જાણો કોણ હતા દુલ્લા ભટ્ટી, જેને યાદ કરીને લોહરી નાં દિવસે ગાવામાં આવે છે આ ગીતો

દર વખતે ૧૩ જાન્યુઆરી ના દિવસે લોહરી નો તહેવાર ધામધૂમથી ભારતમાં મનાવવામાં આવે છે. આ તહેવારન દરમિયાન રાતનાં સમયે અગ્નિ પ્રગટાવવામાં આવે છે. અને તેની પરિક્રમા કરવામાં આવેછે. પરિક્રમા લેતા પહેલા અગ્નિની પૂજા પણ કરવામાં આવે છે. આ તહેવાર પંજાબ અને હરિયાણામાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. લોહરી નો તહેવાર ખેડૂતો નો સૌથી મોટો તહેવાર છે અને કહેવામાં આવેછે કે, ખેડૂતો આ તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. લોહરી નાં દિવસે ખેડૂત મકાઇ અને તલ ને અગ્નિમાં અર્પણ કરે છે અને ત્યારબાદ પોતાના લોક ગીત ગાય છે. લોહરી નાં તહેવાર ને ઉજવવાની પાછળ એક કથા જોડાયેલી છે. જે દુલ્લા ભટ્ટ સાથે ની છે. લોહરી નાં દિવસે પંજાબમાં નાના બાળકો પણ દુલ્લા ભટ્ટી બને છે અને ઘરે ઘરે જઈને દુલ્લા ભટ્ટ ની સ્ટોરી લોકોને સંભળાવે છે.
દુલ્લા ભટ્ટીની સ્ટોરી
લોક માન્યતા અનુસાર પંજાબમાં દુલ્લા ભટ્ટી નામના એક વ્યક્તિ રહેતા હતા જે ખૂબ જ સારા વ્યક્તિ હતા. દુનિયાભર નાં જરૂરિયાતમંદ લોકોને તે મદદ કરતા હતા. એક વાર દુલ્લા ભટ્ટી ને ખબર પડી કે કેટલાક લોકો છોકરીઓ નો વેપાર કરે છે અને કેટલીક છોકરીઓ ને કેદ માં રાખવામાં આવી છે. આ છોકરીઓને બચાવવા માટે દુલ્લા ભટ્ટી પોતે આગળ આવ્યા અને એ લાલચુ વેપારીઓની જાળમાંથી છોકરીઓને બચાવવા માટે તેઓના લગ્ન કરાવ્યા. ત્યારથી લોહરી નાં દિવસ થી દુલ્લા ભટ્ટી ની સ્ટોરી સાંભળવા નું પ્રચલન શરૂ થયું. લોહરી નાં દિવસે દુલ્લા ભટ્ટી ને લોકો દ્વારા મહાન વ્યક્તિ નાં પદ થી સન્માનિત કરવામાં આવે છે અને દર વર્ષે લોકો દુલ્લા ભટ્ટી ની આ સ્ટોરી ગાઈ છે અને તેમને યાદ કરે છે.
આ રીતે ઊજવવામાં આવે છે લોહરી
લોહરી નાં દિવસે લોકો પોતાના ઘર ની આગળ લાકડીઓ એકઠી કરેછે અને સાંજના સમયે તેને સળગાવે છે અને અગ્નિદેવની પૂજા કરી અગ્નિદેવ ની ચારેબાજુ નાચતા-ગાતા લોકો સુખી જીવનની પ્રાર્થના કરે છે. પંજાબ માં તો આ દિવસે નવી ઉપજ ની પણ પૂજા કરવામાં આવે છે. નવી ઉપજ લોકો અગ્નિમાં અર્પણ કરે છે અને એવી મનોકામના કરે છે કે, તેમની ઉપજ આ વર્ષે સારી રહે આ ઉપરાંત નવપરણિતા ને મેવાનો હાર પહેરાવવામાં આવે છે.