જાણો કોણ છે વનસ્પતિ દેવ, જેની બ્રહ્માજીનાં વાળ માંથી થઈ હતી ઉત્પતિ

પુરાણોમાં આપણને દેવી દેવતાઓ નો ઉલ્લેખ જોવા મળે છે. લાખો દેવી-દેવતાઓ વિશે વિસ્તારમાં પુરાણોમાં જાણકારી આપવામાં આવી છે. અનલ દેવ, વાયુદેવ, સોમદેવ વગેરે દેવતાઓ ને શાસ્ત્રોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેજ પ્રકારે વનસ્પતિ ને પણ પુરાણોમાં દેવતા કહેવામાં આવે છે. પુરાણો અનુસાર ૧૦ વિશ્વદેવ છે. જેમાંથી એક વનસ્પતિ દેવ છે. વનસ્પતિ દેવ વૃક્ષો, લતાઓ, ફળ-ફૂલ, કંદમૂળ, ઔષધીય, જડીબુટ્ટી, મસાલા, અનાજ, જળ વગેરેનું નિર્વહન કરે છે. અને તેમાં તેનો વાસ હોય છે.
શાસ્ત્રોમાં વનસ્પતિ દેવનું ઉલ્લેખ કરવામાં આવે છે કે તેમની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી. બ્રહ્માજી નાં વાળમાંથી વનસ્પતિ દેવ ની ઉત્પત્તિ થઈ છે. જેના કારણે તેને હિરણ્યગર્ભા બ્રહ્મ પણ કહેવામાં આવે છે. હિંદુ સનાતન ધર્મમાં ચાર વેદ છે જેમાં સામવેદ અને ઋગવેદ માં વનસ્પતિ દેવ નો ઉલ્લેખ જોવા મળે છે. વનસ્પતિ દેવ વૃક્ષો,લતાઓ અને છોડ ની રક્ષા કરે છે. અને જે લોકો વુક્ષો નું અનાદર કરે છે તેને વનસ્પતિ દેવ દંડ આપે છે. એટલું જ નહીં વૃક્ષની પૂજા કરવાથી વનસ્પતિ દેવ ની કૃપા તમારા પર બની રહે છે.વનસ્પતિ દેવ દરેક વનસ્પતિઓની રક્ષા કરે છે પરંતુ જે લોકો સૂર્યાસ્ત બાદ કે ગ્રહણ કાળમાં વનસ્પતિઓનો સ્પર્શ કરે છે તેને પાપ લાગે છે. આ જ પ્રકારે જે લોકો વનસ્પતિ તોડે છે અથવા તો તેનું અપમાન કરે છે તેને વનસ્પતિ દેવ દંડ આપે છે.
વનસ્પતિ દેવને આ રીતે કરો પ્રસન્ન
- વનસ્પતિ દેવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. જે લોકો વૃક્ષની પૂજા કરે છે અને તેને જળ અર્પણ કરે છે તેનાં પર વનસ્પતિ દેવની કૃપા બની રહે છે.
- તુલસી, પીપળો, બાવળ વગેરે ઝાડની પૂજા કરવાથી વનસ્પતિ દેવની કૃપા બની રહે છે.
- નિયમિત રૂપથી જે લોકો વૃક્ષ લગાવે છે તેના પર વનસ્પતિ દેવની કૃપા દ્રષ્ટિ રહે છે.