જીવન માં એક પછી એક પરેશાની આવી રહી હોય, ચાલી રહ્યો હોય ખરાબ સમય, તો કરવા આ ઉપાયો

જીવનમાં કોઇને કોઇ પરેશાની આવ્યા કરે છે સંઘર્ષ કરતાં કરતાં આગળ વધવાનું નામ જ જીવન છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું લાગવા લાગે છે કે દરેક તરફથી પરેશાની એ આપણને ઘેરી લીધા છે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે લાગે છે કે જાણે સમય રોકાઈ ગયો હોય. મહેનત કર્યા બાદ તમામ પ્રયત્નો કર્યા બાદ પણ કોઈ પરિણામ પ્રાપ્ત થતું ન હોય. જો તમને પણ લાગી રહ્યું હોય કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે અને દરેક કાર્યમાં વિઘ્ન આવી રહ્યું છે દુર્ભાગ્ય તમને છોડી ન રહ્યું હોય ત્યારે જ્યોતિષમાં જણાવેલ આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય સોભાગ્ય માં પરિવર્તન થઈ શકે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે
રવિ પુષ્ય નક્ષત્ર
જો તમને દરેક કાર્યમાં વિઘ્ન આવી રહ્યું છે જેના કારણે તમારું કામ પૂરી રીતે અટકી ગયું હોય અને તમને લાગતું હોય કે કાર્ય પૂર્ણ થવા માટે નાં દરેક રસ્તાઓ બંધ થઈ ગયા છે તો આ ઉપાય કરવો રવિ પુષ્ય નક્ષત્ર માં વડ નાં વુક્ષ નું પાન લઈ તેનાં પર હળદર થી સ્વસ્તિકનું ચિહ્ન બનાવી અને આ પાનને તમારા ઘર નાં પૂજા સ્થાન પર રાખવું તેનાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થવા માટેના નવા માર્ગો મળી રહેશે.
ગ્રહ દોષમાંથી મુક્તિ મેળવવા માટે
જ્યોતિષ અનુસાર ગ્રહોની અશુભ સ્થિતિ નાં કારણે પણ જીવન માં પરેશાની આવે છે તેના માટે પ્રતિદિન રોટલી બનાવો ત્યારે સૌથી પહેલી રોટલી ગાયને આપવી અને છેલ્લી રોટલી કૂતરાને આપવી તેનાથી ગ્રહ દોષ માંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર અનુસાર ગાય રોટલી ખાય છે તેને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર માનવામાં આવે છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. ગાય ને રોટલી આપવાથી જીવનની દરેક પરેશાનીઓ દૂર થાય છે અને દેવી દેવતાઓ નાં આશીર્વાદ મળેછે.
દાંપત્ય જીવનને ખુશહાલ બનાવવા માટે
કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નું દાંપત્યજીવન સુખમય રહે છે તે દરેક પરેશાનીનો સામનો સરળતાથી કરી શકે છે. પરંતુ દાંપત્ય જીવનમાં દરાર આવવાથી વ્યક્તિ તણાવમાં રહે છે જો તમારૂ દાંપત્ય જીવન ખુશહાલ ન હોય તો તુલસીનાં પાન પર કંકુ અર્પણ કરવું. આ ઉપાય નિયમ પૂર્વક કરવાથી દામ્પત્ય જીવન ખુશખુશાલ બને છે.
અશાંતિ દૂર કરવા માટે
જો તમારા ઘરમાં હંમેશા પરિવાર વચ્ચે લડાઈ ઝઘડો થતો હોય તેના કારણે અશાંતિ રહેતી હોય અને સુખ-શાંતિની કમી રહેતી હોય ત્યારે માટલા નો ઉપાય કરવો. તમારા ઘરમાં પાણી પીવા માટે માટલા નો ઉપયોગ કરવામાં આવે છે તે જ માટલા નાં પાણી નો રાત નાં ૧૨ થી ૩ ની વચ્ચે આખા ઘરમાં છટકાવ કરવો તેનાથી તમારા ઘરમાં ખુશી આવશે અને શાંતિ બની રહેશે પરિવાર નાં સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વિકસિત થશે.
સફળતા મેળવવા માટે
જો તમે કોઈ આવશ્યક કાર્ય જેમ કે બીઝનેસ મીટીંગ, ઇન્ટરવ્યૂ, વગેરે માટે જઈ રહ્યા હોવ ત્યારે ઘરની સ્ત્રી નાં હાથે એક મુઠી અડદ લઈને ચૂપ ચાપ તમારા પરથી ઉતારી લેવા આ ઉપાયથી સફળતા પ્રાપ્ત થાય છે.