ઇન્ટરનેટ પર ફેમસ થવા માટે યુવતીએ વાળમાં લગાવ્યું ગ્લુ, જાણો તેનું પરિણામ

આજે સોશિયલ મીડિયાનાં જમાનામાં દરેક વ્યક્તિ કંઈ અલગ બતાવવા ઇચ્છે છે એવામાં તેનું ઉદાહરણ ટીક ટોક પર વિડીયો બનાવનાર લોકોને જોઈને સમજી શકાય છે. ભારત માટે તે ભલે બેન થઈ ગયું હોય પરંતુ બીજા દેશોમાં હજી સુધી તે ચાલી રહ્યું છે એવામાં તમે પણ ટીક ટોક પર વિડીયો જોયા હશે ત્યાં લોકો પોતાને વાયરલ કરવાના ચક્કરમાં વિચિત્ર મેકઅપ અને હેરસ્ટાઇલ કરે છે.એવું જ કંઈક અમેરિકા નાં વોશિંગ્ટનમાં રહેનાર ટેસિકા બ્રાઉને પણ કર્યું તેણે પોતાને સોશિયલ મીડિયા પર અલગ અને સ્ટાઇલિસ બતાવવા નાં ચક્કરમાં તેમણે પોતાના વાળ પર ગોરિલ્લા ગ્લુ હેર સ્પ્રે લગાવ્યો અને આ ગ્લુ થી તેમના વાળ શરૂઆતમાં તો ખૂબ જ સારા થઈ ગયા. પોતાની આ નવી હેર સ્ટાઇલ ટેસિકા ને ખૂબ જ પસંદ આવી.
પરંતુ થોડી વાર બાદ તેમણે વાળમાંથી ગ્લુ કાઢવાનું ઈચ્છ્યું તો તેનો પરસેવો છૂટી ગયો. ગ્લુ સરળતાથી નીકળી શક્યું નહીં ત્યારે ટેસિકા રડવા લાગી વાળમાંથી ગ્લુ નીકાળવા માટે તે ડોક્ટર પાસે ગઈ ત્યાં ડોક્ટર ને ટેસિકા નાં વાળ કાપવા પડ્યા. તેમ છતાં ત્યારબાદ પણ માથામાંથી ગ્લુ કાઢવા માટે એક મહિનો લાગ્યો. તમને જાણીને અંદાજ લગાવી શકો છો કે, ટેસીકા એ પોતાને કેટલી મોટી મુસીબત માં નાખી હતી. પોતાની સાથે થયેલ આ દર્દનાક ઘટના ટેસિકા એ પોતે જ સોશિયલ મીડિયા પર જણાવી હતી તેમની સ્ટોરી સાંભળીને ઘણા લોકો તેમને ટીપ્સ આપવા લાગ્યા હતા તો ઘણા લોકોએ તેની મજાક ઉડાવી હતી એ લોકોએ કહ્યું હતું કે, હજી કરો આવી ફાલતુ વસ્તુઓ. ઘણા લોકને તેની વાત સાંભળીને શીખ મળી હતી કે પોતાની સાથે ક્યારેય પણ આ પ્રકાર નાં પ્રયોગો કરવા જોઇએ નહીં.
ટેસિકા ની આ સ્ટોરી એ દરેક લોકો માટે શીખ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે પોતાના શરીર ની ખરાબ દશા કરે છે. તમે જેવા છો તેવા જ સારા દેખાવ છો. ફેમસ થવા ઈચ્છતા હોવ તો તમારી અંદરની ટેલેન્ટને ઓળખવી જો તમારી અંદર ટેલેન્ટ હશે તો લોકો તમને આપોઆપ જ પસંદ કરશે. જોકે આ પૂરી બાબત પર તમારી શું થાય છે ? શું તમારા કોઈ સંબંધીની સાથે પણ આવું ક્યારેય થયું છે ફેશન અને સ્ટાઇલ નાં ચક્કરમાં કોઈએ પોતાના વાળ ની વાટ લગાવી છે. જો એવો અનુભવ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો આ વાતને વધારે માં વધારે લોકો વચ્ચે જણાવવી જેનાથી કોઈ આવી ભૂલ કયારેય ના કરે.