જાણો ફ્રુટ ખાવા નો બેસ્ટ ટાઇમ, ભોજન પહેલા કે ભોજન બાદ

ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. આપણે ફક્ત સીઝનલ ફળ જ ખાવા જોઈએ. જ્યુસ પીવાને બદલે ફળ ખાવા વધારે ફાયદાકારક રહે છે. આ વાત આપણે બધા સારી રીતે જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે ફળ ખાવા નો સાચો સમય શું છે ? ચાલો જાણીએ તેનાં વિશે
કેટલાક લોકો સવારે ખાલી પેટ પર ફળ ખાઈ છે. કેટલાક લોકો ભોજન પહેલા તો કેટલાક લોકો ભોજન સાથે જ ફળ ખાઈ છે તો ઘણા લોકો ભોજન બાદ સ્વીટ નાં રૂપમાં ફળ ખાવાનું પસંદ કરે છે. જો તમે એ લોકોમાંથી જે ભોજનની સાથે અથવા ભોજન બાદ મિઠાઇ નાં ફળ ખાઈ છે. તો તમે ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા છો આ રીતે ફળનું સેવન કરવાથી ફળ નાં પોષક તત્વો નો લાભ મળતો નથી. ફળોમાં એક વાષ્પશીલ પોષણ હોય છે.
તેમાં વિટામીન, ખનીજ અને એન્ટીઓક્સીડેન્ટ ની ભરપૂર માત્રામાં હોય છે એવામાં જ્યારે મુખ્ય ભોજન કરો છો ત્યારે તેમાં રહેલ કાબ્સ અને ચરબી તે સમયે નષ્ટ થઈ જાય છે જ્યારે તે પ્રોટીન ની સાથે પાચન કરવામાં રાહ જોતા હોય છે. તેથી ભોજનની સાથે જ ફળ ખાવામાં આવે તો તે ભોજનમાં વધારે કેલરી જોડવા ઉપરાંત તમને કોઈ લાભ પહોંચાડતા નથી. તેનાથી તમને ફળોમાં રહેલ પોષણ મળી શકતું નથી. જો ભોજન બાદ મીઠાઈ નાં રૂપમાં ફળ ખાવામાં આવે તો તે મુખ્ય ભોજન ની કેલરી પુલ માં તેનો સમાવેશ થાય છે. એવા માં ફળ પણ તમારા શરીરમાં ચરબી નાં રૂપમાં જ એકત્રિત થાય છે.
ફળ ખાવાનો યોગ્ય સમય
ફળ ખાવાનો બેસ્ટ ટાઇમ સ્ટેન્ડ અલોન સ્નેક નાં રૂપમાં ખાવા જોઈએ. મતલબ કે, સવાર નાં સમયે અથવા તો દિવસ નાં ભોજન પહેલા ખાઇ શકો છો. તેનાથી તમારા દિવસની સારી શરૂઆત પણ થશે અને તમને તેમાં રહેલ ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટ સારી રીતે મળી શકશે. અને ફળ ખાવાથી તમારું પેટ ભરેલું રહેશે અને મુખ્ય ભોજન ની ભૂખ નહીં રહે. એટલું જ નહીં ભોજન પહેલા ફળ ખાવાથી પછીથી તમને તમારું ભોજન પણ સારી રીતે પચી શકશે. એટલે કે તમારી પાચન ક્રિયા મજબૂત થશે. હવે તમે ફળ ખાવાનો યોગ્ય સમય જાણી ચૂક્યા છો તો આ ટાઇમ પર ફળ ખાઈને જરૂરી પોષક તત્વો નો અનુચિત લાભ લઇ શકો છો.