જયા કિશોરીજી એ પોતાના લગ્ન માટે રાખી છે આ શરત, જાણો તેનાં વિશે

કથાવાચિકા અને ભજન ગાયકા જયા કિશોરીજી ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ફેમસ છે. ૧૯૯૬માં જન્મેલ જયા કિશોરી લગભગ નવ વર્ષની ઉંમરમાં જ આધ્યાત્મિકતા સાથે જોડાઈ ગયા હતા. તેમનું સાચું નામ જયા શર્મા છે. પરંતુ ભક્તો તેમને જયા કિશોરી નાં નામથી જ ઓળખે છે. તેની સાથે જ કિશોરીજી લાઈફ મેનેજમેન્ટ અને મોટીવેશન સ્પીચ માટે પણ ખૂબ જ જાણીતા છે. જીવન સાથે જોડાયેલા અલગ-અલગ વિષયો પર તેઓ સમય સમય પર સેમિનાર અને વેબીનાર નાં માધ્યમથી જણાવે છે. તેથી સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. જે ક્યારેક સવાલ પોસ્ટ કરે છે તો ક્યારેક તેમને લાઈવ દરમ્યાન પોતાની પરેશાનીઓ વિશે પૂછે છે.
પરિવારમાં કોણ કોણ છે
નાની ઉંમરમાં જ ભાગવત ગીતા, નાની બાઈનું માયેરુ નરસિંહ નાં ભાત જેવી કથા માટે સંભળાવીને પ્રસિદ્ધ થયેલ જયા કિશોરીજી પોતાની અંગત જીવન ને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે, તેમનો પરિવાર કલકતા માં રહે છે. જયા કિશોરીજી નાં પિતા નું નામ શિવ શંકર શર્મા છે. જ્યારે માતાનું નામ સોનિયા શર્મા છે. તેમને એક નાની બહેન છે જેમનું નામ ચેતના શર્મા છે.
લગ્ન માટે રાખી છે ખાસ શરત
ગુગલ પર તેમના ભજનો અને તેની ઉંમર, મેરિડ લાઈફ, હસબન્ડ વગેરેના વિશે ખૂબ જ સર્ચ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તેમના લગ્નને લઈને ઘણા સવાલો કરવામાં આવે છે. યુ ટ્યુબ પર રહેલ એક વિડીયો ક્લિપમાં તેમણે લગ્ન સાથે જોડાયેલી વાતો પર ચર્ચા કરી છે. તે મુજબ તે કલકતા માં જ લગ્ન કરવા માંગેછે. તેમના માટે તે વધારે યોગ્ય રહી શકે છે. જેથી તે ક્યારેક ક્યારેક પોતાના ઘરે જઈ શકે. પરંતુ જો કલકતા માં લગ્ન ન થઈ શકે અને અન્ય શહેરમાં થાય તો તેમની એક શરત છે કે, તેમના માતા-પિતા પણ તેજ શહેરમાં શિફ્ટ થશે. તેમના માતા-પિતા તેની આસપાસ ઘર લઈને તેમની પાસે જ રહેશે.
નાનપણમાં હતા ચંચળ
એક બીજી ક્લિપમાં તેમના નાનપણ ને યાદ કરતા જયા કિશોરીજી જણાવે છે કે, નાનપણમાં તે શરારતી નહિ પરંતુ ચંચળ હતા. તે કહે છે કે, નાનપણમાં તેમણે તોફાન કર્યા નથી. જોકે તે ક્યારેય એક જગ્યાએ ટકીને બેસી શકતા નહતા. પાડોશી નાં ઘરે ફર્યા કરતા હતા. આ રીતે પાડોશીને ત્યાં ફરવાના કારણે જ શરૂઆત થીજ તેમના સંબંધ પાડોશી સાથે ખૂબ જ સારા રહ્યા હતા. એક જગ્યાએ બેસવાને બદલે દર વખતે કંઈ ને કંઈ કર્યા કરતા.