જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ને રાધાજી એ પીવડાવ્યું હતું પોતાનું ચરણામૃત, જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

રાધાજી અને શ્રી કૃષ્ણ ની પ્રેમ કહાની કેટલાય કિસ્સાઓ સાથે જોડાયેલી છે તેઓની પ્રેમ કહાની દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી ને એક પૌરાણિક કથા આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. આ પ્રથા વાંચીને તમને ખ્યાલ આવશે કે સાચો પ્રેમ શું હોય છે. કથા અનુસાર એક દિવસ શ્રી કૃષ્ણજી ખુબજ બીમાર પડી ગયા. ભગવાન શ્રીકૃષ્ણને ઘણી દવાઓ આપવામાં આવી પરંતુ ને સાજા થયા નહીં જડીબુટ્ટી અને દવાઓની કોઈ અસર ન થવાથી દરેક લોકો ચિંતામાં પડી ગયા. જોકે શ્રીકૃષ્ણ સારી રીતે જાણતા હતા કે તેની બીમારીનો ઈલાજ શું છે અને તે કઈ રીતે સારા થઈ શકશે પરંતુ તેણે આ વાત કોઈને જણાવી ન હતી.
આખા ગામનાં લોકો પરેશાન થઈ ગયા હતા અને દરેક વ્યક્તિ કામના કરી રહ્યા હતા કે તે જલદીથી સાજા થઇ જાય થોડા દિવસ બાદ શ્રી કૃષ્ણજી પોતાની બીમારી નો ઈલાજ દરેક ગોપીઓને જણાવ્યો શ્રીકૃષ્ણ ની વાત સાંભળીને ગોપીઓ હેરાન થઈ ગઈ. શ્રીકૃષ્ણે ગોપીઓ ને જણાવ્યું કે, અગર જો તે પોતાનું ચરણામૃત તેમને પીવડાવે તો તે સાજા થઇ જશે. પ્રેમથી ઉત્તમ કોઈ ઈલાજ નથી. આ ઉપાય સાંભળીને ગોપીઓને ભય લાગ્યો કે, એવું કરવાથી આપણે પાપનાં ભાગીદાર બનશું. ગોપીઓ શ્રી કૃષ્ણજી ની પરમ ભક્ત હતી પરંતુ શ્રી કૃષ્ણજી ને ચરણામૃત પીવડાવવા નો આ ઉપાય તેમને યોગ્ય લાગ્યો નહીં અને તેઓએ તેમ કરવાની ના પાડી.
તે સમય દરમિયાન રાધાજીને આ વાતની જાણ થઈ રાધાજીએ પોતાનું ચરણામૃત પીવડાવવાનો નિર્ણય કર્યો. રાધાજી શ્રી કૃષ્ણજી ની હાલત જોઈ શકાતા ન હતા. તેથી રાધાજી એ આ ઉપાય કરવાનો નિર્ણય કર્યો. રાધાજી એ પોતાના પગ ધોઈ ને શ્રીકૃષ્ણજી ને ચરણામૃત પીવડાવ્યું. રાધાજી ને ખ્યાલ હતો કે, એવું કરવાથી તેને પાપ લાગશે પરંતુ તે એ પણ જાણતા હતા કે જો આ ઉપાય કરવામાં નહીં આવે તો શ્રી કૃષ્ણજી ની હાલત વધારે ખરાબ થઈ જશે. જેવું જ શ્રી કૃષ્ણજી ને ચરણામૃત પીવડાવવામાં આવ્યું ત્યારે શ્રી કૃષ્ણજી ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજી ની આ કથા સાચા પ્રેમ નું ઉદાહરણ છે. રાધાજી નાં સાચા પ્રેમથી શ્રી કૃષ્ણજી સાજા થઈ ગયા. આ કથા આપણ ને જણાવે છે કે, સાચો પ્રેમ સૌથી મોટો હોય છે.