જાણો એક પિતા એ તેની દીકરી સાથે કર્યું એવું વર્તન, ઘર છોડવા માટે થઈ મજબુર

જાણો એક પિતા એ તેની દીકરી સાથે કર્યું એવું વર્તન, ઘર છોડવા માટે થઈ મજબુર

આજે પુનમ લવ મેરેજ કરીને પોતાનાં પપ્પા પાસે ગઈ અને તેણે તેનાં પપ્પાને કહ્યું કે પપ્પા મેં મારા મનપસંદ છોકરા સાથે લગ્ન કરી લીધા છે. તેનાં પપ્પાને ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ તે ખૂબ જ સમજદાર વ્યક્તિ હતા. તેઓએ તેની દીકરીને બસ એટલું જ કહ્યું કે મારા ઘરેથી ચાલ્યા જાવ. પૂનમે કહ્યું કે, અત્યારે મારા પતિ પાસે કોઈ કામ નથી અમને અહીં જ રહેવા દો. તેના પપ્પાએ તેની વાત સાંભળી નહી અને બંન્ને ને ઘરમાંથી કાઢી મૂક્યા.

થોડા વર્ષો વીતી ગયા અને હવે પૂનમ ના પપ્પા નથી રહ્યા. અને દુર્ભાગ્યવશ જે છોકરા સાથે પૂનમે લગ્ન કર્યા હતા તે પણ તેને દગો આપી અને જતો રહયો હતો પૂનમ ને એક દીકરી અને એક દીકરો છે. પૂનમ પોતે એક રેસ્ટોરન્ટ ચલાવી ને પોતાનું જીવન પસાર કરેછે. પૂનમ ને જ્યારે ખબર પડી કે તેનાં પપ્પા નથી  રહીય ત્યારે તેને મનમાં વિચાર્યું કે સારું થયું તેણે મને ઘરેથી કાઢી મૂકી મારા પતિ નાં ગયા બાદ પણ મને પાછી ઘરે ના બોલાવી. હું પણ તેમની અંતિમ યાત્રામાં નહિ જાવ પરંતુ પૂનમને તેનાં કાકાએ ખૂબ સમજાવી અને કહ્યું કે જનાર વ્યક્તિ તો જતો રહ્યો હવે દુશ્મની શુ કામ રાખવાની પૂનમ એ પહેલા ખૂબ જ ના પાડી પરંતુ પછી તે જવા માટે તૈયાર થઈ. પૂનમ જ્યારે પોતાના પપ્પા ના ઘરે ગઈ ત્યારે બધા તેની અંતિમ યાત્રાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ પુનમને તેનું કોઈ દુઃખ નહોતું

તે ફક્ત પોતાનાં કાકાનાં સમજાવાથી જ ત્યાં ગઈ હતી. પૂનમ નાં પપ્પા ની અંતિમયાત્રા ની તૈયારી થઈ રહી હતી અને પૂનમ ત્યાં ઊભી હતી. જ્યારે વિધિ પૂર્ણ થઇ ત્યારે પૂનમ પોતાના પપ્પાનાં ઘરે થી જી રહી હતી ત્યારે તેનાં કાકાએ તેનાં હાથમાં એક પત્ર મુક્યો એણે કહ્યું કે, આ તારા પપ્પાએ મને આપ્યો હતો બની શકે તો તેને એકવાર જરૂરથી વાંચજે  રાત થઈ ચૂકી હતી મહેમાનો ચાલ્યા ગયા હતા પૂનમ પત્ર વાંચવા લાગી એ પત્ર માં  સૌથી પહેલાં લખ્યું હતું કે મારી દીકરી તું મારાથી નારાજ છે મને ખબર છે પરંતુ તારા પપ્પા ને માફ કરી દેજે. તને મેં ઘરેથી કાઢી મુકી હતી હું જાણતો હતો કે તારી પાસે રહેવાની જગ્યા પણ નથી. હું પણ તારું દુઃખ જોઈને ઉદાસ હતો કેવી રીતે જણાવું કે હું પણ કેટલો દુઃખી હતો પરંતુ જ્યારે તું એ છોકરા સાથે લગ્ન કરીને ઘરે આવી તે પણ એ છોકરા સાથે જેનાં વિશે હું બધું જ જાણતો હતો મેં તેનાં વિશે બધી જાણકારી મેળવી હતી તે પૈસા માટે ઘણી છોકરીઓને દગો આપી ચૂક્યો હતો. પરંતુ ત્યારે તું તેના પ્રેમમાં પાગલ હતી અને સીધા લગ્ન કરીને જ મારી સામે આવી હતી, આ રીતે તે મને ખૂબ જ દુઃખી કર્યો હતો. આગળ તેમણે લખ્યું હતું કે, તારી માં ના ઘરેણા અને મેં તારા લગ્ન માટે લીધેલા ઘરેણા તે બધું જ ઘર અને જમીન મેં તારા અને તારા બાળકો નાં નામે કરી દીધા છે થોડા પૈસા બેંકમાં છે તે બેંકમાં જઈને લઈ આવજે બસ અંતમાં એટલું જ કહીશ કે કદાચ તું મને સમજી શકી હોત તો !! ઈશ્વર ને પ્રાર્થના કરું છું કે તારે ક્યારેય દુઃખ જોવું ન પડે. એક ખરાબ પિતા સમજી અને મને માફ કરી દેજે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *