જન્મ ની રાશિ પરથી જાણો તમારા ઇષ્ટદેવ વિશે, તેમની પૂજા થી થાય છે શુભ ફળ ની પ્રાપ્તિ

જન્મ ની રાશિ પરથી જાણો તમારા ઇષ્ટદેવ વિશે, તેમની પૂજા થી થાય છે શુભ ફળ ની પ્રાપ્તિ

આમ તો કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અને શ્રદ્ધા અનુસાર કોઈપણ દેવી-દેવતાની પૂજા કરી શકે છે. પરંતુ તમારા ઈષ્ટદેવની પૂજા કરવા નું વિશેષરૂપથી મહત્વ ગણવામાં આવે છે. તેનું એક કારણ કે, એક દેવ નો સંબંધ આપણા કર્મ અને આપણા જીવન સાથે હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર ઈષ્ટદેવની પૂજા કરવાથી વ્યક્તિને સારા અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઇષ્ટદેવ નો અર્થ છે તમારી પસંદ નાં દેવતા પરંતુ જો કોઈને તેના વિશે ખ્યાલ ન હોય ત્યારે પોતાના ઈષ્ટ દેવ ને કઈ રીતે ઓળખવા જ્યોતિષ શાસ્ત્ર મુજબ જન્મકુંડળીમાં તમારા નામના પહેલા અક્ષર ની રાશિ કે જન્મકુંડળી ની રાશિના આધાર પર ઇષ્ટદેવની ઓળખ કરી શકાય છે.

અરુણ સંહિતા જેને લાલ કિતાબ નાં નામથી ઓળખવામાં આવે છે તે અનુસાર વ્યક્તિ નાં પૂર્વ જન્મ માં કરવામાં આવેલ કર્મ નાં આધારે ઇષ્ટદેવ નિર્ધારણ થાય છે. અને તેના માટે જન્મ કુંડળી જોવામાં આવે છે. જન્મકુંડળી નો પાંચમો ભાવ ઇષ્ટ નો ભાવ ગણવામાં આવે છે. આ ભાવમાં જે રાશિ હોય તેના ગ્રહનાં દેવતા જ આપણા ઇષ્ટદેવ કહેવાય છે. ઇષ્ટ દેવની પૂજા કરવાથી એ ફાયદો થાય છે કે કુંડળીમાં ભલે ગમે તેટલા ગ્રહદોષ કેમ ના હોય પરંતુ ઇષ્ટ દેવ પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિને ગ્રહ દોષ પરેશાન  કરી શકતા નથી.

રાશિ અનુસાર જાણો તમારા ઇષ્ટદેવ વિશે

મેષ અને વૃશ્ચિક રાશિ

મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આ બંને રાશીના ઇષ્ટદેવતા હનુમાનજી અને રામજી ગણવામાં આવે છે.

વૃષભ અને તુલા રાશિ

વૃષભ રાશિ અને તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. તેથી તેનાં ઈષ્ટદેવી માં દુર્ગા ગણાય તેથી આ જાતકોએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ.

મિથુન અને કન્યા રાશિ

મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને તેથી તેનાં ઇષ્ટદેવ ગણેશજી અને વિષ્ણુજી ગણાય તેથી તેમણે તેની પૂજા કરવી જોઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્ર છે તેથી આ લોકોનાં ઇષ્ટદેવ શિવજી ગણાય. આ જાતકો ને   શિવજીની પૂજા થી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોનાં સ્વામી ગ્રહ સૂર્ય છે. તેથી તેઓના ઇષ્ટદેવ હનુમાનજી અને માં ગાયત્રી ગણાય છે.

ધન અને મીન રાશિ

ધન અને મીન રાશિવાળા લોકોનો સ્વામી ગ્રહ ગુરુ છે તેથી તેઓના ઇષ્ટદેવ વિષ્ણુજી અને માં લક્ષ્મી ગણાય.

મકર અને કુંભ રાશિ

મકર અને કુંભ રાશિના સ્વામી ગ્રહ શનિ છે. તેથી તેઓના ઇષ્ટદેવ હનુમાનજી અને શિવજી ગણાય તેમની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *