જાણો કોણ હતા ભગવાન દત્તાત્રેય, કેવી રીતે થયો હતો તેમનો જન્મ

માગશર મહિનાનાં શુક્લ પક્ષ માં પૂનમની તિથિ નાં દિવસે ભગવાન દત્તાત્રેય ની જન્મ જયંતી ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય ભક્તોન નાં સ્મરણમાત્રથી તેની સહાયતા માટે ઉપસ્થિત થાય છે. તેને ત્રણેય દેવો નો અવતાર ગણવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોની શક્તિ ભગવાન દત્તાત્રેય માં સમાયેલ છે. તેઓના છ હાથ અને ત્રણ મસ્તક છે તેમના પિતા ઋષિ અત્રિ અને માતા અનસૂયા છે. ભગવાન દત્તાત્રેયની જયંતી પર મંદિર માં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ચાલો જાણીએ તેનો જન્મ કઈ રીતે થયો હતો.એકવાર નારદજી પાર્વતીજી પાસે પહોંચ્યા અને અત્રી ઋષિનાં પત્ની દેવી અનસુયા નાં પતિવ્રતા ધર્મ નાં ગુણગાન ગાવા લાગ્યાં દેવીઓનું અભિમાન દૂર કરવા માટે એક પછી એક ત્રણેય દેવીઓ પાસે નારદજી ગયા અને દેવી અનસૂયા નાં પતિવ્રત ધર્મના ગુણગાન કર્યા ત્રણેય દેવીઓ સતી અનસુયા ની પ્રશંસા સાંભળીને નારાજ થયા અભિમાન નાં કારણે તેઓએ સતી અનસુયાં ની ઈર્ષ્યા કરવા લાગ્યા.જ્યારે નારદજીએ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ત્રણેય દેવીઓ સતી અનસૂયા નાં પતિવ્રત ધર્મ ભંગ કરવાની વાત કરવા લાગી.
તેઓએ તેમના પતિને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને અનસૂયા નું પતિવ્રત ધર્મ તોડવા માટે કહ્યું ત્રણેય દેવો ને પોતાની પત્નીઓ સામે હાર માનવી પડી. ત્યારબાદ તેઓ ત્રણેય દેવી અનુસૂયાની સામે એક સાથે ભિક્ષુક વેશ ધારણ કરીને . પોતાના દ્વાર પર ભિક્ષુક જોઈને દેવી અનુસૂયા આપવા ગયા ભિક્ષુક નો વેશ ધારણ કરેલ દેવોએ ભિક્ષા લેવાની ના પાડી તેઓએ ભોજન ની ઈચ્છા પ્રગટ કરી. અતિથી સત્કાર માટે દેવી અનસુયા એ ભોજન તૈયાર કર્યું. પરંતુ ત્રણેય દેવોએ ભોજન કરવાની ના પાડી અને કહ્યું કે જ્યાં સુધી તમે નગ્ન થઇને ભોજન નહીં આપો ત્યાં સુધી અમે ભોજન કરીશું નહીંદેવી અનસુયા આ વાત સાંભળીને ક્રોધિત થયા. પરંતુ પોતાના પતિવ્રત ધર્મના કારણે તેમણે ત્રણેય દેવોની ઈચ્છા જાણી લીધી ત્યાર બાદ દેવી અનસુયા એ પોતાના પતિ ઋષિ અત્રિ નાં ચરણ નું જળ લઈને ત્રણેય દેવો પર છાટીયુ. ત્રણેય દેવો બાળ સ્વરૂપ થઈ ગયા ત્યારબાદ તેઓને ભરપેટ ભોજન કરાવી અને સુવડાવી દીધા પ્રેમ અને વાત્સલ્ય સાથે માં તરીકે તેમનું પાલન કરવા લાગ્યા ધીમે ધીમે પસાર થવા લાગ્યા.
ધણા દિવસો સુધી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઘરે પાછા આવ્યા નહિ ત્યારે ત્રણેય દેવીઓ પોતાના પતિઓની ચિંતા કરવા લાગ્યા. ત્રણેય દેવીઓ ને પોતાની ભૂલ નો એહસાસ થયો ત્યારબાદ ત્રણેય દેવીઓએ માં અનસુયા પાસે પોતાની ભૂલની ક્ષમા માંગી તેના પતિવ્રતા ધર્મ ને પ્રણામ કર્યાં. પરતું દેવી અનસુયા એ કહ્યું કે આ ત્રણેય એ મારું દૂધ પીધું છે તેથી તેને બાલ સ્વરૂપ જ રહેવું પડશે આ સાંભળીને દેવીઓ એ પોતાના પોતા નાં અંશ માંથી એક નવું જ અંશ પેદા કર્યું તેનું નામ દત્તાત્રેય રાખ્યું તેને ત્રણ મસ્તક અને છ હાથ હતા.ત્રણેય દેવો ને એકીસાથે બાલ સ્વરૂપ દત્તાત્રેય દત્તાત્રેય અંશમાં મેળવવા બાદ માતા અનસૂયા એ પોતાના પતિ નાં ચરણો નું જળ લીને ત્રણેય દેવો પર ફરી છાંટી ને તેઓને ફરીથી તેનું સાચું રૂપ પ્રદાન કર્યું.