જાણો તે રાત્રે શું થયું હતું, તે સમયની સૌથી સુંદર અભિનેત્રી દિવ્યા ભારતી સાથે

જાણો તે રાત્રે શું થયું હતું, તે સમયની સૌથી સુંદર અભિનેત્રી દિવ્યા ભારતી સાથે

બોલિવૂડમાં ઘણા એવા અભિનેતા-અભિનેત્રીઓ આવ્યા જેમણે ખુબ નાની ઉમરમાં સફળતા મેળવી પરંતુ એવું કહેવામાં આવે છે કે, ભાગ્યથી વધારે અને સમયથી પહેલા કોઈને કંઈ મળતું નથી એવીજ ધટના ૯૦ નાં દશકની ટોપ ફિલ્મ અભિનેત્રી દિવ્યા ભારતી ની છે. દિવ્યા ભારતીને તે બધું જ મળ્યું જે અભિનેતા-અભિનેત્રી ની ઈચ્છા હોય છે. પરંતુ તેનાં ભાગ્યમાં જીવનનો સમય ખૂબ જ ઓછો લખ્યો હતો. ૧૯ વર્ષની ઉંમરમાં દિવ્ય ભારતી એ ખૂબ જ સફળતા મેળવી હતી અને તેની આટલી જ નાની ઉંમરમાં તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. તો ૫ એપ્રિલ ૧૯૯૩ નાં દિવ્યા ભારતીની મૃત્યુ થયું હતું. આજે તેની મૃત્યુ ને ૨૮ વર્ષ પુરા થઈ ચુક્યા છે.

 

ધણા વર્ષો બાદ પણ દિવ્યા ભારતીની મૃત્યુ શા કારણે  થયું હતું તે વાતનો ખ્યાલ આવ્યો નથી. માયાનગરી મુંબઈમાં એક બિલ્ડિંગ પરથી પડીને તેમની મૃત્યુ થયું હતું. ત્યારથી જ દરેક નાં મનમાં એ સવાલ થાય કે તેની સાથે શું થયું હતું? અભિનેત્રી દિવ્યા ભારતી એ તેલુગુ ફિલ્મ ‘બોબલી રાજા’ મોગલી થી પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત કરી હતી. તેમની આ ફિલ્મ ૧૯૯૦ માં રિલીઝ થઈ હતી. તેમણે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દિવ્ય એ ખૂબ જ નાની ઉંમરમાં બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. તેમનો ચહેરો શ્રીદેવી થી મળતો હતો. દિવયાભારતી ની બોલિવૂડમાં સૌથી પહેલી ફિલ્મ ‘વિશ્વાત્મા’ હતી. તે ફિલ્મ સુપરહિટ થઈ હતી બોક્સ ઓફિસ પર ફિલ્મ ને સારી એવી સફળતા મળી હતી. ત્યારબાદ દિવ્યા ભારતી ને દેશની સૌથી મોટી અભિનેત્રીઓમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ દિવ્યા ભારતીનાં ભાગ્યે તેનો ખૂબ જ સાથ આપ્યો વિશ્વાત્મા બાદ ‘સોલા ઔર શબનમ’ અને દીવાના જેવી ફિલ્મોથી તેમનો સૌથી વધુ ફી લેવાવાળી અભિનેત્રીઓ નાં લિસ્ટમાં સમાવેશ થયો હતો.

દિવયાભારતી એ પોતાના કેરિયર માં ફક્ત ૧૩ ફિલ્મોમાં જ કામ કર્યું હતું. તેઓએ આટલી જ ફિલ્મોમાં કામ કરીને એ મુકામ મેળવી લીધું હતું. જેના માટે લોકો સપનું જોતા રહી જાય છે. ફિલ્મ ‘સોલા ઔર શબનમ’ દરમ્યાન તેમની મુલાકાત સાજિદ નડિયાદવાલા સાથે થઈ. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાત શરુ થઈ ગઈ હતી. ધીરે ધીરે મુલાકાત પ્રેમમાં બદલી હતી ત્યાર બાદ બંનેના સંબંધને નામ આપવા માટે તેઓએ લગ્ન કરી લીધા હતા. ત્યાં ત્યારબાદ મીડિયામાં તેમના વિશે નેગેટિવ વાતો ફેલાવવાનું શરૂ થયું હતું. જાણવા મળ્યું હતું કે , દિવ્યા નાં પિતા આ લગ્નથી ખુશ ન હતા. દિવ્યાની માં જુગાર રમતી હતી. ઘર દિવ્ય જ ચલાવતી હતી.

લગ્ન બાદ દિવ્યા પોતાના પતિ સાથે મુંબઈ વર્સોવા માં તુલસી બિલ્ડીગ માં રહેવા લાગી હતી. તે બંનેએ  પોતાના લગ્ન ની વાત ને છુપાવી રાખી હતી તેનું મોટું કારણ હતું કે, ૯૦ દશકમાં મુંબઈમાં સાંપ્રદાયિક તણાવ ચાલી રહ્યો હતો. ૫ એપ્રિલ ની રાતે દિવ્યા પાર્ટી કરી રહી હતી ત્યારે તેની સાથે તેની મેડ અમૃતા પણ હતી ડિઝાઇનર નીતા લુલ્લા પણ ત્યાં હતી દરેક લોકો ડ્રીંક કરી રહ્યા હતા અને  પાર્ટી નો આનંદ લઇ રહ્યા હતા. તે દરમિયાન દિવ્યા હાથ માં રમ નો ગ્લાસ લઈને બાલ્કનીમાં જઈને બેસી ગઈ. તે હંમેશાં એવું કરતી હતી તેથી કોઈને શંક ગયો નહી. તે દરમ્યાન અમૃતા કિચન માં હતી અને નીતા વિડિયો પ્લેયર સેટિંગ કરી રહી હતી. ત્યારે અચાનક જોરથી અવાજ સંભળાયો દરેક લોકો બહાર જઈને જોયું તો દિવ્યા નીચે પડી હતી નીચે પડી હતી. તેને તુરંતજ હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ તેને બચાવી શકાઈ નહિ. ત્યારબાદ = ૭ એપ્રિલ ૧૯૯૩૦ નાં દુલ્હન નાં શણગારમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની મૃત્યુ બાદ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા. પરંતુ આજ સુધી કોઈ પણ સવાલનો જવાબ મળી શક્યો નથી.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *