જ્યારે જયા બચ્ચને કરી હતી એશ્વર્યા ની મજાક, કહ્યું હતું કે મારી પૌત્રી એ મિસ વર્લ્ડ ને નૈની રાખી છે

Posted by

જ્યારે પણ બોલિવૂડમાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રી ની ચર્ચા થાય ત્યારે એશ્વર્યા રાય બચ્ચન નું નામ તે યાદી માં હોય છે. એશ્વર્યા રાય બચ્ચન એ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ચાહકો ને તેના અભિનયની સાથે તેની સુંદરતા પણ ખૂબ જ પસંદ આવી છે એશ્વર્યા નું સલમાન ખાન અને વિવેક સાથે નું અફેર ચર્ચામાં રહ્યું છે.

સલમાન ખાન સાથે તેના સંબંધો પૂર્ણ થયા પછી તેનું નામ વિવેક સાથે જોડાયુ હતું. ત્યાં જ વિવેક સાથે બ્રેક-અપ થયા પછી એશ્વર્યા રાયે અભિષેક બચ્ચન જોડે વર્ષ ૨૦૦૭ માં લગ્ન કરી લીધા. ત્યાં જ લગ્ન નાં ચાર વર્ષ પછી બંને એક પુત્રી આરાધ્યા બચ્ચન  નાં માતા પિતા બન્યા.

 

આરાધ્યા બચ્ચન પોતાના માતા-પિતા અને દાદા દાદી ની જેમ  હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ઘણી ક્યુટ લાગતી આરાધ્યા નાં ઘણા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે. આરાધ્યા પોતાના માતા-પિતાની સાથે જ પોતાના દાદા અમિતાભ બચ્ચન અને દાદી જયા બચ્ચનની ખૂબ જ નજીક છે.

પોતાના એક ઈન્ટરવ્યું દરમિયાન જયા બચ્ચને કહ્યું હતું કે, એશ્વર્યા તેની પુત્રીનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે દરમિયાન જયા એ એશ્વર્યા રાય બચ્ચનની મજાક પણ ઉડાવી હતી. તેમણે મજાકમાં કહ્યું હતું કે, આરાધ્યા ખૂબ જ લકી છે કે, મિસ વલ્ડ તેનું ધ્યાન રાખે છે. જયા પ્રમાણે એશ્વર્યા પોતાની પુત્રીને નોકર અથવા નૈની નાં વિશ્વાસ પર ક્યારે નથી મૂકતી.

જયાએ કહ્યું કે, એશ્વર્યા આરાધ્યા નું દરેક કામ જાતે કરે છે. કારણકે એશ્વર્યા ને એવું લાગે છે કે કોઈ બીજું તે કામને સારી રીતે નહીં કરી શકે. જયા બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન વચ્ચે પણ એક સારો સંબંધ છે. બંને હંમેશા એક મજબૂત રિલેશન શેયર કરતા જોવા મળે છે.

જયા બચ્ચને પોતાની પુત્રવધુ ની પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યું છે કે, તે ખૂબ જ સુંદર હોવાની સાથે જ એશ્વર્યા જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે. એશ્વર્યા એક સારી વહુ હોવાની સાથે એક સારી અને જવાબદાર માતા પણ છે. જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય લગ્ન પહેલાં જ્યાજી એ કહ્યું હતું કે, મારી ઈચ્છા હતી કે અભિષેક અને ઐશ્વર્યા ના લગ્ન થાય. હું આવી છોકરીને જ પોતાના ઘરની  વહુ બનાવવા માંગતી હતી. જે પરંપરાને સંભાળે અને સંસ્કારી હોય.

જણાવી દઈએ કે, અભિષેક જોડે લગ્ન કર્યા પછી એશ્વર્યા ફિલ્મોથી દૂર છે. તેમણે અમુક ફિલ્મોમાં જ કામ કર્યું છે. પણ આરાધ્યા નાં જન્મ પછી બોલિવૂડથી વધુ દૂર થઈ ગયા છે. પરંતુ આરાધ્યા થોડીક મોટી થઈ ત્યાર બાદ તેમણે ફરી કમબેક કર્યું હતું.

છેલ્લી વાર તે “એ દિલ હે મુશ્કિલ” માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે અભિનેતા રણબીર કપૂર સાથે નાં એક બોલ્ડ સીન નાં  કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *