જે સ્ત્રી નાં શરીર પર હોય છે આ નિશાન, તેનાં ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે

જે  સ્ત્રી નાં શરીર પર હોય છે આ નિશાન, તેનાં ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે

કોઈપણ વ્યક્તિની રાશિ ની સાથે તેનાં શરીરનાં અંગો પર બનેલા નિશાન પરથી પણ વ્યક્તિ નાં સ્વભાવ, વ્યક્તિત્વ અને ભાગ્ય વિશે ઘણું જાણી શકાય છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે મહિલાઓ નાં શરીર પર કોઈ વિશેષ પ્રકારનું નિશાન હોય છે તે ખૂબ જ નસીબદાર હોય છે. આવી મહિલાઓ તેમનાં પરિવાર માટે પણ ખૂબ નસીબદાર હોય છે. તો ચાલો આપણે જાણીએ કે કઈ મહિલાઓ ભાગ્યશાળી છે.

Advertisement

જેમની આંખો મોટી હોય

જે સ્ત્રીઓ ની આંખો મોટી હોય છે અને તેની આંખ ન ઉપર અને નીચે નો ભાગ આછો લાલ હોય આંખોનો રંગ સંપૂર્ણપણે સફેદ હોય અને ભમર સંપૂર્ણ કાળા હોય તે ભાગ્યશાળી ગણાય છે. એવું માનવામાં આવે છે કે તેના પર ઈશ્વર ની કૃપા સદાય બની રહે છે. આવી મહિલાઓ માં સદગુણો અપાર હોય છે. તે પોતાનાં ઉત્તમ કાર્યો થી ઘરને સારી રીતે  સંભાળી ને રાખે છે. તેમજ તેનો ઘરનાં દરેક સભ્યો સાથે તાલમેલ રહેછે. તે જીવન નાં દરેક વળાંક પર તેનાં પતિ ને સહયોગી બને છે.

ચંદ્ર સમાન ગોળ ચહેરો

જે મહિલા નો ચહેરો ગોળાકાર અને ચંદ્ર જેવો ગૌરવર્ણ હોય છે. તે પણ તેમના પરિવાર માટે ભાગ્યશાળી ગણાય છે. માનવામાં આવે છે કે આવી સ્ત્રીઓ નાં જીવન માં નાણાકીય કષ્ટો ક્યારેય નથી આવતા અને તેઓ સુખી જીવન જીવે છે.

સુંદર દેખાવ

જે મહિલાઓ નાં શરીર નાં અંગો હરણ જેવા નરમ અને સુંદર હોય છે. તે સ્ત્રીઓ ને ખૂબ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓ ગરીબ કુટુંબ માં જન્મ્યા હોવા છતાં તેમનાં લગ્ન એક સમૃદ્ધ પરિવાર માં થાય છે. આટલું જ નહીં તેમનાં પતિ તેમને ખૂબ જ ચાહે છે અને સાસરિયા માંથી પણ તેને ઘણો પ્રેમ મળે છે. આ મહિલાઓ ને જીવનમાં દરેક પ્રકારનો આનંદ પ્રાપ્ત થાય છે.

હાથ ઉપર ઉંડી અને ગોળ રેખા

જે સ્ત્રીઓ નાં હાથમાં ગોળ અને ઉંડી રેખાઓ જોવા મળે છે તે સ્ત્રીઓ નાં જીવન માં હંમેશા ખુશાલી રહે છે અને તે મહિલા નાં પરિવાર નાં સદસ્યો પણ હંમેશા ખુશ રહે છે.

હાથમાં માછલીનું ચીન

જે સ્ત્રીઓ નાં હાથમાં માછલી અથવા સ્વસ્તિક વગેરે જેવા ચિહ્નો હોય છે તેના પર ધનની દેવી માતા લક્ષ્મી ની અપાર કૃપા રહે છે. મહાલક્ષ્મી ની કૃપા હોવાના લીધે તે મહિલા નાં જીવન માં ધન-ધાન્ય સંબંધી મુશ્કેલીઓ આવતી નથી એટલું જ નહિ પરંતુ તે જે પરિવાર માં લગ્ન કરીને જાય છે ત્યાં પણ ધન-ધાન્ય ની ક્યારેય કમી આવતી નથી.

કમળ નું નિશાન

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે સ્ત્રીઓ નાં હાથ પર કમળ નું નિશાન હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી ગણાય છે. તેનાં લગ્ન ખૂબ જ ધનિક વ્યક્તિ સાથે થાય છે જે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે. એટલું જ નહીં આવી મહિલાઓ એક ગુણવાન અને તેજસ્વી સંતાન ને જન્મ આપે છે.

ગોળાકાર ચિન્હ

જો કોઇ સ્ત્રી નાં હાથ પર ગોળાકાર ચિન્હ બનેલું હોય તો આવી મહિલા નાં લગ્ન એક શક્તિશાળી અને અમીર પુરુષ સાથે થાય છે. અને તેમનું જીવન સુખમય રહેછે.

ત્રિશુલ તલવાર જેવા ચિન્હો

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે  સ્ત્રી ની હથેળી માં ત્રિશૂળ, તલવાર, ગદા જેવા ચિન્હો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે, તેનું મન સામાજિક અને ધાર્મિક કાર્યો માં વધારે લાગે છે. તેને સામાજિક પ્રતિષ્ઠા ખૂબ પ્રાપ્ત થાયછે.

ગોળ એડી

જે સ્ત્રીઓ નાં પગ ની એડી ગોળ હોય છે તે સ્ત્રીઓ ને પોતાનાં જીવન માં ક્યારેય મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો નથી. તેને ક્યારેય પણ સંઘર્ષ કરવો પડતો નથી. તેને દરેક વસ્તુ ખૂબ સરળતાથી પ્રાપ્ત થઇ જાયછે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *