જાણો થાઈરોઈડ નાં લક્ષણો અને તેનાથી બચાવ નાં ઉપાયો

જાણો થાઈરોઈડ નાં લક્ષણો અને તેનાથી બચાવ નાં ઉપાયો

હાલના સમયમાં થાઇરોઇડની બીમારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ બીમારીમાં વજન ઘટવાની સાથે જ હોર્મોન્સ માં ગડબડ થાય છે. મહિલાઓને સૌથી વધારે થાઇરોઇડની બીમારીનું જોખમ રહે છે. આ બીમારી થાઇરોઇડ ગ્રંથિ વધવાના કારણે થાય છે. આ ગ્રંથિ બટરફ્લાય નાં આકાર જેવી હોય છે. જે શરીરની ઘણી જરૂરી ગતિવિધિઓ પર નિયંત્રણ કરે છે.

થાઇરોઇડ ગ્રંથિ ટી-૩ અને ટી-૪ થાયરોકિસન હોર્મોન નું નિર્માણ કરે છે. જેની શ્વાસ, હૃદયની ગતિ, પાચનતંત્ર અને શરીર નાં તાપમાન પર સીધી અસર પડે છે. સાથે જ તે હાડકાઓ, માંસપેશી અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. જ્યારે શરીરમાં આ હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. ત્યારે વજન ઓછું અથવા તો વધવા લાગે છે. તેને થાઈરોઈડની સમસ્યા કહેવાય છે. તે એક સાઇલેન્ટ કિલર બીમારી છે. કારણ કે, તેના લક્ષણ જલ્દીથી સામે આવતા નથી. થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં થાઈરાકિસન નામનો જે હોર્મોન બનાવે છે તેનાથી શરીર ની એનર્જી, પ્રોટીન ઉત્પાદન અને બીજા હોર્મોન્સ પ્રતિ થતી સંવેદનશીલતા નિયંત્રિત કરે છે.

થાઈરોઈડ નાં લક્ષણોમાં સૌથી સામાન્ય વાત વજનનું ઘટવું અથવા વજન વધવાનું હોય છે. આ ઉપરાંત અનિદ્રાની સમસ્યા અને વધારે તરસ લાગવી, વધારે પરસેવો આવવો, હાથ-પગમાં ધ્રૂજારી થવી, હૃદયનું વધારે તેજ ગતિથી ચાલવું, થાક અને ચિંતા નો સમાવેશ થાય છે. આ એક એવી બીમારી છે જેના લક્ષણો શરૂઆતમાં જલ્દીથી ઓળખી  શકાતા નથી. થાઇરોઇડની બીમારીમાં મહિલાઓ ને કબજિયાત, થાક, સુસ્તી અને ત્વચા માં ડ્રાયનેશ જેવી સમસ્યા થાય છે. આ ઉપરાંત આ બીમારીમાં પિરિયડ ની અનિયમિતતા પણ રહે છે. થાઇરોડ નાં લક્ષણોમાં મનમાં ગભરામણ થવી, યાદ શકિત ઓછી થવી, માંસપેશીઓ અને સાંધાના દુખાવાની સમસ્યા રહે છે.

આ એક એવી બીમારી છે જેના લક્ષણો પ્રત્યે ધ્યાન દેવામાં ન આવે તો તેનાથી જીવ નું જોખમ થઇ શકે છે. થાઇરોડ નાં લક્ષણો જોવામાં આવે કે  તુરંતજ ડોક્ટર ની સલાહ લેવી. કારણ કે, આ બીમારી બહુ વધી જાય તો શરીર પર ઘાતક અસર કરે છે. આ બીમારી ગરદન નાં નીચેના ભાગમાં આવેલ ઈડોક્રાઇન ગ્રંથી માં થાય છે. આ બીમારીથી બચવા માટે તમારે ફાઇબર યુક્ત ભોજન લેવું જોઈએ. અને શારીરિક ગતિવિધિઓ કરવી જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *