જે પુરૂષોમાં હોય આ ગુણો, મહિલાઓ તરત જ હારી જાય છે તેમનાં પર પોતાનું દિલ

એ વાત તો બધાં જાણે છે કે, પુરુષો અને સ્ત્રીઓ એકબીજા તરફ આકર્ષાય છે. પરંતુ આ પાછળનું કારણ શું છે તે વિશે સચોટ માહિતી આજ દિવસ સુધી મળી નથી. તે શોધવા માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે. ઘણા બધાં અભ્યાસ થયા છે. ઉપરાંત ઘણા પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. આ બધાં પરથી જાણવામાં આવ્યું છે કેટલી સ્ત્રીઓને પુરુષોની કઈ વાતો પસંદ આવે છે.
વર્ષ ૨૦૧૦ માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાઓ તેમના કરતાં વધુ ઉંમરવાળા પુરુષો પ્રત્યે વધારે આકર્ષાય છે. પ્રખ્યાત લેખિકા અને યુકે ની ડંડી યુનિવર્સિટી માં પ્રોફેસર ફહ્યના મુર જણાવે છે કે, જે સ્ત્રીઓ કામ કરતી હોય છે તેમનામાં આ પ્રકારનું વલણ વધુ હોય છે. તેઓ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. તે પોતે વિચારી ને પોતાનાં જીવનસાથીની પસંદગી કરે છે. તે પોતાનાથી વધુ ઉંમરવાળા પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે છે.
વખાણ કરવા વાળા
જે પુરુષો સ્ત્રીઓનાં વખાણ કરે છે તે પુરુષો સ્ત્રીઓને વધારે પસંદ આવે છે. પુરુષો તરફથી તેમની પ્રશંસા સાંભળીને સ્ત્રીઓ ફક્ત સ્મિત જ નથી આપતી પરંતુ થોડી શરમાઈ પણ છે. આ અમે નહીં પરંતુ આના પર સંશોધન કરનાર પ્રસિદ્ધ લેખિકા અને અમેરિકાની યુનિવર્સિટી ની પ્રોફેસર હેલન ફિશરે જણાવ્યું છે. તેમના મતે જે પુરુષો ફ્લર્ટ કરે છે તેઓ સ્ત્રીઓને વધારે પસંદ આવે છે.
લાલ કલરનાં કપડાં
લાલ કપડાં પહેરનારા પુરુષો પ્રત્યે મહિલાઓ વધારે આકર્ષિત થાય છે. ઇંગ્લેન્ડ, ચીન, જર્મની અને અમેરિકાનાં લોકો પર ૨૦૧૦ નાં સંશોધનમાં આ વાત સામે આવી હતી, જેમાં સ્ત્રીઓને લાલ રંગના કપડાંની સાથે બીજા રંગના કપડાં પહેરેલ પુરુષો બતાવવામાં આવ્યા. આમાં મોટાભાગની સ્ત્રીઓએ લાલ રંગનાં કપડાં પહેરેલ પુરુષોને પસંદ કર્યા હતા.જ્યારે પુરુષો અને સ્ત્રીઓને લાગે છે કે સામેવાળી વ્યક્તિ તેના જેવી જ છે ત્યારે તેઓ એકબીજા તરફ વધુ આકર્ષિત થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી તરફથી ૬૦ સ્ત્રીઓ અને ૬૦ પુરુષો પર એક ઓનલાઇન સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને પોતાના કરતાં વધારે આકર્ષક પુરુષ મળે છે તો તેમને ડર લાગે છે કે તેમનું બીજે ક્યાંક અફેર હોઈ શકે છે.
ખૂબ હસાવવા વાળા
જે પુરુષો વધારે હસાવે છે તેને પણ સ્ત્રીઓ વધારે પસંદ કરે છે. અનેક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેમના સેન્સ ઓફ હ્યુમરનાં કારણે સ્ત્રીઓ તેમને વધારે પસંદ કરતી હોય છે. આટલું જ નહિ આંતરરાષ્ટ્રીય જનરલ કોસ્મેટિક સાયન્સ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ સ્ત્રીઓ સુગંધિત ડિયોડરન્ટ લગાવવા વાળા પુરુષો થી વધારે આકર્ષિત થાય છે.