જીવનમાં ફક્ત એ જ લોકો સફળતા પ્રાપ્ત કરે છે, જેમની અંદર ધીરજ હોય છે

જીવનમાં ધીરજ હોવી ખૂબ જ જરૂરી છે. ધીરજ વિના જીવન માં કઈ મેળવી શકાતું નથી આ સંદર્ભમાં જોડાયેલ ગૌતમ બુદ્ધ ની કથા આ અનુસાર છે. એકવાર ગૌતમ બુદ્ધે મહાસભા કરવાનું વિચાર્યું ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોને એ વાતની જાણકારી આપી અને કહ્યું કે થોડા સમય પછી મોટી સભા કરવાની છે અને હું લોકોને પ્રવચન આપીશ. આ વાત સાંભળીને આસપાસનાં ગામના લોકો પણ ત્યાં પહોંચ્યા. ગૌતમ બુદ્ધ નો આદેશ ને સાંભળી ને શિષ્યઓ દૂરદૂર નાં ગામ સુધી આ વાત પહોંચાડી. લોકો ને જ્યારે આ વાત ની ખબર પડી કે, ગૌતમ બુદ્ધ પ્રવચન આપવાના છે ત્યારે લોકો ઉત્સુકતા સાથે પ્રવચન સાંભળવા માટે ગયા. સભાના દિવસે લોકો સમયસર ત્યાં પહોંચી ગયા અને ધીરે ધીરે ૧૫૦ થી પણ વધુ લોકો પ્રવચન સાંભળવા માટે એકઠા થયા.
થોડાક સમય બાદ ગૌતમ બુદ્ધ પણ ત્યાં આવ્યા અને પીપળા નાં ઝાડ નીચે બેઠા લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે તેમને જોયા અને રાહ જોવા લાગ્યા કે, ક્યારે ગૌતમ બુદ્ધ પ્રવચન આપે. પરંતુ ગૌતમ બુદ્ધ થોડીવારમાં ત્યાંથી ચાલ્યા ગયા અને લોકોને કહયું કે, હું કાલે પ્રવચન આપીશ.શિષ્યોએ પ્રવચન સાંભળવા આવેલ લોકો ને ગૌતમ બુદ્ધ નો આ સંદેશ આપ્યો અને લોકોને બીજા દિવસે આવવાનું કહ્યું. બધા લોકો નિરાશ થઈને ઘરે પાછા જતાં રહયા આગલા દિવસે શ્રધ્ધાળુ લોકો પ્રવચન સાંભળવા માટે આવ્યા. આજે ગૌતમ બુદ્ધ નું પ્રવચન આપશે પરંતુ ગૌતમ બુદ્ધ થોડા સમય પછી આવ્યા અને બોલ્યા વગર પાછા ચાલ્યા ગયા અને લોકોને ફરી એકવાર કાલે આવવાનું કઈ જતા રહયા લોકોની સંખ્યા ઓછી થઈ ગઈ. પ્રવચન સાંભળવા માટે ફક્ત ૧૦૦ લોકો જ સાંભળવા આવ્યા
ત્રીજા દિવસે પણ ગૌતમ બુદ્ધ કંઈ કહ્યા વગર જ ચાલ્યા ગયા. લોકોને આગલા દિવસે આવવાનું કહ્યું. સભામાં આવનારા લોકોની સંખ્યા એકદમ ઓછી થવા લાગી. પાંચમા દિવસે લોકોની સંખ્યા ૫૦ થઈ ગઈ એ દિવસે પણ ગૌતમ બુદ્ધે પ્રવચન આપ્યું નહિ આ જ પ્રકારે છ દિવસ ચાલ્યા ગયા છઠ્ઠા દિવસે ૧૫ લોકો સભામાં આવ્યા ૧૫ લોકોને જોઈને ગૌતમ બુદ્ધ હસ્યા અને ઝાડ નીચે બેસી અને લોકોને કહ્યું કે આજે પણ ગૌતમ બુદ્ધ પ્રવચન નહિ આપે અને ચાલ્યા જશે. પરંતુ તે દિવસે ગૌતમ બુદ્ધે પ્રવચન આપ્યું અને ૧૫ લોકોએ ઉત્સાહ સાથે આ પ્રવચન સાંભળયુ.
પ્રવચન પૂર્ણ થયા બાદ સભામાં એક વ્યક્તિ એ ગૌતમ બુદ્ધ ને સવાલ કર્યો કે તમે આટલા દિવસો સુધી કોઈ પ્રવચન આપ્યું નહીં તેનું શું કારણ ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું કે હું ફક્ત તે જ લોકોને પ્રવચન આપવાનો હતો જે સાચા મનથી પ્રવચન સાંભળવા આવ્યા હતા અને જેનામાં ધીરજ હતી. જેના ધીરજ ન હતી તે લોકો એ આવવાનું બંધ કરી દીધું જેનામાં ધીરજ હતી તે જ મારું પ્રવચન સાંભળી શકયા જીવનમાં સફળતા મેળવવા માટે હંમેશા ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. આ વાત સાંભળીને સભામાં બેઠેલા લોકો સમજી ગયા કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ધીરજ જરૂરી છે.