આઈ ફોન અન્ય મોબાઇલ ની તુલનામાં શા માટે હોય છે આટલો મોંધો, જાણો તેની પાછળનું કારણ

આજે આપણે બધા ટેકનોલોજી પર નિર્ભર થઈ ગયા છીએ. લગભગ આપનું કોઈ કામ એવું હશે કે તેના વગર જ થઈ જાય. આપણી ચારે તરફ ટેકનોલોજી નાં ઘણા ઉદાહરણો છે. તે પછી કોમ્પ્યુટર હોય કે રેડીયો હોય, વાહન હોય કે અન્ય વસ્તુ હોય તે બધાં માંથી પ્રમુખ છે. મોબાઇલ જેનાં વિના વ્યક્તિ નાં જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. મોબાઈલ એ આખી દુનિયાને લાવીને માણસ નાં હાથમાં રાખી દીધી છે. આજે માર્કેટમાં ઘણા પ્રકારન નાં મોબાઇલ છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં મોબાઈલ ફોન વહેચાય છે. કેટલાક સસ્તા તો કેટલાક મોંઘા તો કેટલાક ખુબજ મોંઘા હોય છે. આજે તમને આ મોંધા મોબાઈલ માંથી એક એપલ વિશે ઘણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તમે જોયું હશે કે, અન્ય મોબાઇલ ફોનની તુલનામાં એપલ મોબાઇલ ફોન ખૂબ જ મોંઘા હોય છે. એવું શા માટે હોય છે ચાલો જાણીએ તે વિશે
એપલ નાં આઇફોન તેની પ્રાઈવેસી ને કારણે ખૂબ જ ફેમસ છે. આઈફોન માં તમારા પ્રાઇવેટ ડેટાને ખાસ સુરક્ષા મળે છે. તેની સાથે જ એપલ મોબાઇલ નાં હેકિંગની સંભાવના ના બરાબર હોય છે. એપલ માં કોઈ નવી કે અજાણી એપ ડાઉનલોડ થઇ શકતી નથી. ગુગલ પ્લે સ્ટોર ની તુલનામાં એપ સ્ટોર ખૂબ જ સુરક્ષિત હોય છે. તેની સાથે જ પ્રાઈવેસી ને લઈને એપલ હવે વધારે સખ્ત થઈ ચૂક્યું છે. આઇ ઓ એસ ૧૪ એપ્સ બનાવવાવાળી કંપનીઓ પર વધારે સ્ટીક થઈ ગઈ છે. હવે પહેલી વાર કોઈ પણ એપ્લિકેશનને યુઝર્સ નાં ડેટા ની ઇન્ફોર્મેશન એપ્પલ સાથે શેયર કરવી પડશે મતલબ એ છે કે એપને જણાવવું પડશે કે યુઝર્સ ના ડેટા ક્યાં ક્યારે અને કઈ જગ્યા પર ઉપયોગ કરવામાં આવશે. ફક્ત આ બે ફીચર્સ જ કામના નથી તેની સાથે ઘણી બીજી વાતો પણ છે જે આઈ ફોન ને ખૂબ જ ખાસ બનાવે છે. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે ફેસબુક અને ગૂગલ જેવી ઘણી એપ્લિકેશનો તમારી જાણકારી વગર જ તમારા ફોન નાં કેમેરા ની અને માઇક ની જાણકારી એકઠી કરી લે છે. ત્યાંજ જો કોઈ એપ તમારી જાણકારી વગર તમારા ફોન નાં માઈક કે કેમેરાનો ઉપયોગ કરે છે તો આઈ ફોન નાં ફ્રન્ટ માં મોજુદ ઇન્ડિકેટર બ્લીંક થવા લાગે છે.
તેની સાથે જ એપલ નાં એપ સ્ટોર રજીસ્ટ્રેશન ની પહેલા કોઈપણ સખત સુરક્ષા ના માપદંડો થી પસાર થવું પડે છે. આ જ કારણ છે કે તમે આઇ ફોનની સાથે ફોર્ડ ની વાતો ક્યારેય સાંભળી નહિ હોય. તેની સાથે જ ફોર્ડ ને ધ્યાનમાં રાખીને એપલ એ જણાવ્યું છે કે એપ સ્ટોરમાં મોજુદ કોઇપણ યુઝર્સની અનુમતી વગર કોઈપણ પ્રકાર ડેટા લેવાનો કોઈ અધિકાર નથી સાથે યુઝ્સ દ્વારા ઓનલાઇન સર્ચ કરવામાં આવેલ ડેટાનું એક્સેસ પણ નહીં આપવામાં આવે.