જીવનની દરેક પરેશાનીઓને દૂર કરે છે રુદ્રાક્ષ, જાણો રાશિ અનુસાર કયો ધારણ કરવો રુદ્રાક્ષ

જીવનની દરેક પરેશાનીઓને દૂર કરે છે રુદ્રાક્ષ, જાણો રાશિ અનુસાર કયો ધારણ કરવો રુદ્રાક્ષ

હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર રુદ્રાક્ષ ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આધ્યાત્મિક અને જ્યોતિષ ની દ્રષ્ટિ એ પણ તેનું ખૂબ મહત્વ છે. રુદ્રાક્ષ ને શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જોવામાં આવે તો રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજી નાં આંસુ માંથી થઈ હતી. રુદ્રાક્ષ ધારણ કરવાથી શિવજી ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. જે પહાડો પર જોવા મળે છે આ વૃક્ષ માં ફળ નાં રૂપમાં લાગે છે. પ્રાચીન કાળથી રુદ્રાક્ષ નો આભૂષણ ના રૂપમાં, સુરક્ષા માટે, ગ્રહશાંતિ માટે, આધ્યાત્મિક લાભ માટે ઉપયોગ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, રુદ્રાક્ષ નાં ઘણા પ્રકારના હોય છે જેમાં એક મુખી, ત્રણ મુખી, પાંચમુખી વગેરે મુખી રુદ્રાક્ષ હોયછે.

એવી માન્યતા છે કે, જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તેને જીવનમાં ધન સંબંધી પરેશાનીઓ રહેતી નથી એટલું જ નહીં તેને વિદ્યા, સંપત્તિ, લાંબુ આયુષ્ય, શત્રુ પર વિજય, રોગ માંથી મુક્તિ મળે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ઘણા લોકો છે કે, જે રુદ્રાક્ષ ને પોતાના હાથ પર પહેરે છે ઘણા લોકો તેને ગળામાં ધારણ કરે છે. આજે અમે તમને આ આર્ટીકલ નાં માધ્યમથી રાશિ અનુસાર કયો રૂદ્રાક્ષ ધારણ કરવાથી શુભ રહેશે તેનાં વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

મેષ રાશિ

મેષ રાશિવાળા વ્યક્તિઓ એ ૩ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા લોકોએ ૬ મુખી અને ૧૦ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ

મિથુન રાશિ

મિથુન રાશિવાળા વ્યક્તિઓને ૪ મુખી અને ૧૧ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો શુભ ગણવામાં આવે છે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા વ્યક્તિઓ એ  ૪ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો શુભ ગણાય છે. આ ઉપરાંત કર્ક રાશિવાળા લોકો ગૌરી શંકર રુદ્રાક્ષ પણ ધારણ કરી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકોએ ૫ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદો થાય છે અને તમે જો આ રુદ્રાક્ષને ધારણ કરો છો તો તમને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા વ્યક્તિઓ ને ગૌરીશંકર રુદ્રાક્ષ થી ફાયદો થાય છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા વ્યક્તિઓ એ ૭ મુખી અને ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓ ને ૮ મુખી અને ૧૩ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તેની દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે.

ધન રાશિ

ધન રાશિવાળા વ્યક્તિઓએ ૯  મુખી રુદ્રાક્ષ  અને એકમુખી રૂદ્રાક્ષ ધારણ કરવું જોઈએ

મકર રાશિ

મકર રાશિવાળા વ્યક્તિઓને ૧૦ મુખી અને ૧૩ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ફાયદો થાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકો એ ૭ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ તેનાથી તેને સફળતા પ્રાપ્ત થાય છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકોએ ૧ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ તેનાથી તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.ઉપરોક્ત રાશિ અનુસાર કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ તેના વિશે જાણકારી આપવામાં આવી છે. જો તમે તમારા રાશિ મુજબ રુદ્રાક્ષ ધારણ કરો છો તો તેનાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *