જીવનમાં દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શંકર ને ચડાવો તેમની મનપસંદ વસ્તુઓ

ભગવાન શંકર આ સૃષ્ટિનાં પાલનકર્તા છે. તેઓ તેમનાં ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. જો કોઈ સાચી શ્રદ્ધાથી જળ ચઢાવે તો તેઓ પ્રસન્ન થાય છે. સાચા મનથી તેમનું ધ્યાન કરવાથી પણ વ્યક્તિ ને દરેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. તેથી જ તેને ભોળાનાથ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે ક્રોધિત થાય છે ત્યારે મહાકાલ નું સ્વરૂપ ધારણ કરે છે. ભગવાન શંકરને દૂધ, મધ, જળ, ભાંગ અને ચંદન વગેરે વસ્તુઓ ખૂબ જ પ્રસન્ન પસંદ છે ભગવાન ભોળાનાથ ને આ વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો તમારા દરેક કષ્ટ દૂર થાય છે. દરેક વસ્તુઓ નું પોતાનું અલગ મહત્વ હોય છે. આજે અમે તમને જણાવીશું કે કઈ વસ્તુ કેવી રીતે ભોળાનાથ ને અર્પણ કરવી જોઈએ. અને તેનાથી શું ફાયદો થશે.
દરરોજ સવારે ઊઠીને દૈનિક ક્રિયા પતાવ્યા બાદ ભગવાન શંકર નાં મંત્રોનો જાપ કરતા જળ અર્પણ કરવામાં આવે તો વ્યક્તિનો સ્વભાવ શાંત અને સૌમ્ય બને છે. ભગવાન શંકરને કેસર અર્પણ કરવાથી વ્યક્તિ ની અંદર સૌમ્યતા આવે છે. ભગવાન શંકરને ખાંડ અર્પણ કરવાથી વ્યક્તિ ની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અને તેના જીવનમાંથી આર્થિક સમસ્યા દૂર થાય છે. ભગવાન શંકરની શિવલિંગ પર અંતર અર્પણ કરવાથી વ્યક્તિનાં વિચાર પવિત્ર અને શુદ્ધ બને છે. અને તે વ્યક્તિ જીવનમાં ખોટા કાર્યોથી દૂર રહે છે. ભગવાન શંકરને દુધ અર્પણ કરવાથી વ્યક્તિ હમેશા સ્વસ્થ અને બીમારીઓથી દૂર રહે છે. દહીં ભગવાન શંકરને અર્પણ કરવાથી સ્વભાવમાં ગંભીરતા આવે છે. સાથે જ જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે. ભગવાન શંકર ને ઘી અર્પણ કરવાથી વ્યક્તિ ને તાકત મળે છે.
ભગવાન શંકર ને ચંદન અર્પણ કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક બને છે. અને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે. એવું માનવામાં આવે છે કે, શિવલિંગ પર મધ અર્પણ કરવાથી વ્યક્તિની વાણી માં મીઠાશ આવે છે. ભગવાન શંકરને ભાંગ અર્પણ કરવાથી વ્યક્તિની અંદર થી અંદર સકારાત્મક ભાવના આવે છે અને તેની અંદર ની નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પસંદ છે. બીલીપત્ર ને તેની ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે. બીલીપત્ર અર્પણ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.