જાણો સારા, તૈમૂર અને ઇબ્રાહિમ અલી ખાન ની પરવરિશ માં અંતર છે, એવું કહીને સૈફ એ પોતાનાં માટે કહ્યું કે હું સ્વાર્થી છું.

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ફક્ત અભિનેતાઓ જ નહીં પરંતુ તેમનાં બાળકો પણ લાઇમ લાઈટ નો હિસ્સો બની રહે છે. માતા-પિતા ની પોતાનાં બાળકો ની પરવરીશ માં ખાસ ભૂમિકા હોય છે. ક્યારેક મા-બાપ સમય અને સંજોગો નાં લીધે પોતાનાં બાળકો ને અલગ-અલગ પરવરિશ આપે છે. અને તેઓ ઇચ્છે છે કે તેમની પરવરિશ માં કોઈ કમી ન રહે. બોલિવૂડ નાં ઘણા સ્ટાર એવા પણ છે જે પોતાનાં બાળકો ને સારી પરવરિશ આપવામાં સફળ રહ્યા છે. ઘણા તેમાં સફળ નથી રહ્યા. પરંતુ અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ સૈફ અલી ખાનનાં બાળકો સારા અલી ખાન ઇબ્રાહિમ અલી ખાન અને તૈમૂર અલીખાન ની પરવરિશ માં અંતર વિશે ખાસ વાત જેનો ખુલાસો ખુદ સેફ અલી ખાન એ આપ્યો હતો.
તૈમૂર સારા અને ઈબ્રાહીમ ની પરવરિશ માં અંતર
એક ખાસ ઈન્ટરવ્યું સમય દરમિયાન સેફ અલી ખાન ને સારા,તૈમૂર અને ઇબ્રાહિમ ની પરવરિશ માં અંતર છે એવું જણાવતા તેઓએ કહ્યું હતું કે, અંતરની વાત છે તો હવે મને લાગે છે કે હવે હું વધારે ધેર્યવાન બની ગયો છું. જ્યારે સારા અને ઈબ્રાહિમ નાના હતા ત્યારે હું મારી કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હતો. ત્યારે મને સાચી રીતે ખ્યાલ નહોતો કે મારે શું કરવું જોઈએ. જ્યારે લોકોને સમય આપવાની વાત આવે ત્યારે હું થોડો સ્વાર્થી થઈ જતો હતો. હું આજે પણ મારા સમયને લઈને થોડો સ્વાર્થી છું. પરંતુ પહેલાની સરખામણી માં હવે હું ધેર્યવાન બની ગયો છું.
બાળકોમાં ભેદભાવ ન હોય
પોતાની વાત આગળ જણાવતાં સૈફ અલી ખાન જણાવે છે કે, જ્યારે અમે લન્ડન માં હતા ત્યારે હું મારા મિત્ર સલીમ નાં ઘરે ગયો હતો. બધા લોકો મારી આસપાસ હતા. બાળકો પણ બેઠા હતા ત્યારે હું ફક્ત તેઓ સાથે બેઠો હતો. તેમને દોડતા, રમતા જોઈ રહ્યો હતો. સૈફ અલી ખાને જણાવ્યું કે, સારા અને ઇબ્રાહિમ ની પરવરિશ માં અંતર ને લઈને કહ્યું કે હું ક્યારેક જ તૈમૂર, સારા અને ઇબ્રાહીમ ને બોલાવું છું. બાળકો ની સાથે પ્રેમ એક ફની વસ્તુ છે. કારણકે તમે બાળકો સાથે ભેદભાવ કરી શકતા નથી. બીજી વાત એ છે કે તમે તેને એકબીજા સાથે રિપ્લેસ પણ કરી શકતા નથી.
બાળકો સાથે ક્લબ જવામાટે સૈફ નો જવાબ
ઘણા દિવસો પહેલા સેફ અલી ખાન ને જ્યારે તૈમૂર અને ઇબ્રાહિમ સાથે સંકળાયેલ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તૈમૂર અને ઇબ્રાહિમ ની સાથે ક્લબ જવા માટે તેમનો શું વિચાર છે. તે પોતાનાં પુત્રો સાથે ત્યાં જઈને શું કરશે. આ વાત પર સૈફ અલી ખાને ખૂબજ દિલચસ્પ જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કેમ હું અને તૈમૂર હંમેશા એક જ ક્લબમાં જઈએ છીએ. ઘણીવાર અમને બંનેને એક જ છોકરી પસંદ આવી જાય છે. ત્યારે હું તૈમૂર ને ઘરે મોકલી દઉં છું. અને હું પોતે ત્યાં જ રહું છું. પરંતુ ઈબ્રાહીમ હવે હાઈટમાં મારાથી લાંબો થઇ ગયો છે. અને મોટો પણ થઈ ગયો છે. તો મને નથી ખબર કે તેની સાથે પણ એવું કરી શકીશ કે નહીં. તમને જણાવી દઈએ કે સૈફ ખૂબ જ સારા પિતા છે.