જાણો પન્ના રત્ન સાથે જોડાયેલી માહિતી અને તેનાં લાભો આ લોકોને પન્ના રત્ન ધારણ કરવાથી થાય છે લાભ

જાણો પન્ના રત્ન સાથે જોડાયેલી માહિતી અને તેનાં લાભો આ લોકોને પન્ના રત્ન ધારણ કરવાથી થાય છે લાભ

તમારી જન્મકુંડળી તમારું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધુ બતાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કુંડળી નાં આધારે તમારા વિશે બધું જાણી શકાય છે. જન્મ કુંડળીમાં જ્યારે કોઈ ગ્રહ અશુભ સ્થાન પર હોય અને  પરેશાની ઉભી કરતો હોયતો તેને અનુકૂળ બનાવવા માટે રત્ન કે જેમ્સ નો આધાર લેવામાં આવે છે. તમારી આંગળીમાં વીંટી તરીકે  કે લોકેટમાં પહેરી શકો છો.

જોકે રત્ન ને કોઈ જ્યોતિષીની સલાહ વગર પહેરવો જોઈએ નહીં. જો તમે ખોટો રત્ન ધારણ કરી લો છો તો કામ બનવાને બદલે બગડી શકે છે. દરેક ગ્રહની સ્થિતિ અનુકૂળ કરવા માટે એક વિશેષ રત્ન હોય છે. બુધ ગ્રહને અનુકુળ કરવા માટે પન્નાનું રત્ન ધારણ કરવામાં આવે છે. આજે અમે તમને પન્ના રત્ન ધારણ કરવાથી કયા ફાયદા થાય છે તેનાં વિશે જણાવી રહ્યા છીએ.

પન્ના રત્ન ધારણ કરવાથી થતા લાભ

 • પન્ના રત્ન પહેરવાથી વ્યક્તિ નાં વ્યક્તિત્વ નો વિકાસ થાય છે તેને ધારણ કર્યા બાદ તમારી બુદ્ધિ માં વૃદ્ધિ થઇ શકે છે તમને તમારી યાદશક્તિમાં વધારો થાય છે.
 • જો કોઈને પેટ સાથે જોડાયેલી પરેશાની રહેતી હોયતો પન્ના રત્ન પહેરવાથી ખૂબ જ લાભ થાય છે.
 • વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય, નોકરીમાં પ્રમોશન મળી રહ્યું ના હોય તો પણ આ રત્નને પહેરવાથી તે દરેક સમસ્યા દૂર થાય છે.
 • પન્ના રત્ન ને ધારણ  કરનાર લોકો ની વાણી માં સુધારો આવે છે વાતચીત કરવાની પદ્ધતિ પહેલાં કરતાં વધારે પ્રભાવશાળી થાય છે લોકો તેને ધ્યાનથી સાંભળે છે.

 • જો કોઈ વ્યક્તિ બીમાર હોય અને તેની જન્મકુંડળી નાં આધારે પન્ના રત્ન પહેરવા દેવું જોઈએ જેનાથી શરીરમાં શક્તિ પણ આવે છે અને રોગ માંથી મુક્તિ મળેછે.
 • ધનની કમી હોય ત્યારે ઘરમાં તેજુરી માં પન્ના રત્ન રાખવાથી ગરીબી દૂર થાય છે સાથે જ સંતાનસુખની પ્રાપ્તિ પણ થાય છે.
 • મિથુન લગ્ન વાળા લોકોએ પન્ના રત્ન પહેરવું જોઇએ તેનાથી તેની પારિવારિક સમસ્યાઓ દૂર થાય છે.
 • કન્યા લગ્ન માં પન્ના પહેરવાથી રાજ્ય, બિઝનેસ, પિતા, નોકરી, સરકારી કામોમાં લાભ મળે છે.

 • જ્યોતિષ અનુસાર કોઈપણ જાતક નાં છઠ્ઠા આઠમા અને બારમાં ભાવ નાં સ્વામી બુધ હોય તો તેઓએ પન્ના પહેરવોજોઈએ પહેરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં જ્યોતિષને કુંડળી બતાવી ને ત્યારબાદ રત્ન ધારણ કરવો.
 • બુધ ની દશા આઠમા કે બારમા ભાવમાં હોય તો રત્ન પહેરવો નહિ.
 • આ ઉપરાંત ઉચિત ધાતુ, નક્ષત્ર, દિવસ કે ગ્રહની સ્થિતિ જોઇને રત્ન ધારણ કરવો જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *