જાણો પિત્તળ નાં વાસણો સાથે જોડાયેલ જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ

આજકાલ દરેક ઘરમાં સ્ટેલેશ સ્ટીલ નાં ચમકતા વાસણો જોવા મળે છે પિત્તળ નાં વાસણો કિચન માં થી હવે ગાયબ થઇ ગયા છે. જમાનામાં દરેક ઘરમાં પિતળ નાં વાસણો જોવા મળતા હતા. લોકો તેમાં જ ભોજન બનાવતા હતા. પિત્તળ થી બનેલી વસ્તુઓનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવતો હતો. આજે તમને પિત્તળ નાં વાસણો નાં ઉપયોગ નું ધાર્મિક, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક મહત્વ જણાવવા જઇ રહ્યા છે.
પિત્તળ થી ધાર્મિક લાભ
પિત્તળ એક મિશ્ર ધાતુ છે. તાંબુ અને જસત મળીને પિતળ બનાવવામાં આવે છે. પિતળ શબ્દની ઉત્પત્તિ પિત્ત થી થઈ છે. સંસ્કૃતમાં પિત નો મતલબ પીળો થાય છે હિન્દુ ધર્મમાં પીળો રંગ ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે. પૂજા કે ધાર્મિક કાર્ય થાય છે ત્યારે પિત્તળ નાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ ભગવાન ધન્વંતરિ ને પિત્તળ નાં વાસણો ખુબજ પ્રિય હતા. મહાભારત માં એક વૃતાંત જોવા મળે છે કે, જેમાં દ્રૌપદીજી ને સૂર્યદેવે પિત્તળ નું અક્ષય પાત્ર વરદાન નાં રૂપમાં ભેટ આપ્યું હતું. આ પાત્ર ની ખાસિયત એ હતી કે, દ્રૌપદીજી તેમાં ગમે તેટલા લોકોનું ભોજન બનાવે તે ક્યારેય ખૂટતું ન હતું.
પિત્તળ નો જ્યોતિષીય વિશે લાભ
જ્યોતિષશાસ્ત્ર મુજબ દેવગુરુ બૃહસ્પતિને પિતળ જેવો પીળો રંગ સંબોધિત કરવામાં આવે છે. આ ઉપરાંત પિત્તળ પર દેવ ગુરુ બૃહસ્પતિ નું આધિપત્ય છે તેથી જ્યારે બૃહસ્પતિ ગ્રહ શાંતિ કરાવવાની હોય ત્યારે પિત્તળ નાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ દરમ્યાન ગ્રહોની શાંતિ અને જ્યોતિષ અનુષ્ઠાન માં પિત્તળ નાં વાસણોનું દાન કરવામાં આવે છે.
પિત્તળ નાં વાસણ થી વૈજ્ઞાનિક લાભ
પિત્તળ નો ઉપયોગ ફક્ત ધાર્મિક અને જયોતિષની દ્રષ્ટિએ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ લાભકારી છે. પિતળ નાં વાસણ માં બનેલું ભોજન તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પાડે છે. તે ભોજન સ્વાદિષ્ટ હોય છે અને તેનાથી બીમારીઓ દૂર થાય છે. અને શરીરની ને તેજની પ્રાપ્તિ થાય છે.પિત્તળ નાં વાસણ જલ્દી ગરમ થઈ જાય છે તેથી ઊર્જાની બચત થાય છે તે મજબૂત હોય છે એટલે જલ્દી તૂટતાં પણ નથી પિતળ નાં લોટા માં જળ રાખીને પીવાથી ઊર્જા ની પ્રાપ્તિ થાય છે. પિત્તળ માંથી થાળી, વાટકા વગેરે ઘર વપરાશ નાં વાસણો, દેવતાઓ ની મૂર્તિ અન્ય પૂજા નાં વાસણો પાણી ભરવા માટેનાં વાસણો વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે.