જ્યારે એક બોલમાં ક્રિકેટરે બનાવ્યા હતા ૨૮૬ રન, જાણો ક્રિકેટ ઇતિહાસ સાથે જોડાયેલ રોચક ધટના

ક્રિકેટ વિશ્વની જાણીતી રમતો માંની એક રમત છે અને તે ઘણી જૂની છે. આ રમત ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી વાતો છે આજે એક અનોખી વાત જણાવવા જઈ રહ્યા છીએ વર્ષ ૧૮૯૪ માં ક્રિકેટનો એક મેચ થયો હતો આ દરમ્યાન એક બોલમાં ૨૮૬ બન્યા હતા. જી હા, એક જ બોલમાં આટલા રન બન્યા હતા અને આ ઇતિહાસ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર રચાયો હતો.૧૫ જાન્યુઆરી ૧૮૯૪ નાં દિવસ ને ક્રિકેટ ઇતિહાસ નો ખૂબ જ ખાસ દિવસ ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં આ તારીખે એક મેચ રમાયો હતો મેચ માં એક ક્રિકેટરે લાંબો શોટ માર્યો હતો જેનાં કારણે બોલ ઝાડ પર અટકી ગયો હતો ત્યારબાદ બોલ ને બધા શોધવા લાગ્યા હતા. આ તકનો ફાયદો ઉઠાવી અને બેટ્સ મેન એ રન લગાવવાનું ચાલુ કર્યું હતું ફિલ્ડર ને બોલ ઝાડ પરથી ઉતારવામાં ઘણો સમય લાગ્યો આ સમય દરમ્યાન બેટ્સમેને ૨૮૬ રન બનાવી લીધા હતા.
આ સમય દરમ્યાન બન્ને બેટમેન ને ક્રીઝ પર છ કિલોમીટર દોડ લગાવી હતી. જોકે જે ઝાડ પર બોલ ફસાઈ ગયો હતો તે ઝાડ મેદાનની વચ્ચે જ હતું. એવામાં બોલ નાખનાર સાઈડે અમ્પાયર ને અપીલ કરી હતી કે બોલ ખોવાઈ ગયો છે એવું જાહેર કરો કે જેથી બેટ્સમેન રન લેવાનું બંધ કરે. પરંતુ અમ્પાયરે આ વાત માટે મનાઈ કરી હતી અને આ તકનો લાભ ઉઠાવી અને બેટ્સમેને રન લગાવવાનું ચાલુ રાખ્યું આમ એક બોલ માં ૨૮૬ રણ બન્યા આ વાત અંગ્રેજી પેપર પોલ મોલ ગેજેટ માં છાપવામાં આવી હતી આ પેપર નાં સ્પોર્ટ પેજ પર આ ખબર છાપતા જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે એક બોલ ૨૮૬ બનાવવામાં આવ્યા અને આ રન બનાવા માટે ૬ કિલોમીટર મીટર દોડ ક્રીઝ પર લગાવામાં આવી હતી.