ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા હો તો તમારી ડાયટમાં સામેલ કરો આ ડ્રીંક્સ જલ્દી મળી શકે છે ફાયદો

આજની ભાગ દોડ ભરી લાઇફ-સ્ટાઇલ અને બદલતા ખાનપાન નાં લીધે વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ફિટનેસ એક્સપર્ટ નું કહેવાનું છે કે, ૮ કલાકની પૂરતી ઉંઘ ન લેવાના કારણે અને ૩૦ મિનિટ વર્કઆઉટ ણ કરવાથી વજન વધી શકે છે. કહેવામાં આવે છે કે, વજન ઘટાડવા માટે ડ્રીંક્સ નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે. જાણકારો અનુસાર ખાવા કરતા લીક્વીડ ની શરીર પર જલદી અસર થાય છે તે શરીરમાં જઈને જલ્દીથી ભળી જાયછે અને તેની અસર બતાવવાનું શરૂ કરી દે છે. એમા ફિટનેસ એક્સપર્ટ એ પણ કહે છે કે, વજન ઘટાડવા માટે કેટલાક પ્રાકૃતિક ડ્રીંક્સ નું સેવન અસરદાર સાબિત થાય છે.
કોથમીર નો રસ
જે લોકોનું વજન વધારે હોય અને તેનાથી તે પરેશાન હોય તેવા લોકોએ એવા લોકો માટે કોથમીર રામબાણ ગણવામાં આવે છે. કોથમીર માં ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આયર્ન, પોટેશિયમ, વિટામિન ઇ અને સી રહેલું હોય છે. રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી વજન ઝડપથી ધટે છે.
ખસખસ નો રસ
વજન ઘટાડવા માટે ખસખસ ને ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તેનાથી વજન તો ઘટે છે સાથે જ તે લીવર ને લગતી બીમારી, અનિદ્રા અને નર્વસ સિસ્ટમ ની પરેશાનીઓને દૂર કરે છે.
જીરૂ અને લીંબુનો રસ
લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. જ્યારે જીરૂ પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે, જીરું અને લીંબુ નાં રસનું સેવન કરવાથી જલ્દી થી વજન ઘટે છે. તેને બનાવવા માટે જીરું ને આખી રાત પલાળી રાખવું અને આગલે દિવસે તે પાણીને ૧૦ મિનિટ ઉકાળી લેવું ત્યરબાદ તેને ગાળીને તેમાં લીંબુનો રસ ઉમેરી ને તેનું સેવન કરવું.
મેથી નાં દાણા નો રસ
મેથી દાણા થી વજન ઝડપથી ઘટે છે ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે, તેનું સેવન કરવાથી બ્લડ શુગરની માત્રા પણ ઓછી થાય છે તેથી તેનું સેવન કરતા પહેલા ડાયટિશ્યન્સ નો સંપર્ક જરૂર કરવો. આ ડ્રિક્સ નું સેવન કરવાથી થોડા દિવસોમાં જ તેની અસર જોવા મળશે.