ઈશ્વર પછી કઈ શક્તિ છે સૌથી મોટી જાણો, તેનાં રહસ્ય વિશે

ઈશ્વર પછી કઈ શક્તિ છે સૌથી મોટી જાણો, તેનાં રહસ્ય વિશે

હિંદુ ધર્મ અનુસાર ઈશ્વર એક શુદ્ધ પ્રકાશ છે. તેની ઉપસ્થિતિથી જ બ્રહ્માંડનું નિર્માણ થાય છે અને ભસ્મ પણ થાય છે. ઈશ્વરને સર્વ શક્તિમાન માનવામાં આવે છે. ઈશ્વરને સર્વશક્તિમાન માન્યા બાદ હિંદુ ધર્મ કહે છે કે, બ્રહ્માંડમાં ત્રણ પ્રકારની શક્તિઓ સક્રિય છે. દેવી, દાનવી અને મિશ્રિત શક્તિ ઓ મિશ્રિત શક્તિ ગંધર્વ, યક્ષ, અપ્સરા, પિતૃ, કિન્નર અને માનવ નો સમાવેશ થાય છે. વેદો અનુસાર ઈશ્વરને છોડીને કોઈ બીજાની પ્રાર્થના કરવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં વિરોધાભાસ વધે છે. અને મન ખરાબ રસ્તે જાય છે. સંકલ્પ વાન મન માં જ રોગ, શોક અને તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ હોય છે.

ઈશ્વર બાદ આ ત્રણ પ્રકારની શક્તિઓ છે.

બ્રહ્માજી

બ્રહ્માજી ને આપણી સૃષ્ટિમાં જીવોની ઉત્પત્તિ નાં પિતા માનવામાં આવ્યા છે. બ્રહ્માંડ કે સૃષ્ટિના રચયિતા નહીં. તેને જ પ્રજાપતિ પિતામાહ અને હિરણ્યગર્ભ પણ કહેવામાં આવે છે. તેનાં વિશે કહેવામાં આવે છે કે, તે આપણને સૃષ્ટિમાં લાવનારા દેવ છે. સાવિત્રી તેમનાં  પત્ની સરસ્વતી પુત્રી અને હંસ વાહન છે.

ભગવાન બ્રહ્માજી નો પરિચય

પ્રજાપિતા થી જ પ્રજાપતિઓ નો જન્મ થયો હતો., મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પૂલ્હ ઋતુ, વશિષ્ઠ, દક્ષ, કર્દમ અને ભૃગુ આ દસ મુખ્ય પ્રજાપતિઓ છે. બ્રહ્માજી થી જ આ દેવતાઓ, દાનવો, ગંધર્વો, મનુષ્ય, મત્સ્યો, પશુ અને પક્ષીઓ ની ઉત્પત્તિ થઈ હતી.

વિષ્ણુજી

વિષ્ણુજીને પાલનહાર માનવામાં આવે છે. આ સંપૂર્ણ વિશ્વ ભગવાન વિષ્ણુની શક્તિ થી સંચાલિત છે. વિષ્ણુ જી નાં ધર્મ પત્ની લક્ષ્મીજી છે. સંપૂર્ણ જીવો નાં આશ્રયદાતા હોવાના કારણે ભગવાન વિષ્ણુને નારાયણ પણ કહેવામાં આવે છે. તેને શ્રી હરિ પણ કહેવાય છે. આદિત્ય વર્ગનાં દેવતાઓ વિષ્ણુજી શ્રેષ્ઠ છે. મત્સ્ય, કૂર્મ વારાહ ,વામન, હ્ય્ગીવ, પરશુરામ શ્રીરામ શ્રી કૃષ્ણ અને બુધ્ધિ ભગવાન શ્રી વિષ્ણુનાં જ અવતાર છે.

શિવજી

શિવજી ને સનાતન ધર્મ નાં પરમ કારણ અને કાર્ય ગણવામાં આવે છે. શિવ ધર્મની જડ છે જે પણ ધર્મની વિરુદ્ધ છે તે શિવની મારથી બચી શકતું નથી. તેથી શિવને સંહારક ગણવામાં આવે છે. જેવી રીતે વિષ્ણુજી નાં અવતાર થયા છે તેવી જ રીતે શિવજી નાં પણ અવતાર થયા છે. રુદ્ર વર્ગનાં દેવતાઓમાં શિવજી સૌથી શ્રેષ્ઠ છે.

દેવ અને દાનવ

હિન્દુ ધર્મગ્રંથો અનુસાર દેવતાઓ ધર્મનાં અને દાનવો અધર્મ નાં પ્રતીક છે. દેવતાઓ નાં  ગુરુ બૃહસ્પતિ છે. તો દાનવો નાં ગુરુ શુક્રાચાર્ય છે. દેવતાઓ નાં ભગવાન વિષ્ણુ છે. દાનવોન નાં ભગવાન શિવ છે. આ જ કારણે જેમ સૂર્ય પર આધારિત ધર્મ નો જન્મ થયો તેમજ ચંદ્ર પર આધારિત ધર્મ નો જન્મ પણ થયો.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *