જાણો પગમાં શા માટે નથી પહેરવામાં આવતું સોનું, કારણ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

લગ્ન નાં સમય દરમિયાન સોનું પહેરવાની પરંપરા આપણા દેશમાં વર્ષોથી ચાલી આવી છે. શાસ્ત્રો માં સોનાને પવિત્ર ધાતુ ગણવામાં આવી છે ને સોનુ શુભ અવસરો પર પહેરવા થી ઉત્તમ ફળ મળે છે. આ જ કારણ છે લગ્નમાં આ ધાતુ નો પ્રયોગ સૌથી વધારે કરવામાં આવે છે અને કન્યાને સોના નાં દાગીના થી સજાવવામાં આવે છે. શાસ્ત્રોમાં સોનાના આભૂષણ ધારણ કરવાની પાછળ જોડાયેલા કેટલાક નિયમો પણ બતાવવામાં આવ્યા છે નિયમો અનુસાર આ ધાતુ ને કમરની નીચે પહેરવામાં આવતું નથી આ ધાતુ ને પગમાં પહેરવું પણ અશુભ ગણાય છે. આજ કારણે પાયલ અને વિછી સોના ની જગ્યાએ ચાંદીની ધાતુની બનેલી હોય છે. પગમાં સોનું ન પહેરવા સાથે જોડાયેલ ધાર્મિક કારણ આ પ્રમાણે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાયલ પહેરવા ની જગ્યા એ કેતુનું સ્થાન હોય છે. જો શીતળતા ન હોય તો તે હંમેશા નકારાત્મક વિચાર પ્રદાન કરી છે તેથી આ જગ્યા પર શીતળતા બનાવી રાખવા માટે ચાંદી ની પાયલ પહેરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુને સોનું પ્રિય છે. સાથેજ સોના ને લક્ષ્મીજીનું સ્વરૂપ ગણવામાં આવે છે તેથી સોના ને શરીર નાં નીચલા હિસ્સામાં પહેરવું યોગ્ય રહેતું નથી અને ભગવાન વિષ્ણુ સહિત સમસ્ત દેવતાઓનું અપમાન થાય છે.
વૈજ્ઞાનિક કારણ
વિજ્ઞાનમાં પણ સોનુ પગમાં પહેરવાનું ઉત્તમ ગણાતું નથી. વિજ્ઞાનીકો અનુસાર સોના નાં આભૂષણ શરીરને ગરમ રાખે છે જ્યારે ચાંદી શીતળતા પ્રદાન કરે છે. માટે ચાંદીનું આભૂષણ પહેરવાથી શરીર ઠંડું રહે છે અને સોના નાં આભૂષણ થી શરીર માં ગરમી પ્રદાન થાય છે. કમર ની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી પહેરવાથી શરીર નાં તાપમાન માં સંતુલન બની રહે છે જેનાથી બીમારીઓથી છુટકારો મળી શકે છે.
આભૂષણ પહેરવાથી પહેરવાથી ઉર્જા મસ્તકથી પગ સુધી અને પગથી મસ્તક તરફ જાય છે માટે જો પગ અને મસ્તક બંને પર સોના નાં આભૂષણ પહેરવામાં આવે તો શરીરમાં એક સમાન ઉર્જાનો સંચાર થાય છે જેનાથી શરીરને નુકસાન પહોંચી શકે છે અને ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. માન્યતા છે કે, ચાંદીની વિછી ધારણ કરવાથી પીરિયડ્સ નિયમિત રહે છે. તે શરીર માટે એક્યુપ્રેશર નું કામ કરે છે. ચાંદીની પાયલ પહેરવાથી પગ નાં હાડકા માં દુખાવાની સમસ્યા રહેતી નથી. તેથી જે મહિલાઓ પાયલ પહેરી રાખે છે તેને સાંધા નાં દુખાવાની ફરિયાદ રહેતી નથી. આ ઉપરાંત ચાંદીની ધાતુ શરીરમાં રક્તસંચાર પણ સારી રીતે કરે છે.