જીવનમાં આવી રહી હોય જો પરેશાનીઓ તો શનિદેવ હોઈ શકે છે ભારી, જાણો કઈ રીતે મળે છે તેનાં સંકેત

શનિદેવ એક એવા દેવતા છે કે જેના નારાજ થવાથી વ્યક્તિ નાં જીવનમાં ઘણી પરેશાનીઓ થવા લાગે છે પરંતુ જો શનિદેવ ખુશ થાય છે તો વ્યક્તિ નાં જીવનમાં ખૂબ જ ખુશી આવે છે. દરેક લોકો શનિદેવ ની ખરાબ દૃષ્ટિથી બચવા માટે ઘણા પ્રકાર નાં ઉપાયો કરે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિ વ્યક્તિ ઉપર પડવાથી ખૂબ જ ખરાબ થઈ શકે છે શનિદેવની ખરાબ દ્રષ્ટિ નાં કારણે જીવનમાં દુઃખો આવવા લાગે છે. મુખ્યત્વે લોકો ની એવી ધારણા છે કે, શનિદેવ હંમેશા ખરાબ જ કરે છે પરંતુ તે સાચું નથી. જો શનિદેવ પ્રસન્ન થાય તો સમજી લેવું કે તમારી દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહની વિશેષ ભૂમિકા ગણાવવામાં આવી છે તેને ન્યાયાધીશ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિદેવ કર્મોનો હિસાબ પ્રમાણે શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે મળવાથી એ વાતનો ઈશારો કરે છે કે, તમારા પર શનિ ભારી છે.
- જ્યોતિષશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિ નાં વાળ ખરવા લાગે તો તેનો મતલબ થાય છે કે, તે વ્યક્તિ પર શનિની છાયા પડી ચૂકી છે. એવામાં તે વ્યક્તિ તરત જ શનિદેવને પ્રસન્ન કરવા માટે જ્યોતિષય ઉપાયો કરવા જોઈએ જેનાથી શનિદેવનો ખરાબ પ્રભાવ ઓછો થઈ શકે.
- જો કોઈ વ્યક્તિ નાં વ્યવહાર અને મનમાં ઘણા બદલાવ આવવા લાગે તો તે શનિ નાં અશુભ પ્રભાવ નો સંકેત છે.
- જો વ્યક્તિ અનૈતિક કાર્યોમાં રુચિ ન લેતો હોય અને વ્યક્તિ ને નુકસાન થતું હોય તો તે શનિ નાં અશુભ પ્રભાવ નો સંકેત છે.
- જે લોકો પર શનિ ભારે રહેછે તે લોકો નું મન કામકાજમાં લાગતું નથી અને તે લોકોને કામ ટાળવાની આદત હોય છે.
- શનિ નાં અશુભ પ્રભાવને કારણે વ્યક્તિ ને કામકાજમાં વિઘ્નોનો સામનો કરવો પડે છે. દરેક કાર્યમાં વિઘ્ન આવી શકે છે.
- જો કોઈ વ્યક્તિ નાં સ્વભાવ માં ચીડ ચીડાપણું જોવા મળે તો સમજવું કે તેના પર શનિ ભારે છે.
- શનિ ગ્રહ નાં અશુભ પ્રભાવથી વ્યક્તિ આળસુ બને છે તેના વાળ, નખ અને દાઢી હંમેશા વધેલા રહે છે.
- જો કોઈ વ્યક્તિ ને ખાવામાં માંસ મદિરા પ્રત્યે રૂચિ વધવા લાગે તો સમજવું કે તેન પર શનિ નો અશુભ પ્રભાવ છે.
- વ્યક્તિ નાં ચપ્પલ ચોરાઈ ત્યારે તે શનિ ભારે હોવાનો સંકેત છે.
- અચાનક ઘરની દિવાલ પર તિરાડ દેખાવા લાગે તો સમજવું કે તે શનિ નાં અશુભ પ્રભાવ નો સંકેત છે.
- અવૈધ પ્રેમ સંબંધો તરફ રુચિ વધે, ઘર નાં પાળતું જાનવરનું અચાનક મૃત્યુ થાય તો તે શનિ ભારે હોવાનો સંકેત છે.
- નોકરી કે વેપારમાં અચાનકથી પરેશાનીઓ વધવા લાગે ત્યારે સમજી લેવું કે તમારા પર શનિનો અશુભ પ્રભાવ છે.