જીવનમાં ખરાબ સમય શરૂ થાય ત્યારે કરો આ કામ, દૂર થશે દુર્ભાગ્ય

જ્યારે પણ જીવનમાં ખરાબ શરૂ થાય છે ત્યારે દરેક રસ્તાઓ બંધ થઈ જાયછે. દરેક વસ્તુમાં નુકસાન થાય છે. અને પરિવારનાં લોકો સાથે સંબંધો ખરાબ થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો સમજી લેવું કે, તમારો ખરાબ સમય શરૂ થઈ ગયો છે. ખરાબ સમય શરૂ થતા જ નીચે જણાવેલા આ ઉપાયો કરવાથી સારો સમય શરૂ થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.
- જો તમારું કોઇ કામ પૂરું ન થઈ રહ્યું હોય વારંવાર મહેનત કર્યા બાદ પણ નિરાશા જ હાથ લાગતી હોય. તો આ ઉપાય કરવાથી કાર્યમાં સફળતા મળશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ રવિ પુષ્પ નક્ષત્ર અથવા તો પુષ્ય નક્ષત્રમાં વડ નાં વૃક્ષ નું એક પણ તોડીને ઘરમાં લાવવું અને આ પાન પર હળદર ની મદદથી સ્વસ્તિક બનાવવું અને તેને તમારા મંદિરમાં રાખવું. મંદિરમાં પાન રાખ્યા બાદ ઇષ્ટદેવને પ્રાર્થના કરવી કે, તમારા રોકાયેલા કાર્ય પૂર્ણ કરે.
- ઘર નાં મુખ્ય દરવાજાની સામે ભગવાન ગણેશજીની બે મુખ વાળી મૂર્તિ લગાવવાથી ઘરમાં શાંતિ બની રહે છે. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિ દૂર રહેછે અને શાંતિ બની રહે છે. જે લોકોના ઘરમાં નકારાત્મક શક્તિ હોય તેના ઘરમાં સભ્યો વચ્ચે લડાઈ થાય છે. અને આ ઉપાય કરવાથી ઘરમાંથી લડાઈ ઝધડા દૂર થાય છે. અને જીવનમાં શાંતિ બની રહે છે.
- ગ્રહદોષ હોય ત્યારે જીવનમાં ખરાબ સમય ની શરૂઆત થઈ જાય છે. ગ્રહદોષ હોય ત્યારે આ ઉપાય કરવાથી ગ્રહ શાંત થાય છે. ઉપાય માટે રોજ સવારે ગાયને રોટલી ખવડાવવી. આ પ્રકારે જે લોકો ગાયની સેવા કરેછે. તેનો ખરાબ સમય જલ્દી દુર થઈ જાય છે.
- કોઈપણ કાર્ય માટે ઘરની બહાર જતા હોવ ત્યારે આ ઉપાય કરવાથી તમારું કાર્ય પૂર્ણ થાય છે. ઘરની બહાર નીકળતા પહેલા એક મુઠી અડદ ની દાળ લઈને તમારા માથા પરથી ફેરવીને જમીન પર મૂકી દેવી. ત્યારબાદ પાછળ વળીને જોવું નહીં. આ ઉપાય કરવાથી જે કાર્ય માટે જતા હશો તેમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે.
- ખરાબ સમયને તમારા જીવનમાંથી દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી. હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું. દર સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરવું. આ ઉપાય કરવાથી ખરાબ સમય દૂર થાય છે.