જ્યારે રાનુ મંડલને લઈને હિમેશ રેશમિયા ને પૂછવામાં આવ્યો આ સવાલ, જવાબ મળ્યો આવો કઈક

જ્યારે રાનુ મંડલને લઈને હિમેશ રેશમિયા ને પૂછવામાં આવ્યો આ સવાલ, જવાબ મળ્યો આવો કઈક

હિન્દી સિનેમાનાં ગાયક, અભિનેતા, મ્યુઝિક કંપોઝર અને ફિલ્મ નિર્માતા હિમેશ રેશમિયા હંમેશા ચર્ચામાં બની રહે છે. હિમેશ રેશમિયા ઇન્ડસ્ટ્રીમાં એ ગાયકોની લિસ્ટમાં છે જે સૌથી વધારે પ્રશંસા મેળવે છે. હિમેશ રેશમિયા પોતાના ખારા સ્વભાવનાં કારણે પણ ખૂબ જ જાણીતા છે. એવામાં ફરી એકવાર હિમેશ રેશમિયા ચર્ચામાં આવ્યા છે. તો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર રાનુ મંડલ  ખૂબ જ ચર્ચામાં રહી હતી. હિમેશ રેશમિયા એ તેને બ્રેક આપી હતી. પરંતુ એકવાર જ્યારે હિમેશ રેશમિયા ની રાનુ મંડલ ને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે હિમેશ રેશમિયા ગુસ્સે થઈ ગયા હતા. અને તેમને આ સવાલ પસંદ આવ્યો ન હતો.

રાનુ મંડલ  ચર્ચામાં આવ્યા બાદ પૈપરાજી એ એક કાર્યક્રમ દરમિયાન રાનુ મંડલ ની સેલ્ફીનાં વિવાદને લઈને હિમેશ રેશમિયા ને સવાલ કર્યો હતો. તેના જવાબમાં તે ગુસ્સે થઈ ગયા હતા. કયું હતું કે, “આખરે મને આ સવાલ શા માટે પૂછવામાં આવ્યો હું રાનુ મંડલ નો  મેનેજર નથી”. હિમેશ રેશમિયા જવાબમાં કહ્યું હતું કે તેનો બરાબર જવાબ રાનુ મંડલ પોતે જ આપી શકે છે. હું કઈ રીતે આ સવાલનો જવાબ આપી શકું છું. એ બરાબર નથી મેં ઘણા લોકોને બ્રેક આપી છે. પરંતુ તેના જીવનમાં કંઈપણ બને છે તેનો જવાબ હું આપી શકતો નથી. આખરે સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર એ કહ્યું કે દર્શન રાવલ, શૈનન, પલક મુચ્છલ જેવા સ્ટાર્સને મેજ લોન્ચ કર્યા હતા. રાનુ મંડલ પાસે લતા મંગેશકર જેવો અવાજ હતો તેથી મેં તેમને બ્રેક આપી.

મહત્વની વાત એ છે કે, રાનુ મંડલ કલકત્તા નાં રેલવે સ્ટેશન પર ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેમને ગાવાનો ખૂબ જ શોખ હતો. એક વાર કોઈએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી દીધો જેમાં રાનુ મંડલ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર નું એક ગીત ગાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ લાઈક કરવામાં આવ્યો. પોતાના વિડિયો થી લોકપ્રિયતા મેળવનાર રાનુ મંડલ નાં ભાગ્યએ તેમનો સાથ આપ્યો અને તેની કાયા પલટ થઈ ગઈ. હિમેશ રેશમિયા તેમને સૌથી ફિલ્મમાં ગાવાની તક આપી. હિમેશ રેશમિયા અને રાનુ મંડલે  મળીને ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ માં ગીત ગાયું હતું. આ ફિલ્મનું ગીત ‘તેરી મેરી કહાની’ ખૂબ જ ફેમસ થયું હતું. જોકે રાનુ મંડલ ને લઈને હાલમાં કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. તે જે રીતે અચાનક થી આવ્યા હતા તેજ રીતે અચાનકથી ગાયબ પણ થઇ ગયા.

આ હતો સેલ્ફી વિવાદ

તમને જણાવી દઈએ કે, લોકપ્રિય થયા બાદ રાનુ મંડલ હંમેશા ચર્ચામાં રહેતા હતા. એકવાર જ્યારે તેમના એક ફેન્સ એ સેલ્ફી લેવા માટે કહ્યું ત્યારે રાનુ મંડલે ના પાડી દીધી હતી. ત્યારબાદ થી તે ન તો કોઈ રિયાલિટી શોમાં જોવા મળ્યા અને ના તો કોઈ ગીત નાં  રેકોર્ડિંગમાં આ બાબત પર તેની ખૂબ જ આલોચના કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, હિમેશ રેશમિયા બોલિવૂડ નાં એક ફેમસ ગાયક છે. ઇન્ડસ્ટ્રીમાં તેઓએ પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. તેમણે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૮ માં આવેલ ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માં મ્યુઝીક ડાયરેક્ટર નાં રૂપમાં કરી હતી. આજ સુધી તે હેલો બ્રધર, કુરુક્ષેત્ર, દુલ્હન હમ લે જાયેંગે, જોડી નંબર વન, હમરાજ, ફૂટપાથ, તેરે નામ, રન જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે. સિંગર નાં રૂપમાં તેમણે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૬ માં કરી હતી. તેના ઘણાં ગીતો સુપરહિટ રહ્યા છે. તેમને એક ગાયક નાં રૂપ માં ઘણા એવોર્ડ થી સમ્માનિત કરવામાં આવ્યા છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *