જીવનમાં થનાર કેટલીક ઘટનાઓનો સંકેત આપે છે ધુવડ, જાણો ધુવડ દેખાવાનો અર્થ

જીવનમાં થનાર કેટલીક ઘટનાઓનો સંકેત આપે છે ધુવડ, જાણો ધુવડ દેખાવાનો અર્થ

શાસ્ત્રોમાં ધુવડને માં લક્ષ્મીનું વાહન ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિને  અચાનકથી ધુવડદેખાય તો તેનો અર્થ છે કે, તેને ધનલાભ થવાનો છે. તેથી જ્યારે પણ ધુવડદેખાય ત્યારે ગભરાવાની જરૂર નથી તેને જોવાથી અને તેની સાથે જોડાયેલા સંકેતો અહી વિસ્તારથી જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ધુવડ દેખાય તેનો અર્થ

 

  • જો કોઈ વ્યક્તિને ધુવડદેખાય તો અને વ્યક્તિ ની નજર અને ઉલ્લુની નજર એક થી જાય તેનો અર્થ કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવાનો છે. અને પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ નો અંત આવશે તેથી ક્યારેય પણ તમારી નજર ધુવડસાથે મળે તો તેનાથી ગભરાશો નહીં તે એક શુભ સંકેત છે.
  • કોઈ રોગી વ્યક્તિ નાં માથા પરથી ઊડીને ધુવડજાય તો તે પણ એક શુભ સંકેત છે તેનો અર્થ એ કે રોગી વ્યક્તિ ને અસાધ્ય રોગમાંથી મુક્તિ મળવાની છે અને તેના દરેક કષ્ટ દૂર થવાના છે.
  • જો તમને તમારી આસપાસ ધુવડદેખાય તો તેનો મતલબ એ છે કે, તમને કોઈ જગ્યાએ થી ધનલાભ થવાનો સંકેત છે અને માં લક્ષ્મીની કૃપા તમારા પર થવાની છે.

  • સપનામાં જો ધુવડદેખાય તો શુભ ગણાય છે. જે લોકોને સપનામાં ધુવડદેખાય છે. તેનો મતલબ એ છે કે તેને જીવનમાં પ્રગતિ મળે છે અને ધન આવવાના દરેક માર્ગ ખુલી જાય છે.
  • સવાર નાં સમયે પૂર્વ દિશા તરફ ધુવડદેખાય કે આ દિશા તરફથી ધુવડનો અવાજ આવે તો અચાનક થી ધન પ્રાપ્તિ નાં સંકેત છે.
  • ધુવડનું વારંવાર દેખાવું શુભ ગણવામાં આવે છે અને આ જમણી તરફ ધુવડઉતરે છે તો કર્જ માંથી પૈસા છુટા થાય છે. અથવા કર્જ માંથી મુક્તિ મળવાના સંકેત છે.

ધુવડ સાથે જોડાયેલ અપશુકન

 

  • ધુવડ દેખાવા ની સાથે ઘણા અપશુકન પણ જોડાયેલા છે જે આ પ્રકારે છે.
  • ધુવડનું ડાબી તરફ દેખાવું અશુભ ગણાય છે. અને તે દિશાની તરફ થી અવાજ આવે તો તે અવાજ  તો તમારી સાથે કશું ખરાબ થવાનું છે કે, તમારા જીવનમાં પરેશાનીઓ આવવાનો સંકેત છે.
  • ધુવડ જો ઘરની છત પર બેસીને અવાજ કરે તો તે પણ અશુભ ગણાય છે તેનો અર્થ થાય કે તમારા પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *