જયા બચ્ચન ની થપ્પડે, અમિતાભ બચ્ચન અને રેખા ની લવ સ્ટોરી પર લગાવી હતી બ્રેક

જયા બચ્ચન અમિતાભ બચ્ચન અને રેખા આ ત્રણેય કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહ્યા છે. અમિતાભ બચ્ચન અને રેખા ની લવ સ્ટોરી ને લઈને લોકો આજે પણ જુદી જુદી પ્રકારની વાતો કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ એવોર્ડ ફન્કશન હોય તેમાં કોઇ એકનું નામ લેવામાં આવે છે તો બીજાનું નામ આપો આપ જ જોડાઈ જાય છે.અમિતાભ બચ્ચન હંમેશા આ સંબંધો અને સવાલો થી બચતા રહે છે. પરંતુ આ વાત વિશે રેખા જાહેરમાં અમિતાભ બચ્ચન અને પોતાના પ્રેમની વાત જાહેર કરી ચૂક્યા છે. જ્યારે અમિતાભ અને રેખાની પ્રેમ ની વાત જયા બચ્ચન નાં કાન પર પડી હતી ત્યારે જે વાત નો ડર હતો તે જ થયું હતું. જયા બચ્ચને અમિતાભ બચ્ચનની સામે જ રેખાને એક જોરદાર થપ્પડ મારી હતી.
જાણો શા માટે જયા બચ્ચને રેખા ને મારી હતી થપ્પડ
રેખા અને અમિતાભ બચ્ચન ની પ્રેમ કહાની ફિલ્મ ‘દો અંજાને’ થી શરૂ થઈ હતી. આ સમય દરમિયાન અમિતાભ અને જયા બચ્ચન નાં લગ્ન થઈ ચૂક્યા હતા. સમાચાર અનુસાર અમિતાભ બચ્ચન અને રેખા બંને જ દુનિયાથી છુપાઈ છુપાઈને રેખા નાં એક મિત્ર નાં ઘરે મળતા હતા. આ મીટીંગ વિશે તેમના બીજા મિત્રોને પણ ખ્યાલ ન હતો. આ પ્રેમી પંખીડાઓ ની લવ સ્ટોરી ની ઇન્ડસ્ટ્રી માં ચર્ચાઓ થવા લાગી હતી. ત્યારે એક ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન રેખાની સાથે એક કો-સ્ટાર ખોટી રીતે વર્તન કરી રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચનથી એ સહન થયું નહિ અને તેમણે ગુસ્સો વ્યક્ત કર્યો. અમિતાભ બચ્ચન નાં આ રીએક્ટ થી સેટ પર હાજર બધા લોકોને શક થયો કે, અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે કંઈ ને કંઈ તો છે ત્યારબાદ તેઓના સંબંધોની અફવા ઉડવા લાગી હતી.
ફિલ્મ નિર્માતા ટીટો ટોની નું એક ફિલ્મ રામ બલરામ બની રહ્યું હતું. આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકા તરીકે અમિતાભ બચ્ચન અને રેખા ને કાસ્ટ કરવા ઈચ્છતા હતા. જયારે આ વાત ની જ્યા બચ્ચનને ખબર પડી ત્યારે તેઓએ પોતાની નારાજ જણાવી. તે સમય દરમ્યાન જયા બચ્ચન ફિલ્મ ક્ષેત્રે ખૂબ જ આગળ પડતા હતા તેઓએ પોતાની ઓળખાણ નો ફાયદો ઉઠાવી રેખા ની જગ્યાએ એ જિન્ત અમાન ને કાસ્ટ માટે પ્રોડયુસર ને મનાવી લીધા. આ પુરી વાત બન્યા બાદ રેખા ફિલ્મમાં કોઈ અમાઉન્ટ લીધા વગર જ કામ કરવા માટે તૈયાર થઈ ગઈ. નિર્માતાએ ફરીથી તેમનેજ ફિલ્મમાં કાસ્ટ કર્યા ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન એક દિવસ અચાનક જયાજી સેટ પર પહોંચી ગયા ત્યાં જયા બચ્ચને સેટ પર અમિતાભ બચ્ચન અને રેખા ને એકલા વાત કરતા જોયા અને તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો તે પોતાના ગુસ્સાને કંટ્રોલ કરી શક્યા નહીં. ત્યારબાદ જયા બચ્ચને સેટ પર જ અચાનક બધાની સામે રેખા નાં ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. આ બધું થયા બાદ અમિતાભ બચ્ચન ઝડપથી સેટ છોડીને ઘરે ચાલ્યા ગયા.
આ વિવાદ જાણ્યા બાદ તમને આશ્ચર્ય થશે કે, રેખા જ્યારે મુંબઈ આવી હતી ત્યારે તેની સૌથી પહેલા મિત્ર જયા બચ્ચન હતા રેખા જયા બચ્ચન ની ઉપર નાં ફ્લેટ માં જ રહેતી હતા. રેખા માટે કામ માટેનાં ફોન પણ જયા બચ્ચન નાં ઘરે જ આવતા હતા. બંનેમાં ખૂબ જ મિત્રતા હતી આ એ સમયની વાત છે જ્યારે જયા બચ્ચન નાં અમિતાભ બચ્ચન સાથે લગ્ન થયા ન હતા.