જીવનસાથી ની પસંદગી કરતી વખતે કઈ બાબતો નું રાખવું જોઈએ ધ્યાન, જાણો શું કહેછે જયા કિશોરીજી

જીવનસાથી ની પસંદગી કરતી વખતે કઈ બાબતો નું રાખવું જોઈએ ધ્યાન, જાણો શું કહેછે જયા કિશોરીજી

જયા કિશોરીજી લાઇફ મેનેજમેન્ટ સાથે મોટીવેશનલ સ્પીચ માટે ખૂબ જ જાણીતા છે. જીવન સાથે જોડાયેલ અલગ-અલગ વિષયો પર તે સમય સમય પર સેમિનાર નાં માધ્યમથી લોકોને માહિતી આપે છે. સાથે જયા કિશોરીજી નાની બાઈ નો માયરો અને શ્રીમદ ભાગવત કથા માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે તેમની કથા સાંભળનારને તેની અનોખી વાત કથા વાંચન શૈલી ખૂબ જ પસંદ છે. કિશોરીજી ભજન અને કથા દરમ્યાન રાજસ્થાની ભાષાનો પ્રયોગ સાંભળવા વાળા ને ખૂબ જ પસંદ આવે છે. કિશોરીજી લાઈફ સાથે જોડાયેલી પરિસ્થિતિઓ વિશે ખૂબ જ વિસ્તારથી જણાવે છે તેથી સેમિનાર દરમિયાન હજારો લોકો તેને સાંભળવા માટે શાંતિથી બેસે છે. એક સેમિનાર દરમ્યાન કિશોરીજી ને એક સવાલ પૂછવામાં આવ્યો હતો સવાલ હતો કે, આજકાલ વૈવાહિક જીવનમાં ઘણા ઓછા લોકો ખુશ રહી શકે છે તેનું કારણ અનેક કેવાં વ્યક્તિ સાથે લગ્ન કરવાથી સંબંધ સારી રીતે ચાલી શકે છે.

આ સવાલનો જવાબ આપતા કિશોરીએ કહ્યું હતું કે, શાસ્ત્રોમાં લગ્ન નો સંબંધ જન્મોજન્મ નો બતાવવામાં આવ્યો છે લગ્ન કોઈ વ્યક્તિ રોજ નથી કરતું તેથી લગ્ન કરતા પહેલા તમારા થનાર જીવનસાથી સાથે વાત કરવી અને તેની સાથે સમય પસાર કરવો એવું કરવાથી એકબીજા નાં સ્વભાવ અને વ્યવહાર વિશે ખ્યાલ આવે છે સાથે જ જાણવા મળે છે કે તમે એ વ્યક્તિ સાથે પૂરી જિંદગી વિતાવી શકશો કે નહીં. કિશોરીજી આગળ જણાવે છે કે, લગ્ન એવા વ્યક્તિ થી ન કરવા જોઈએ જેની બધી જ વાત તમને સારી લાગે કારણકે જે આજે આદત તમને સારી લાગતી હશે તે આખી દુનિયાને સારી લાગતી હશે. હમેશા એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઇએ જેની ખામીઓનો પણ તમે સ્વીકાર કરી શકો.

 

તમારા જીવનસાથી ની એ આદતો ખરાબ હોવાનું કારણ જણાવી અને તે આદતો ને તમે બદલી શકો કે પછી તે તો આદતો સાથે જ જીવન પસાર કરવામાં તમને પરેશાની મહેસૂસ થવી જોઈએ નહીં. એકબીજાની ખામીઓ અને ખરાબ આદતોને બદલવાની કોશિશ કરવામાં આવે એ પણ પ્રેમનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે. તેથી એકબીજા સાથે સમય પસાર કરવો અને ફક્ત સકારાત્મક જ નહિ પરંતુ નકારાત્મક પક્ષ વિશે પણ એક વાર વિચાર જરૂર કરવો જેથી ભવિષ્યમાં આવનારી પરેશાનીઓથી બચી શકાય.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *