જાણો વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટ નું ચિત્ર રાખવાનાં ફાયદાઓ

જાણો વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટ નું ચિત્ર રાખવાનાં ફાયદાઓ

આપણે સૌ જાણીએ જ છીએ કે વાસ્તુ ની આપણા રોજીંદા જીવન પર કેટલી અસર પડે છે. આપણું ઘર હોય કે પછી ઓફીસ દરેક જગ્યા પર વાસ્તુ ની અસર જોવા મળે છે. જો વાસ્તુ પ્રમાણે બધું યોગ્ય જગ્યા પર હોય તો તમારા બધાં જ કાર્યો સફળ થાય છે. પરંતુ જો વસ્તુઓ વાસ્તુ પ્રમાણે યોગ્ય રીતે ગોઠવાયેલ ના હોય તો સખત પરિશ્રમ કરવા છતાં પણ તમને સફળતા મળતી નથી. તો આજે આ આર્ટીકલ માં અમે તમને જણાવીશું કે કઈ રીતે ઘર અને ઓફીસ માં ઊંટ ની મૂર્તિ કે ફોટો લગાડવાથી તમને સફળતા પ્રાપ્ત થાય છે અને તમારું જીવન ખુશીઓ થી ભરેલું રહે છે.

Advertisement

ઊંટ ને વિપરીત પરીસ્થિતિ માં પણ થાક્યા વગર સખત પરિશ્રમ કરનાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તેને વાસ્તુ માં સખત મહેનત નાં પ્રતીક તરીકે જોવામાં આવે છે. એટલે વાસ્તુ માં એવું માનવામાં આવે છે કે, જીવનની મુશ્કેલીઓ પર કાબૂ મેળવવા માટે ઊંટ નું શો-પીસ ખુબજ ઉપયોગી થાય છે. જો તમારા ધંધામાં નફો ના થઈ રહ્યો હોય અને જો તમારા કર્મચારીઓ કામ કરવામાં આળસ કરી રહ્યા હોય અને કામ થી બચવા માટેનાં બહાના કરી રહ્યા હોય તો ધંધામાં નફો અને ઉત્પાદકતા વધારવા માટે ઊંટ નાં શો પીસને લગાવવું. તેનાથી તમારી સાથે વ્યવસાયિક સંબંધો ધરાવતા લોકોમાં અંદરથી સ્થિરતા અને દૃઢતા ની ભાવના ઉત્પન્ન કરે છે. અને તમારા કર્મચારીઓ નું કામમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ જ રીતે યુવાનોને પોતાની કારકિર્દીમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય અને સતત પ્રયત્નો કરવા છતાં પણ સફળતા ન મળતી હોય તો તેઓએ પોતાના સ્ટડી રૂમ અથવા ઓફિસમાં ઊંટ નું શો-પીસ રાખવું જોઇએ તેનાથી તેને શુભ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે અને તમે જે કાર્ય કરો છો તેમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. અને કારકિર્દી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

તેવી જ રીતે જો તમારા ઘરમાં પૈસાને  સંબંધિત સમસ્યાઓ અવાર નવાર આવતી હોય તો ઊંટની જોડીને ઘરમાં રાખવાથી ધનનું આગમન ઝડપથી થવા લાગે છે અને ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિ સુધારવા લાગે છે. હકારાત્મક વિચારો અને ખુશનુમા વાતાવરણ માટે તમે તમારા ડ્રોઇંગરૂમમાં અથવા લિવિંગ રૂમમાં એક, બે અથવા વધારે ઊંટો ની પ્રતિમા રાખી શકો છો. આ પ્રતિમા ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ રાખવી. તેને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોનું મન સ્થિર રહે છે અને પરિવારના સભ્યો માનસિક રીતે રિલેક્સ રહે છે.

 

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *