા માટે ઈંડા ખૂબ જ હેલ્પ કરે છે તેને સવારે નાસ્તામાં ખાવામાં આવે તો દિવસભર તમારું પેટ ભરેલું રહે છે અને બીજી કેલરી લેવાથી બચી શકો છો તેમાં પ્રોટીન નો સારો સોર્સ પણ હોય છે. જોકે તમે તેને પાલકની સાથે પણ ખાઈ શકો છો જેથી તમારું વજન વધારે ઝડપથી ઘટી શકે છે. ઇંડા નું પ્રોટીન ને પાલક નું આયર્ન બંને મળીને વજન ઝડપથી ઉતારવામાં મદદ કરે છે.
એપલ અને પીનટ બટર
મગફળી માંથી બનેલ પીન્ટ બટર માં પ્રોટીનની માત્રા સારી હોય છે તેની અંદર ઉપસ્થિત મોનોસેચ્યુરેટેડ અને પોલીસેચ્યુરેટેડ ભૂખને કંટ્રોલ માં રાખે છે અને તમારા મેટાબોલિઝમ ને મજબૂત કરે છે તેની સાથે જો એપલ ખાવામાં આવે તો વજન ઘટવાની પ્રક્રિયા વધારે ઝડપી થઈ જાય છે.
ગ્રીન વેજીટેબલ અને ઓલિવ ઓઈલ
ભોજનમાં સલાડ અને સબ્જી વધારે ખાવા જોઈએ પાંદડા વાળી સબ્જીમાં ફાઈબર વધારે હોય છે જે ભુખને નિયંત્રણમાં રાખે છે તેમજ તેમાં કેલરી ઓછી હોય છે જેને ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જો તમે સલાડ કે સબ્જી માં થોડું ઓલિવ-ઓઈલ નાખીને ખાવ છો તો તમારી વેટ લોસ પ્રોસેસ ફાસ્ટ થઈ જશે.
ઓટ્સ અને બેરી
પ્રોટીન અને ફાઈબરથી ભરેલ ઓટ્સ સાથે એન્ટીઓક્સીડેન્ટ થી ભરેલા બેરીસ ખાવામાં આવે તો વજન વધારે ઝડપથી ઘટાડી શકાય છે આ બંન્નેને નાસ્તામાં ખાવાથી વધારે લાભ થાય છે.
ગરમ પાણી અને લીંબુ
આના વિશે ઘણા લોકોએ સાંભળ્યું હશે સવારે ખાલી પેટ ગરમ પાણી અને લીંબુ પીવાથી બોડી નાં ટોક્સિન બહાર નિકળી જાય છે અને તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ગ્રીન ટી અને લીંબુ
ગ્રીન ટી થી વજન ધટાડવા ની વાત આપણે સાંભળી હોય છે હકીકતમાં એ વજન ઓછું નથી કરતું પરંતુ તેની પ્રક્રિયા મેટાબોલિઝમ ને વધારે કરી ઝડપી કરી દે છે. ગ્રીન ટી માં મોજુદ અક્સીડેનટ્સ કેલરી બર્ન કરવાનું કામ કરે છે અને તેમાં લીંબુનો રસ મેળવીને વજન ઝડપથી ઓછું થાય છે.