જ્યારે હનુમાનજી એ ભીમને કર્યા હતા પરાજીત, ત્યારે બન્યું હતું આવું

મહાભારતમાં શોર્ય ની કથાઓ મળે છે. સાથે જ ઘણા એવા પ્રસંગો પણ છે જે હસવા માટે મજબૂર કરી દે છે. જોકે આમાંથી ઘણા પ્રસંગો એવા છે કે, જેનાથી તમને એક અનુભવ પ્રાપ્ત થાય છે જેને જીવનમાં ઉતારવામાં આવે તો જીવન પરિવર્તન થઈ જાય છે એવી એક કથા પવનપુત્ર હનુમાન અને સર્વશ્રેષ્ઠ ગદાધારી ભીમ ની છે તો આજે અમે તમને આ આર્ટિકલમાં ભીમ અને પવન પુત્ર સાથે જોડાયેલી એક રોચક કથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વાત ત્યારની છે જ્યારે પાંડવો પોતાના વનવાસમાં સજા ભોગવી રહ્યા હતા. ત્યારે એક દિવસ દ્રોપદીજી આશ્રમમાં બેઠા હતા ત્યારે તેમની પાસે એક ફૂલ આવીને પડ્યું ફૂલની સુગંધ તેમને ખૂબ જ પસંદ આવી ત્યારે તેમણે ભીમ ને બોલાવી અને તે ફૂલ લાવી આપવાની ઇચ્છા દર્શાવી હતી. પત્નીની ઈચ્છા પૂરી કરવી એ ભીમ નું કર્તવ્ય હતું. એવામાં ભીમ ફૂલ માટે વનમાં ગયા. ભીમ એક વન નાં દ્વાર પર પહોંચ્યા ત્યારે તેમની નજર રસ્તા પર એક વાનર પર પડી. વાનર ને જોઇને તેમણે કહ્યું કે, કૃપા કરીને રસ્તા પરથી હટી જાવ પરંતુ તેને કોઈ જવાબ આપ્યો નહીં.
વાનર એ કોઈ પ્રતિક્રિયા ન આપી ત્યારે તેમને ગુસ્સો આવ્યો અને તેમણે એકવાર ફરી વાનર ને રસ્તા પરથી હટી જવા માટે કહ્યું. પરંતુ આ વખતે તેમણે કહ્યું કે હું ખૂબ જ કમજોર છું. દૂર જઇ શકું તેમ નથી. ત્તમારે જવું હોય તો ટપીને જતા રહો. આ વ્યવહારથી ભીમ ને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે પોતાની શક્તિનો પ્રયોગ કર્યો તેમણે જણાવ્યું કે હું માતા કુંતી નો અને પવન દેવ નાં પુત્ર છું અને હનુમાન મારા ભાઈ છે. એટલું સાંભળીને પણ વાનર પર કોઈ અસર ના થઈ. ત્યારે ભીમ નો ગુસ્સો ખૂબ જ વધ્યો. ત્યારે તેમણે વાનર ને ચેતવણી આપતા કહ્યું કે મને વધારે ગુસ્સો ન અપાવવો. તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડશે. તેઓંએ કોઇ પ્રતિક્રિયા ન આપી અને તેઓ આરામથી ત્યાંજ સૂતા રહ્યા. ત્યારબાદ ધીમે કહ્યું કે તમારે વધારે ઉતાવળ હોય તો પૂછ હટાવીને જતા રહો ભીમે ગુસ્સામાં પૂછ હટવાની કોશિશ કરી પરંતુ તે હલાવી ન શક્યા અને તેને પરસેવો છુટ્યો ત્યારબાદ તેને લાગ્યું કે આ કોઈ સાધારણ વાનર નથી તેમણે વિનમ્રતાપૂર્વક બંને હાથ જોડીને પોતાનો પરિચય આપવા માટે કહ્યું જવાબમાં તેમણે કહ્યું હું સ્વયં હનુમાનજી એટલું સાંભળતાં ભીમ તેમનાં ચરણોમાં પડી ગયા અને કહયું કે તમે તમારો પરિચય પહેલા કેમ ન આપ્યો ત્યારે હનુમાનજીએ જણાવ્યું કે આ વન મનુષ્ય માટે સુરક્ષિત નથી તેથી હું તમારી રક્ષા માટે આવ્યો છું.
ત્યારબાદ હનુમાનજીએ ભીમને તે ફૂલ વિશે જણાવ્યું જે ફૂલ ની શોધ માટે તેઓ ઘરેથી નીકળ્યા હતા. ભીમને જ્યારે તે ફૂલ મળી ગયું ત્યારે હનુમાનજી એ કહ્યું કે હવે તમે જઈ શકો છો ફૂલ લિ ને જયારે ભીમ જતા હતા ત્યારે હનુમાનજી એ વિરાટ સ્વરૂપ નાં દર્શન કરાવી અને ભીમને ગળે લગાવ્યા અને મહાભારત નાં યુદ્ધમાં વિજય નાં આશીર્વાદ આપ્યા. અને હનુમાનજી ને ગળે મળવાને કારણે ભીમ ની તમારી શક્તિ પણ વધી ગઈ.